કચ્છ : માતા-પિતા ગુમાવનાર બાળકો માટે આશીર્વાદરૂપ છે પાલક માતા-પિતા યોજના, જિલ્લામાં 452 બાળકોને લાભ મળ્યો
કચ્છમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર કુલ 452 બાળકો આ યોજનાનો લાભ લઇ રહ્યાં છે તેવું સમાજ કલ્યાણ અધિકારીએ જણાવ્યું હતું. 80ના દાયકામાં શરૂ થયેલી આ યોજનાનો કચ્છમાં અત્યાર સુધી 452 બાળકોએ લાભ લીધો છે.

KUTCH : તાજેતરમાંજ મોટી તુંબડી ગામમાં એક દંપતી એક સાથે મૃત્યુ પામ્યા પરિવાર પર તો જાણે આભ તુટી પડ્યું. જે જગ્યાએ પિતા કામ કરતા ત્યાંથી સમાજની મદદથી પરિવારને લાભ પણ થયો. પરંતુ પરિવારના બન્ને સભ્યોના મોત બાદ બાળકોની (Children) મદદ કરશે. હવે પાલક માતા-પિતા યોજન. (Palak MataPita Yojana) જેમાં મૃત્યુ પામેલા દંપતિના બન્ને સંતાનને માસીક 3000 રૂપીયાની આર્થીક સહાય 18 વર્ષ સુધી અભ્યાસ માટે સરકાર દ્વારા કરવામાં આવશે. જોકે આ માત્ર એક ઉદાહરણરૂપ કિસ્સો છે. પરંતુ કચ્છમાં બાળ સામાજીક ન્યાય અધિકારીતા વિભાગ હેઠળ આવતા બાળ સુરક્ષા અધિકારી વિભાગના આંકડા મુજબ કચ્છમાં આવા ૪૫૨ બાળકો પાલક માતાપિતા યોજનાનો લાભ મેળવી રહ્યાં છે.
કંઇ રીતે જોડાઇ મદદની કડી
વિવિધ માધ્યમો મારફતે મોટી તુંબડીના કિસ્સા અંગે જાણ્યા બાદ બાળ સુરક્ષા વિભાગ દ્રારા પરિવારનો સંપર્ક કરાયો હતો. બાળકોના કાકા સાથે ટેલીફોનીક વાત કરી પાલક માતા પિતા યોજનાની માહીતી અને અરજી કરવા અંગેની સમજ આપવામાં આવેલ. જેથી બાળકોના કાકા દ્વારા જરૂરી આધાર-પુરાવા એકઠા કરીને તા.10/01/2022ના કચેરીનો સંપર્ક કરતા તેઓની અરજી સામાજિક કાર્યકર (મહિલા) દ્વારા કચેરી ખાતે જ ઓનલાઇન કરી આપવામાં આવેલ.
અને આ અરજી અન્વયે તા.24/01/2022 ના રોજ ઘર તપાસ રીપોર્ટ તૈયાર કરવામાં આવેલ ઘર તપાસ દરમ્યાન જાણવા મળેલ કે બાળકોના પિતાનું તા. 18/01/2022ના રોજ કંપનીમાં કામ કરતી વખતે હદય હુમલો આવવાથી અવસાન થયેલ. જેના આઘાતમાં માતાનું પણ મોત થયેલું. બાળકોએ બે જ દિવસમાં માતા અને પિતા બન્નેની છત્રછાયા ગુમાવવાનું જાણવા મળેલ. આ દંપતિના એક દિકરો જેની ઉંમર આશરે 3 વર્ષ અને એક દિકરી જેની ઉંમર આશરે 7 વર્ષ છે. દિકરી ધોરણ-2માં ગામમાં જ અભ્યાસ કરે છે અને પુત્રનું નામ આંગણવાડીમાં નોંધાયેલ છે. પાલક માતા પિતા યોજના અન્વયે બન્ને બાળકોની ઉંમર 18 વર્ષ સુધી અભ્યાસ ચાલુ રહે તો દર માસે રૂ.3000 આર્થિક સહાય ડાયરેકટ બેનીફિટ ટ્રાન્સફર મારફતે બેન્ક ખાતામાં મળશે.
કચ્છમાં 452 બાળકોને લાભ
કચ્છમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર કુલ 452 બાળકો આ યોજનાનો લાભ લઇ રહ્યાં છે તેવું સમાજ કલ્યાણ અધિકારીએ જણાવ્યું હતું. 80ના દાયકામાં શરૂ થયેલી આ યોજનાનો કચ્છમાં અત્યાર સુધી 452 બાળકોએ લાભ લીધો છે. અને જેને 18 વર્ષ પુર્ણ થયા બાદ યોજનાનો લાભ મળતો નથી તેવુ જીલ્લા બાળ સુરક્ષા અધિકારી વિપુલ ડોરિયાએ જણાવ્યું હતુ. સાથે માતાપિતા ગુમાવેલ બાળકોના પાલક દ્રારા બાળકોના ભરણપોષણ અને શિક્ષણનો ખર્ચમાં તકલીફ ના પડે અને બાળકો સારું શિક્ષણ મેળવી ખુબ આગળ વધે તે માટે આ યોજનાનો લાભ લેવા અનુરોધ કરાયો હતો.
આ યોજનાનો લાભ લેવા https://esamajkalyan.gujarat.gov.in પરથી અરજી થઇ શકશે. તેમજ વધુ માહીતી માટે જીલ્લા બાળ સુરક્ષા એકમની કચેરી 402 બહુમાળીભવન ત્રીજો માળે, ભુજ-કચ્છ. ટેલીફોન નં.૦૨૮૩૨-૨૫૨૬૧૩ પર સંપર્ક કરી શકાશે તેમ જણાવ્યુ હતુ.
આ પણ વાંચો : સી.આર.પાટીલે જૈન સમુદાય પર ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાની ટિપ્પણીની નિંદા કરી
આ પણ વાંચો : VALSAD : શેરબજારમાં થયેલા નુકસાનને ભરપાઇ કરવા મિત્રોને જ નવડાવવાનો બનાવ્યો પ્લાન, બે આરોપી જેલ હવાલે