Kutch : ગેરકાયદે દબાણો સામે મેગા ઓપરેશનમાં 300થી વધુ દબાણો હટાવાશે, દ્વારકામાં પણ થઈ ડિમોલિશનની કામગીરી

|

Oct 13, 2022 | 3:08 PM

મોહાડી બાદ કચ્છના જખૌ બંદર તેમજ જખૌ જેટી નજીકના ગેરકાયદે દબાણો પર દૂર કરવાનું આયોજન  હતું તે અતંર્ગત આજે  સવારથી  જખૌ બંદર ખાતે કામગીરી શરૂ કરવામાં આવી છે.   ડિમોલિશનની કામગીરીના PMએ વખાણ કર્યા બાદ અસામાજિક તત્વો પણ હવે સ્વૈચ્છિક દબાણો ખાલી કરી તંત્રને સહયોગ આપી રહ્યા છે.

Kutch : ગેરકાયદે દબાણો સામે મેગા ઓપરેશનમાં 300થી વધુ દબાણો હટાવાશે, દ્વારકામાં પણ થઈ ડિમોલિશનની કામગીરી
કચ્છના જખૌમાં ગેરકાયદે દબાણ દૂર કરવાની કામગીરી

Follow us on

દ્વારકાના (Dev bhoomi dwarka)  દરિયાઇ વિસ્તારમાં ગેરકાયદે દબાણો દૂર કર્યા બાદ તંત્રએ હવે કચ્છ   (Kutch)  પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. કચ્છમાં પણ દરિયાઇ વિસ્તાર નજીક તંત્રએ ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી છે  આજે જખૌ બંદર નજીક ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ગત રોજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મોહાડીથી દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. મોહાડી બાદ કચ્છના જખૌ બંદર તેમજ જખૌ જેટી નજીકના ગેરકાયદે દબાણો પર દૂર કરવાનું આયોજન હતું તે અતંર્ગત આજે સવારથી  જખૌ બંદર ખાતે કામગીરી શરૂ કરવામાં આવી છે. ડિમોલિશનની કામગીરીના PMએ વખાણ કર્યા બાદ અસામાજિક તત્વો પણ હવે સ્વૈચ્છિક દબાણો ખાલી કરી તંત્રને સહયોગ આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે જખૌ બંદરે અંદાજિત 300થી વધુ દબાણો દૂર કરવાનું તંત્રનું આયોજન છે.

ગુજરાતમાં  ગેરકાયદે દબાણો સામે મેગા ઓપરેશન ચાલી રહ્યું છે ત્યારે દેવભૂમિ દ્વારકા ના મેગા ડિમોલિશનની કામગીરી બાદ કચ્છ જિલ્લામાં પણ દરિયાકાંઠેથી દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. કચ્છના અબડાસામાં  (Abdasa) આવેલા મોહાડીના દરિયાકાંઠેથી ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી અને મોહાડીના દરિયાકાંઠેથી  5 જેટલા ગેરકાયદે દબાણો દરૂ કરવામાં આવ્યા હતા.  કરવામાં આવશે. આજે વહેલી સવારથી અબડાસાના મોહાડીમાં આ દબાણો દૂર કરવાનું કામ  હાથ ધરવામાં આવ્યું  હતું.

દ્વારકામાં આજે પણ કરવામાં આવી દબાણ હટાવવાની કામગીરી

તો બીજી તરફ દ્વારકામાં આજે પણ 7  જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા છે બેટ દ્વારકાના પાંજ વિસ્તારમાં બિનઅધિકૃત ખડકાયેલા દબાણો પર ફરી બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે અને   ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રહેણાંક અને વ્યવસાયિક દબાણો દૂર કરવા તંત્રની કવાયત હાથ ધરવામાં આવી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

દ્વારકામાં પણ સાત દિવસ ચાલી હતી મેગા  ડિમોલિશનની કામગીરી

મેગા ડિમોલિશન દ્વારા બેટ દ્વારકામાં 8 કરોડથી વધુની કિંમતની જમીન ઉપર ગેરકાયદે દબાણ  (Illegal ) દૂર કરીને બે લાખ નેવું હજાર ફૂટ ગામતળ, ગોચર અને મરીન વિસ્તારની જમીન ખુલ્લી કરવામાં આવી છે. દરિયાઇ સુરક્ષા (Coastal Security) ને ધ્યાનમાં રાખીને ગૃહ વિભાગે કરેલા આદેશ બાદ  સાત દિવસમાં દેવભુમિ દ્વારકા (Dwarka) ના બેટ દ્વારકામાં દરિયાકાંઠા વિસ્તારમાં આવેલા ગેરકાયદે મકાનો (Illegal Houses) દૂર કરવામાં આવ્યા હતા.

 

વિથ ઇનપુટ ક્રેડિટ:  જય દવે કચ્છ, ટીવી9, મનીષ જોષી, દ્વારકા ટીવી9

Next Article