કચ્છ : ભુજમાં પાણી સમસ્યા બનશે ભુતકાળ, સરકારે “નલ સે જલ’ યોજના માટે 41.61 કરોડના કામને મંજુરી આપી

ભુજ નગરપાલિકાની હાલની બોડી દ્વારા સરકાર દ્વારા "નલ સે જલ" અંતર્ગતની પાણીની યોજનાની દરખાસ્ત જે રાજ્ય સરકારે માંગી હતી. તે યોજના બનાવી અંદાજીત રૂ. 41.61 કરોડની આ યોજનાને રાજ્ય સરકાર દ્વારા મંજુર કરવામાં આવી છે.

કચ્છ : ભુજમાં પાણી સમસ્યા બનશે ભુતકાળ, સરકારે “નલ સે જલ' યોજના માટે 41.61 કરોડના કામને મંજુરી આપી
Kutch: The government has approved work worth Rs 41.61 crore for the 'Nal Se Jal' scheme (ફાઇલ)
Follow Us:
Jay Dave
| Edited By: | Updated on: Feb 07, 2022 | 8:41 PM

Kutch : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ (CM Bhupendar Patel) રાજ્યના નગરોના નાગરિકોને પીવાનું પાણી (Drinking water)પર્યાપ્ત માત્રામાં મળી રહે તેવા જનહિત અભિગમથી આજે 10 નગરપાલિકાઓ અને 1 મહાનગરપાલિકા માટે કુલ 249 કરોડ રૂપિયાના પાણી પુરવઠા યોજનાના (Water supply scheme)કામો માટે સિદ્ધાંતિક મંજૂરી આપી છે. જે અંતર્ગત ભુજ માટે 41.61 કરોડ રૂપીયાના કામને મંજુરી આપી છે.

ભુજ નગરપાલિકાની હાલની બોડી દ્વારા સરકાર દ્વારા “નલ સે જલ” (Nal se JAL Yojana) અંતર્ગતની પાણીની યોજનાની દરખાસ્ત જે રાજ્ય સરકારે માંગી હતી. તે યોજના બનાવી અંદાજીત રૂ. 41.61 કરોડની આ યોજનાને રાજ્ય સરકાર દ્વારા મંજુર કરવામાં આવી છે. આ યોજના અમલમાં આવી જવાથી આવનારા ત્રણ દાયકા સુધી પીવાના પાણીની સમસ્યા શહેરમાં નહિ રહે.

શું બનશે આ યોજના અંતર્ગત

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

આ યોજના અંતર્ગત કુલ 05 ઓવરહેડ ટાંકા, જેમાંથી 04-10 લાખ લીટરના અને 01-20 લાખ લીટરનો ટાંકો બનાવી શકાશે. જે ભુજના તોરલ ગાર્ડન પાસે, વાલદાસનગર, આત્મારામ સર્કલ પાસે, સુરલભીટ્ટ પાસે તેમજ ભુજીયા સંપ પાસે તેમજ 05 અન્ડરગ્રાઉન્ડ ટાંકા જેમાંથી ભુજીયા સંપ પાસે 75 લાખ લીટર, તોરલ ગાર્ડન પાસે 10 લાખ લીટર, વાલદાસ નગર 10 લાખ લીટર, સુરલભીટ્ટ 20 લાખ લીટર તેમજ કુકમાથી ભુજીયા સુધી 10.50 કિમીની એક એક્સપ્રેસ લાઈન નાખવામાં આવશે.

આ અંગે વધુમાં વિગત આપતા ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ ઠક્કરે જણાવ્યું હતું કે વર્તમાન બોડી આવ્યા પછી સૌથી પહેલા અમારી પ્રાથમિકતા પીવાના પાણીની હતી, જે અંતર્ગત 50 લાખ લીટરનો ટાંકો જેનું ખાતમુહુર્ત હિલગાર્ડન પાસે કર્યું હતું તે તૈયાર છે, આવનારા દિવસોમાં તેને પ્રજાની સુખાકારી માટે અર્પણ કરવામાં આવશે. શિવકૃપાનગર પાસે 50 લાખ લીટરનો ટાંકો છે તેના આંતરિક જોડાણો થઇ ગયા છે, આ ટાંકો પણ આવનારા પણ આવનારા દિવસોમાં પ્રજાની સુખારી માટે અર્પણ કરવામાં આવશે.

સુરલભીટ્ટ પાસે 35 લાખ લીટરનો ટાંકો પૂર્ણતાના આરે છે, એ પણ આગામી મહિનામાં પ્રજાની સુખાકારી માટે અર્પણ કરવામાં આવશે. ચંગલેશ્વર પાસે અન્ડરગ્રાઉન્ડ અને ઓવરહેડના જે ટાંકાઓ બનાવવાના છે તેની પણ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. યોજના મંજુર કરવા બદલ સરકારના પ્રતિનીધીઓનો આભાર માન્યો હતો.

કચ્છમાં નર્મદાનુ પુરતુ પાણી મળતુ હોવા છતાં યોગ્ય સ્ટોરેજ અને વિતરણ માટેની વ્યવસ્થા ન હોતા ન માત્ર ઉનાળા પરંતુ આમ સીઝનમાં પણ ભુજમાં પાણીની જળ કટ્ટોકટી સર્જાય છે. તેવામાં ભવિષ્યમાં વિસ્તરી રહેલા ભુજને ધ્યાને રાખી તૈયાર થઇ રહેલી યોજનાથી ભુજમાં પાણીની સમસ્યા ભુતકાળ બનશે તેવી આશા બંધાઇ છે.

આ પણ વાંચો : કચ્છ : 79 ગામમાં કનેકટીવીટી નથી તો 129 ગામમાં ડેટા નથી, વિધાનસભા અધ્યક્ષે ટેલીકોમ કંપની સાથે બેઠક યોજી !

આ પણ વાંચો : ગુજરાતમાં આજે કોરોનાના નવા 2909 કેસ નોંધાયા, 21ના મોત

g clip-path="url(#clip0_868_265)">