Kutch: લંડનમાં કચ્છી ગુજરાતીઓએ નવરાત્રીની કરી ઉજવણી, પોલીસ પણ ગરબાના તાલે ઝુમતી જોવા મળી

|

Oct 03, 2022 | 5:32 PM

Kutch: લંડનમાં વસતા કચ્છી ગુજરાતીઓ જેમા લેઉઆ પટેલ સમાજ અને કચ્છી સોશિયલ કલ્ચર સોસાયટી દ્વારા નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યુ છે. યુરોપમાં થતા નવરાત્રીના આયોજનોમાં આ સૌથા મોટી નવરાત્રી છે. આ ગરબાના આયોજનમાં યુ.કે.માં ભારતનું સરકારનું પ્રતિનિધિત્વ કરતા હાઈકમિશનર સહિતના અગ્રણીઓ પણ સામેલ થયા હતા.

Kutch: લંડનમાં કચ્છી ગુજરાતીઓએ નવરાત્રીની કરી ઉજવણી, પોલીસ પણ ગરબાના તાલે ઝુમતી જોવા મળી

Follow us on

કોરોના ના કારણે છેલ્લા 2 વર્ષ દરમ્યાન સમગ્ર વિશ્વ માં વસતા ગુજરાતીઓ ખેલિયાઓ ગરબા-નવરાત્રીથી વંચિત રહ્યા હતા, ભારત જ્યારે વિશ્વગુરૂ તરફ આગળ વધી રહ્યું છે અને ગુજરાતની નવરાત્રીને જ્યારે યુનેસ્કોમાં સ્થાન મળ્યું છે ત્યારે દેશ વિદેશમાં નવરાત્રીએ આ વખતે અનેરું આકર્ષણ જમાવ્યું છે U.Kની વાત કરીએ તો વર્ષોથી લંડનમાં કચ્છી (Kutch) લેઉઆ પટેલ સમાજ અને કચ્છી સોશિયલ કલ્ચર સોસાયટી (Kutchi Social Culture Society)દ્વારા નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે. શનિવાર રાત્રે કચ્છી લેઉઆ પટેલ કોમ્યુનિટી લંડન (London) દ્વારા જે નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે તે યુરોપની સૌથી મોટી નવરાત્રી છે ત્યાં તમામ સમાજના ગુજરાતી ભાઈ-બહેનો ગરબાની રમઝટ બોલાવે છે

સમાજના પૂર્વ પ્રમુખ વેલજીભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે શનિવારની રાત્રી હોય લંડનના જુદા જુદા વિસ્તારોમાંથી ગરબા રમવા માટે મોટી સંખ્યામાં ગુજરાતીઓ ઉમટી પડ્યા હતા, આ પ્રસંગે યુ.કે.માં ભારત સરકારનું પ્રતિનિધિત્વ કરતાં હાઈકમિશનર તથા વિક્રમ કે દોરાઈસ્વામી, સાંસદ બોબ બ્લેકમેન, ગેરેથ થોમસ બેરી ગાર્ડીનર સાથે કાઉન્સિલ્સ, સમાજ ના અગ્રણીઓ વિનોદ હાલાઈ, હીરજી કિંગ્સબરી ફ્રુટ્સ, અને કાંતિ પીંડોરીયાને સમાજ વતી સમાજના પ્રમુખ માવજી વેકરીયા અને સામાજીક કાર્યકર અને પૂર્વ પ્રમુખ રામજી વેકરીયાએ તેમનું સ્વાગત કરી આવકાર્યા હતા.

ઉપસ્થિત હાઈકમિશનર સહિતના મહાનુભાવોએ માતાજીની આરતી કરી હતી, 2500 થી વધારે લોકોએ રાઉન્ડઅપ ગરબે ઘુમ્યા હતા, જ્યારે કેન્ટન-કિંગ્સબરી ખાતે કચ્છ સોશિયલ કલ્ચર સોસાયટી દ્વારા યોજવામાં આવેલ ગરબી અંગે વિગતો આપતાં લેડી ખેલૈયા કાંતાબેન પટેલ અને સ્થાનિક રામજી વેલાણી એ જણાવ્યું હતું કે , સંગીત અને સુરના સથવારે ઉમંગ ચડતાં પોતાની ડ્યુટી પર જ મહિલા અને પુરુષ પોલીસે ડ્રેસમાં જ ગરબાના તાલે ઝૂમીને ગરબામાં ઉત્સાહભેર લાભ લીધો હતો.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

નવરાત્રીના થોડા દિવસ પહેલાં જ ઇંગ્લેન્ડના લેસ્ટરમાં સાંપ્રદાયિક સંઘર્ષને રૂપ આપી ધ્વજ અપમાનજનક રીતે તોડીને સળગાવી મુક્યો હતો. આ ઘટનાથી ચિંતીત થઈ આયોજકોએ પોતાની રીતે તો સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની સાથે બ્રિટન સરકારે પણ નવરાત્રી પર્વ વચ્ચે ફરી કોઈ ઉપદ્રવ ન થાય તે હેતુથી કાર્યક્રમ સ્થળે પોલીસ સિક્યોરિટી ગોઠવી આપી પૂરતા પ્રમાણમાં સુરક્ષાના પગલાં લીધેલ છે.

ઇંગ્લેન્ડની નવરાત્રિમાં પણ એવું જ થયું. માતાજીની આરતીનો ભ‌ક્તિમય માહોલ, પરંપરાગત રંગબેરંગી વેશભૂષામાં સજ્જ ગુજરાતીઓના રાસ અને ગરબાનો સ્થાનિક માહોલ જોઈને અતિ અનુશાસિત ગણાતા આ દેશના મહિલા અને પુરુષ પોલીસ અધિકારીઓ પણ સુરક્ષા બાબતે એટલા નિશ્ચિંત બન્યા કે પોતે પણ બધી ચિંતા છોડીને ગરબા રમવા લાગી ગયા હતા, આ નવરાત્રિ પ્રસંગે યુ.કેમાં વસવાટ કરતાં દરેક ક્ષેત્ર સાથે સંકળાયેલા મહાનુભવોમાં કાઉન્સિલરો, ડૉક્ટરો, સોલિસીટર , ઉધોગપતિઓ, વેપારીઓ, જોડાયા હતા.

Published On - 11:27 pm, Sun, 2 October 22

Next Article