Valsad: વાપીમાં ટ્રાન્સપોર્ટ નગરની વર્ષો જૂની માગ હજુ સંતોષાઈ નથી, શહેરમાં દરરોજ સર્જાય છે ટ્રાફિકની સમસ્યા
વાપીમાં 2500થી વધુ ટ્રાન્સપોર્ટરો છે. અને વાપીમાં પાડોશી દેશ શ્રીલંકા, બાંગ્લાદેશ જેવા સ્થળોની ટ્રકો પણ આવે છે. જોકે માલ ઉતારવા કે પછી માલ ભરવામાં જો સમય લાગે તો ના છૂટકે ટ્રક ચાલકોએ આડેધડ ટ્રક પાર્ક કરવા સિવાય કોઈ વિકલ્પ નથી.
Valsad: સમગ્ર એશિયાની જાણીતા વાપી (Vapi) ઉદ્યોગનગરમાં ટ્રાન્સપોર્ટ નગરની વર્ષો જૂની માંગ હજુ સંતોષાઈ નથી. વાપીમાં રોજના હજારો ટ્રકોની અવરજવર છે. તેવા સમયે ટ્રાન્સપોર્ટ નગર (Transport town)હોવું જરૂરી છે. જેથી વાપીના ટ્રાન્સપોર્ટરો વર્ષોથી અલાયદા જગ્યા ફાળવવાની માંગ કરી રહ્યા છે. પરંતુ ચૂંટણીના સમયે રાજકારણીઓ વાયદા કરીને ટ્રાન્સપોર્ટરોને કોણીએ ગોળ ચોંટાડતા હોય એમ ફલિત થઇ રહ્યા છે.
વાપીએ દેશ અને દુનિયામાં જાણીતું ઔદ્યોગિક હબ છે. વાપીમાં હજારો ઉદ્યોગો ધમધમે છે અને કેમીકલથી લઈને પેપર મિલમાં વાપીનું નામ છે. દુનિયાભરમાં વાપીથી એક્સપોર્ટ થાય છે. તો એટલા જ મોટા પ્રમાણમાં ઈમ્પોર્ટ પણ થાય છે. જેથી દેશભરમાંથી વાપીમાં વાહનોની અવરજવર રહે છે. રોજની અંદાજે 7 હજારના પૈંડા વાપીમાં ફરે છે. જોકે વાપીમાં આવતા વાહનો માટે પાર્કિંગની કોઈ જ વ્યવસ્થા નથી અને નાછૂટકે ટ્રક ચાલક એ જગ્યા શોધીને ટ્રકો પાર્ક કરવી પડી રહી છે અને એટલા માટે જ રોડની સાઈડ ઉપર પણ ટ્રકો પાર્ક થતી હોવાથી વારંવાર ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. જેથી વાપીને ટ્રાન્સપોર્ટ નગર ફાળવવા માટે વાપીના ટ્રાન્સપોર્ટરોએ સરકાર પાસે માંગ કરી હતી.આ માટે તેમણે સ્થાનિક નેતા, ધારાસભ્યને પણ રજૂઆત કરી હતી.જોકે હજુ સુધી તેમની માંગ સંતોષાઇ નથી.
વાપીમાં 2500થી વધુ ટ્રાન્સપોર્ટરો છે. અને વાપીમાં પાડોશી દેશ શ્રીલંકા, બાંગ્લાદેશ જેવા સ્થળોની ટ્રકો પણ આવે છે. જોકે માલ ઉતારવા કે પછી માલ ભરવામાં જો સમય લાગે તો ના છૂટકે ટ્રક ચાલકોએ આડેધડ ટ્રક પાર્ક કરવા સિવાય કોઈ વિકલ્પ નથી. એટલું જ નહિ પણ ટ્રક ચાલક અને ક્લીનર માટે નાહવા ધોવા માટેની પણ વ્યવસ્થા નથી. આથી વાપીમાં ટ્રાન્સપોર્ટ નગર ખૂબજ જરૂરી છે. તો આ મામલે રાજ્યના હાલના નાણામંત્રી કનુભાઈ દેસાઈને અગાઉ પણ હજારો વખત રજૂઆતો કરી છે. પરંતુ ચૂંટણી સમયે વાયદાઓના સોદા કરીને નેતાજી મિસ્ટર ઇન્ડિયાને જેમ ગાયબ થઇ જાય છે. જોકે આ વખતે પણ સરકારમાં રજૂઆત કરી હોવાની કનુભાઈ વાત કરી રહ્યા છે.
વાપીમાં ટ્રાફિક સમસ્યા મોટા પ્રમાણમાં છે અને મોટાભાગે આ સમસ્યાનું કારણ ટ્રકોનું પાર્કિંગ છે. ત્યારે વાપીમાં જો ટ્રાન્સપોર્ટ નગર બને તો 80 ટકા જેટલી વાપીમાં ટ્રાફિકની સમસ્યાનો હલ આવી શકે છે.જોકે સરકારમાં યોગ્ય રજૂઆત કરી પરીસ્થિતિથી માહિતગાર કરી અને વાસ્તવિકતા જણાવીને ટ્રાન્સપોર્ટ નગર માટેની જમીન ફાળવવા માટેનો ઓર્ડર કરાવે એટલું પાણી સ્થાનિક નેતામાં નથી. ત્યારે હવે નાણા મંત્રી બન્યા બાદ કનુભાઈએ મોટા ઉપાડે રજૂઆત કરી હોવાની જાહેરાત તો કરી છે. પરંતુ આ જાહેરાત માત્ર શબ્દો અને કાગળોમાં અટવાઈ રહે છે કે પછી તેના ઉપર અમલ પણ થાય છે એ જોવું રહ્યું.
આ પણ વાંચો: RBI Recruitment 2022: ભારતીય રિઝર્વ બેંક ઘણી જગ્યાઓ માટે બહાર પાડી ભરતી, જાણો કેવી રીતે કરવી અરજી
આ પણ વાંચો – RRRમાં પોતાની એક્ટિંગથી ચાહકોના દિલ જીતનાર બ્રિટિશ અભિનેત્રી ઓલિવિયાએ એસએસ રાજામૌલીનો માન્યો આભાર, જાણો શું કહ્યું ?