Kutch: દિવાળીમાં સ્મૃતિવન ઝળહળ્યું, 11 હજાર દીવડાં પ્રગટાવી ભૂકંપના મૃતકોને અંજલિ અર્પવા સાથે થઈ દીપોત્સવની ઉજવણી

|

Oct 23, 2022 | 12:22 PM

ભૂકંપના દિવંગતોને શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યું હતુ લોકલ ફોર વોકલના મંત્રને સાર્થક કરી દિવેલના ઉપયોગ કરી રૂની વાટ મારફત આ દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા. આયોજનનો એક મહત્વનો ઉદેશ એ જ હતો કે દીપોત્સવના માધ્યમથી ભૂકંપના દિવંગતોને શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવે.

Kutch: દિવાળીમાં સ્મૃતિવન ઝળહળ્યું, 11 હજાર દીવડાં પ્રગટાવી ભૂકંપના મૃતકોને અંજલિ અર્પવા સાથે થઈ દીપોત્સવની ઉજવણી
કચ્છમાં સ્મૃતિ વન ખાતે ધનતેરસના દિવસે પ્રગ્ટયા સેંકડો દીવડાં

Follow us on

કચ્છના (kutch) વિનાશકારી ભૂકંપમાં (earthquake) જે હતભાગીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો તેવા દિવંગતોની સ્મૃતિમાં ભુજિયા ડુંગર ઉપર વિશેષ સ્મૃતિવન બનાવવામાં આવ્યું છે. ત્યારે  ધન તેરસના દિવસે  અહીં વિશેષ અંજલિ કાર્યક્રમ આયોજિત કરવામાાં આવ્યો હતો. ભૂકંપના મૃતકોને ધનતરેસના દિવસે 11 હજાર દીવડાં પ્રગટાવીને અંજલિ આપવામાં આવી હતી અને દીપોત્સવની  (Dipotsava ) ઉજવણી કરવામાં આવી હતી. કચ્છના ફ્રેન્ડસ ગ્રુપ સહિત વિવિધ સંસ્થાએ સાથે મળી આ આયોજન કરાયુ હતુ જેમા અન્ય સમાજો અને સંગઠનો તેમજ પ્રજાજનો પણ જોડાયા હતા.

ભૂકંપના દિવંગતોને શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યું હતુ લોકલ ફોર વોકલના મંત્રને સાર્થક કરી દિવેલના ઉપયોગ કરી રૂની વાટ મારફત આ દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા. આયોજનનો એક મહત્વનો ઉદેશ એ જ હતો કે દીપોત્સવના માધ્યમથી ભૂકંપના દિવંગતોને શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવે. ભૂકંપમાં જેમણે પોતાના સ્વજન ગુમાવ્યા છે એવા દિવંગતોના પરિવારજનો પણ અહીં ઉપસ્થિત રહ્યા હતા અને સ્મૃતિવનના સનસેટ પોઈન્ટથી સ્મૃતિવનના પ્રવેશ ગેટ સુધી દીવડાનો ઝગમગાટ જોવા મળ્યો હતો . સનસેટ પોઈન્ટ પર ઈલેકટ્રીક  લાઇટ તો ચેકડેમ વિસ્તારમાં  માટીના દીવડાં પ્રજવલિત કરવામાં આવ્યા હતા. ફાયર સેફટીની સાથે સ્વચ્છતા સહિતની બાબતોની તકેદારી પણ રાખવામાં આવી હતી. સાથે  સાથે નગરજનો દ્વારા આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ  આભાર માનવામાં આવ્યો હતો.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ભૂજિયા ડુંગર ઉપર ઝળહળ્યા લાખો દીવા

સ્મૃતિવનમાં  છે વિવિધ વિશેષતાઓ

175 એકરમાં વિકસિત ભૂજિયા ડુંગર પરના સ્મૃતિવન મેમોરીયલમાં વર્ષ 2001ના વિનાશક ભૂકંપમાં જીવ ગુમાવનાર 12 હજાર 932 સ્વજનોની સ્મૃતિઓના સંવેદનની કુલ 1 હજાર 20 નેમ પ્લેટો, તેમની યાદમાં 3 લાખથી વધુ વૃક્ષો અને 10.કિ.મી.નો પાથ વે તેમજ 50 ચેકડેમ, 3 એમીનીટીઝ બ્લોક, અર્થક્વેક મ્યુઝિયમ, 15 કિ.મી.નો ફોર્ટ વોલ, 1 મેગાવૉટ સોલાર પ્લાન્ટ અને ઈન્ટરનલ રોડનું સ્મૃતિવન મેમોરીયલમાં સમાવેશ થાય છે. સાયન્સ અને ટેક્નોલોજીના સુભગ સમન્વય દ્વારા તૈયાર કરાયેલું સ્મૃતિવન ખરા અર્થમાં એક અદભૂત સ્મૃતિનો સંચાર કરનારૂ છે. અહીં સિંધુ સંસ્કૃતિથી માંડીને કચ્છના ભાતીગળ વિકાસને સચિત્ર રજૂ કરવામાં આવ્યું છે. ત્યારે કચ્છના પ્રવાસન સ્થળોમાં હવે વધુ એક સ્થળ સમાન સ્મૃતિવનનો પણ ઉમેરો થયો છે સાયન્સ અને ટેક્નોલોજીના સુભગ સમન્વય દ્વારા તૈયાર કરાયેલું સ્મૃતિવન ખરા અર્થમાં એક અદભૂત સ્મૃતિનો સંચાર કરનારૂ છે. અહીં સિંધુ સંસ્કૃતિથી માંડીને કચ્છના ભાતીગળ વિકાસને સચિત્ર રજૂ કરવામાં આવ્યું છે. ત્યારે કચ્છના પ્રવાસન સ્થળોમાં હવે વધુ એક સ્થળ સમાન સ્મૃતિવનનો પણ ઉમેરો થયો છે

Next Article