Kutch: જેલમાંથી જ ચાલતુ હતુ હનીટ્રેપનુ નેટવર્ક, જાણો કોને કોને ફસાવાનો હતો ટાર્ગેટ

હનીટ્રેપમાં ફસાવી દુષ્કર્મની ખોટી ફરીયાદ કરી 10 કરોડની ખંડણી માંગવાનો એક કિસ્સો બન્યો હતો. જેમાં સામાજીક માગ અને પોલિસની સક્રિયતાને કારણે સમગ્ર મામલો પ્રકાશમા તો આવ્યો પરંતુ તપાસમાં થયેલ ચોંકાવનારા ખુલાસા, સ્થાનીક પોલીસ સુરક્ષા સામે પણ અનેક સવાલો ઉભા કરે છે.

Kutch: જેલમાંથી જ ચાલતુ હતુ હનીટ્રેપનુ નેટવર્ક, જાણો કોને કોને ફસાવાનો હતો ટાર્ગેટ
Follow Us:
Jay Dave
| Edited By: | Updated on: Jun 06, 2023 | 11:12 PM

Kutch: નલિયાકાંડથી લઇ અને જેન્તી ભાનુશાળી હત્યા કેસ કેન્દ્રમાં રહેલ મહિલાઓને સાંકળતા કિસ્સા કચ્છમાં અટકવાનુ નામ લેતા નથી, તાજેતરમાં જ ગાંધીધામના એક ફાઇનાન્સર અનંત તન્નાને હનીટ્રેપમાં ફસાવી દુષ્કર્મની ખોટી ફરીયાદ કરી 10 કરોડની ખંડણી માંગવાનો એક કિસ્સો બન્યો હતો. જેના હજી તમામ આરોપી પણ ઝડપાયા નથી. ત્યા હવે માધાપર ગામના એક ટ્રાન્સપોર્ટરે કરેલા આપધાત મામલે ચોંકવનારો ખુલાસો થયો છે. સામાજીક માગ અને પોલિસની સક્રિયતાને કારણે સમગ્ર મામલો પ્રકાશમા તો આવ્યો પરંતુ તપાસમાં થયેલ ચોંકાવનારા ખુલાસા સ્થાનીક પોલીસ સુરક્ષા સામે પણ અનેક સવાલો ઉભા કરે છે. કેમ કે આ સમગ્ર કૌભાડની માસ્ટર માઇન્ડ મનિષા ગોસ્વામી પાલારા જેલમાંથી આ આખા કાંડનુ સંચાલન કરતી હતી અને તેમાં એક આશાસ્પદ અને નિર્દોષ વ્યક્તિને જીવ ગુમાવવો પડ્યો

શુ હતો સમગ્ર મામલો ?

મુળ ઢોરી ગામના અને માધાપરમાં રહેતા ટ્રાન્સપોર્ટર અને વેપારી સામે દુષ્કર્મની ફરીયાદ સાથે અમદાવાદની એક યુવતી દિવ્યા ચૌહાણે દુષ્કર્મની ફરીયાદ નોંધાવી અને બીજા દિવસે સવારે જેના પર આક્ષેપ થયા તે દિલીપ આહિરે ગળેફાંસો ખાઇ આપધાત કરી લીધો શરૂઆતથીજ શંકાસ્પદ એવા કેસમા જેમ-જેમ પોલિસ તપાસ કરતી ગઇ તેમ નવા ખુલાસાઓ થતા ગયા આહિરે સમાજે પણ ન્યાયની માંગ સાથે તટસ્થ તપાસની માંગ કરી અને પોલિસ તપાસમાં ચોંકવનારૂ સત્ય સામે આવ્યુ જેમાં દિવ્યા સાથે મૃત્કએ કોઇ શારીરક સંબધ બાધ્યોજ ન હતો પરંતુ હનીટ્રેપના કેસમાં ફસાવવા માટે આખુ નાટક રચાયુ હતુ અને તેમાં દિવ્યા તો માત્ર મોહરુ હતુ પરંતુ તેની પાછળ 8 અન્ય લોકોની સંડોવણી પ્રાથમીક તપાસમાંજ ખુલ્લી છે. અને હનીટ્રેપમાં ફસાવી 4 કરોડ મેળવવાના ઇરાદા સાથે જ યુવતી અને તેના સાગરીતોએ ખોટો પ્લાન બનાવ્યો હતો.

જેલમાં બંધ મનિષા માસ્ટર માઇન્ડ

કચ્છના પુર્વ ધારાસભ્ય અને ભાજપના આગેવાન જેન્તી ભાનુશાળી હત્યા કેસમાં જેની સંડોવણી છે તેવી મનિષા ગોસ્વામી જ પોલિસ તપાસમાં માસ્ટર માઇન્ડ નિકળી છે. થોડા સમય પહેલાજ આ ટોળકી એકબીજાના સંપર્કમા આવી હતી અને ત્યાર બાદ મનિષા ગોસ્વામીએ જ માધાપરના સામાજીક આગેવાન દિલીપ આહિરને ટાર્ગેટ કરવાનો પ્લાન જેલમાં બેઠાબેઠા કર્યો હતો જો કે ચોંકવાનારી બાબત એ છે કે કેસમાં સતત મનિષા ફોન અને મેસેજ વડે સુચના આપતી હતી. પોલિસે આ મામલે તપાસ કરતા મનિષા ગોસ્વામી સહિત અન્ય 3 મહિલા દિવ્યા ચૌહાણ દુષ્કર્મની ફરીયાદ કરનાર, અંજારની રહેવાસી વકિલ કોમલ તથા રીધ્ધી નામની એક યુવતીનુ નામ સામે આવ્યુ છે તો આકાશ મકવાણા નામના વકિલ સહિત અખલાક પઠાણ, મનિષાતો પતી ગજુ ગોસ્વામી તથા અઝીઝ, અને અજય પ્રજાપતી સહિત કુલ 9 વ્યક્તિઓ આ કાંડમાં સામેલ છે

જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન
લીલી વસ્તુ 'ચા'ને બનાવશે આ બીમારીની દવા
અભિનેત્રી શિલ્પા શેટ્ટીની મોટી મુસીબતનો આવ્યો અંત, જાણો શું છે આખો મામલો
શ્વાસ લેવા બરાબર છે તમારા શરીર માટે આ વિટામિન, દેશમાં 47 ટકા લોકોમાં છે કમી
Bigg Boss 18 : ગુજરાતી મોડલ અદિતિ મિસ્ત્રી બિગ બોસમાં છવાઈ, જુઓ ફોટો

કોઇનુ પણ નામ હોઇ શકે છે લીસ્ટમાં

પોલિસ તપાસમાં મહત્વનો ધટસ્ફોટ એ થયો છે કે મનિષા ભુજની પાલારા જેલમાં ફોનનો ઉપયોગ કરી આ નેટવર્ક ચલાવતી હતી. જેમાં પહેલા કુવૈત રહેવા કચ્છના એક વ્યક્તિને ફસાવવાનો પ્લાન હતો. પરંતુ તે સફળ ન જતા મનિષાએ જ માધાપરના દિલીપનો સંપર્ક કરવા માટેનો પ્લાન તૈયાર કર્યો હતો અને જેમા તેના પતિ સહિતના વ્યક્તિઓ તેની ભુમીકા પ્રમાણે કામ કરતા રહ્યા. આમ પ્રાથમીક તપાસમાં જ મનિષા પહેલા 10 કરોડ હનીટ્રેપમાં ફસાવી રૂપિયા મેળવવાની હતી અને તે શક્ય ન બનતા 4 કરોડમાં માધાપરના યુવક દિલીપ આહિરને ફસાવવાનો પ્લાન તૈયાર કર્યો હતો. જેમાં દુષ્કર્મના નાટકથી લઇ મોંધા રીસોર્ટમાં રોકાણ તથા મજબુત પુરાવા કેસમાં થાય તેવી તૈયારીઓ મનિષાએ મદદગારોની મદદથી કરી હતી. જો કે દિલીપ સામે ખોટી ફરીયાદ નોંધાવનાર દિવ્યા સહિતના લોકોના ફોન કબ્જે કર્યા બાદ કદાચ કચ્છના વધુ પ્રતિષ્ઠીત વ્યક્તિ ટાર્ગેટમાં હોવાનુ ખુલી શકે છે.

કચ્છ જાણે હનીટ્રેપનુ હબ !

ખોટી દુષ્કર્મની ફરીયાદથી લઇને નલિયાકાંડ છબીલ પટેલ અને જેન્તી ભાનુશાળી સામે ખોટી ફરીયાદથી લઇ કચ્છમાં અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે અને કેટલાક રહસ્યો હજુ ધરબાયેલા છે. પરંતુ કચ્છમાં ફરી આવા કિસ્સાઓ વધતા પોલિસ તો સતર્ક બની છે. પરંતુ સરકારે પણ આવા મામલે ગંભીર તપાસ સાથે તેના મુળ સુધી જવાની જરૂર છે. કેમકે પ્રતિષ્ઠા જવાની બીકે અનેક લોકો આવા કાંડનો ભોગ બન્યા છે. તાજેતરના કિસ્સા પછી પોલિસે આ હનીટ્રેપ મામલે ખાસ જાગૃતિ અભીયાન ચલાવવા સાથે આવા ભોગ બનનારને સમાજ અને પોલિસ સમક્ષ જવાની અપિલ કરી છે પરંતુ આવી પ્રવૃતિનો હબ બની ગયેલા કચ્છમાં સરકારે ગંભીરતાથી આવી પ્રવૃતિઓ પર કડક કાર્યવાહી કરવાની જરૂર છે. કેમકે ગંભીર પ્રકારના ગુન્હામાં જેલમાં બંધ મનિષા ગોસ્વામી જેલમાંથી નેટવર્ક ચલાવી રહી છે અને આવી અનેક યુવતીઓ સાથેની ટોળકી હજી સક્રિય છે તેના મજબુત પુરાવા પોલિસના હાથે લાગ્યા છે.

આ પણ વાંચો : દિલીપ આહીર આપઘાત કેસ, યુવકને હનીટ્રેપમાં ફસાવ્યો હોવાનો આહીર સમાજનો આક્ષેપ, જુઓ Video

કચ્છમાં એક દાયકા કરતા પણ ઓછા સમયમાં ગંભીર પ્રકારના આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. અને કેટલાક કિસ્સા સામાજીક ડર અને રાજકીય દબાણમાં પ્રકાશમાંજ નથી આવ્યા ત્યારે ખરેખર આ આખા મામલાની ઉંડાણથી તપાસ કરવામાં આવે તો ભોગ બનનારનુ મોટુ લીસ્ટ સામે આવશે તે એટલુજ સત્ય છે. ત્યાર જોવુ રહ્યુ જેન્તી ભાનુશાળી સીડીકાંડમા સામેલ મનિષા ગોસ્વામીના નવા કાંડનો છેડો ક્યા પહોંચે છે.

કચ્છ જિલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
દ્વારકામાં વૃદ્ધને હનીટ્રેપની જાળમાં ફસાવીને લૂંટ કરતી ટોળકી ઝડપાઈ
દ્વારકામાં વૃદ્ધને હનીટ્રેપની જાળમાં ફસાવીને લૂંટ કરતી ટોળકી ઝડપાઈ
અમદાવાદવાસીઓ ઠંડીમાં ઠુંઠવાવા થઈ જાવ તૈયાર
અમદાવાદવાસીઓ ઠંડીમાં ઠુંઠવાવા થઈ જાવ તૈયાર
News9 global summit માં VfB સ્ટુટગાર્ટના CMO રુવેન કેસ્પરેનું નિવેદન
News9 global summit માં VfB સ્ટુટગાર્ટના CMO રુવેન કેસ્પરેનું નિવેદન
Tv9 નેટવર્કને સ્ટુટગાર્ટમાં આમંત્રણ આપવા બદલ જર્મનીનો આભાર : બરુણ દાસ
Tv9 નેટવર્કને સ્ટુટગાર્ટમાં આમંત્રણ આપવા બદલ જર્મનીનો આભાર : બરુણ દાસ
બનાસકાંઠાના આ ખેડૂતના પાડાની કરોડોમાં લાગે છે બોલી- Video
બનાસકાંઠાના આ ખેડૂતના પાડાની કરોડોમાં લાગે છે બોલી- Video
g clip-path="url(#clip0_868_265)">