Kutch: બન્ની વિસ્તારને ફોરેસ્ટના સ્થાને રેવન્યૂનો દરજ્જો મળે તે અંગે ચર્ચા, વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્યે યોજી ખાસ બેઠક

|

Sep 29, 2022 | 12:09 PM

ભુજ તાલુકાના ઝુરા ગામ નજીક કાયલા ડેમથી દૂર હેઠાવાસમાં કાયલા-2 તટની સિંચાઇ યોજનાના સૂચિત બાંધકામ અંગે વન વિભાગના ધારાધોરણ જાળવીને એન.ઓ.સી. આપવા તેમજ ભુજ તાલુકાના કાઢવાંઢ ગામે સિંચાઇ વિભાગ દ્રાર મંજૂરી થયેલ કામને પણ વન વિભાગ દ્વારા સત્વરે એન.ઓ.સી. આપે તેવી ચર્ચા કરી હતી.

Kutch: બન્ની વિસ્તારને ફોરેસ્ટના સ્થાને રેવન્યૂનો દરજ્જો મળે તે અંગે ચર્ચા, વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્યે યોજી ખાસ બેઠક
બન્ની વિસ્તારના ફોરેસ્ટ સેટલમેન્ટની કાર્યવાહી માટે બેઠક

Follow us on

કચ્છના  (Kutch) વિશેષ વિસ્તાર તરીકે જાણીતા બન્ની વિસ્તારની  (Banni area) વર્ષોથી કરાતી માંગ માટે આજે ફરી ચર્ચા હાથ ધરવામાં આવી હતી. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ( Speaker of the Legislative Assembly ) નીમાબેન આચાર્યએ કચ્છ જીલ્લાના ભુજ તાલુકાના ઉત્તરે આવેલ બન્ની વિસ્તાર માટે ફોરેસ્ટ સેટલમેન્ટની કાર્યવાહીને વેગ આપવા વન – પર્યવારણના મંત્રી કિરીટસિંહ રાણા તથા વિભાગના રાજય સ્તરના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી.

ભારત સરકારે બન્ની વિસ્તારને રીર્ઝવ ફોરેસ્ટ  (Reserve Forest) તરીકે જાહેર કરેલો છે અને બન્ની વિસ્તારના ફોરેસ્ટ સેટલમેન્ટની કાર્યવાહી લાંબા સમયથી વન વિભાગમાં પડતર છે. બન્નીનો વિસ્તાર કચ્છ રાજય વખતથી પ્રોટેકટેડ જંગલ તરીકે જાહેર કરવામાં આવેલ છે. જે તે વખતે સેટલમેન્ટની કોના દ્વારા કાર્યવાહી કરવાની થાય છે તે નકકી થતું ન હતું. જેથી આ વિસ્તારમાં વન અધિકાર અધિનિયમ2006 હેઠળ કાર્યવાહી કરવામાં આવે તેવી બન્ની વિસ્તારના લોકોની માંગણી હતી. જો ફોરેસ્ટ સેટલેમેન્ટની કાર્યવાહી સમય-મર્યાદામાં પૂર્ણ થાય તો જ બન્ની વિસ્તાર હેઠળ આવતા ગામોને રેવન્યુ દરજજો મળે અને સ્થાનિક નાગરિકોને રાજય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મળી શકે આ હેતુ નજર સમક્ષ રાખીને વિધાનસભાના અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્યએ વન મંત્રી કિરીટસિંહ રાણા અને વન વિભાગના અધિકારીઓને મહેસુલ વિભાગના પરામર્શમાં રહીને લાંબા સમયથી પડતર આ પ્રશ્નનો હકારાત્મક અને પરિણામલક્ષી ઉકેલ લાવવા જણાવ્યું હતું.

આ ઉપરાંત ભુજ તાલુકાના ઝુરા ગામ નજીક કાયલા ડેમથી દૂર હેઠાવાસમાં કાયલા-2 તટની સિંચાઇ યોજનાના સૂચિત બાંધકામ અંગે વન વિભાગના ધારાધોરણ જાળવીને એન.ઓ.સી. આપવા તેમજ ભુજ તાલુકાના કાઢવાંઢ ગામે સિંચાઇ વિભાગ દ્રાર મંજૂરી થયેલ કામને પણ વન વિભાગ દ્વારા સત્વરે એન.ઓ.સી. આપે તેવી ચર્ચા કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે બન્ની ગ્રાસલેન્ડ જે વિસ્તારમાં આવેલુ છે તે વિસ્તારના લોકો રેવન્યુ દરજ્જો લાંબા સમયથી મળ્યો નથી જેને લઇને અનેક વિવાદો થઇ ચુક્યા છે. ત્યારે આ વિસ્તારના ધારાસભ્ય અને વિધાનસભા અધ્યક્ષ એવા નિમાબેન ફરી સક્રિય રીતે આ કાર્ય ઝડપથી પુર્ણ કરવા પ્રયત્નો હાથ ધર્યા છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે આવાસોનું ઈ લોકાર્પણ

વડાપ્રધાનના વરદ હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ) અંતર્ગત 30  સપ્ટેમ્બર, 2022ના રોજ બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે લાભાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલા 15000 આવાસોના વર્ચ્યુઅલ લોકાર્પણનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ અંતર્ગત કચ્છ જિલ્લાના 183 આવાસોનું પણ લોકાર્પણ કરાશે.  કચ્છ  જિલ્લાના 02  લાભાર્થીઓ સાથે વડાપ્રધાન  નરેન્દ્ર મોદી સીધો સંવાદ કરશે.

Published On - 12:09 pm, Thu, 29 September 22

Next Article