Kutch : ભુજમાં વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્યએ બે વોટર સંપનું લોકાર્પણ કર્યું

ગુજરાતમાં ઉનાળાની શરૂઆતથી અસર સામાન્ય રીતે કચ્છ જિલ્લામાં જોવા મળે છે. જેમાં પણ ઉનાળા દરમ્યાન પીવાના પાણી માટે લોકોને વલખાં મારવાની સ્થિતિ આવે છે. તેવા સમયે ભુજમાં પીવાના પાણીના નિરાકરણ માટે સંપના લોકાર્પણથી લોકોની હાડમારીમાં ચોક્કસ ઘટાડો થશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 19, 2022 | 10:27 PM

કચ્છના મુખ્ય મથક ભુજમાં(Bhuj) આકરા ઉનાળા દરમિયાન પાણીની(Water)સહેજ પણ તકલીફ નહીં પડે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ નીમા આચાર્યએ(Nimaben Acharya)  બે વોટર સંપનું લોકાર્પણ કર્યું છે. જેમાં 75 લાખ રૂપિયાના ખર્ચે બનેલા ભુજીયા સંપ તથા 50 લાખ લીટર પાણીની ક્ષમતાના શિવકૃપાનગર સંપનું લોકાર્પણ કરાયું. જ્યારે મા અમૃતમ યોજના અંતર્ગત થયેલા વિકાસ કાર્યોથી પાણીનો સ્ટોરેજ વધતા ભુજના અનેક વિસ્તારમાં નિયમિત પાણીનો પુરવઠો મળી રહેશે. તેમજ તેના લીધે હવે ભુજવાસીઓને પાણી માટે વલખા નહીં મારવા પડે. ગુજરાતમાં ઉનાળાની શરૂઆતથી અસર સામાન્ય રીતે કચ્છ જિલ્લામાં જોવા મળે છે. જેમાં પણ ઉનાળા દરમ્યાન પીવાના પાણી માટે લોકોને વલખાં મારવાની સ્થિતિ આવે છે. તેવા સમયે ભુજમાં પીવાના પાણીના નિરાકરણ માટે સંપના લોકાર્પણથી લોકોની હાડમારીમાં ચોક્કસ ઘટાડો થશે.

કચ્છમાં છેલ્લા બે દિવસથી તાપમાનના પારો 40ને પાર

ઉનાળાની તો હજુ શરૂઆત છે પરંતુ સુર્યદેવ જાણે કે અગન ગોળા વરસાવી રહ્યા છે.રાજ્યના અનેક શહેરોમાં ગરમીનો પારો ઉપર જઇ રહ્યો છે. અને નાગરિકોને અત્યારથી જ શેકાવાનો વારો આવ્યો છે. હવામાન વિભાગે પણ કારમી ગરમીની આગાહી કરી છે. ત્યારે કચ્છમાં છેલ્લા બે દિવસથી તાપમાનના પારો 40ને પાર પહોંચ્યો છે.ઉલ્લેખનીય છે કે હોળાષ્ટક બાદ રાજ્યમાં ગરમીની વિધિવત શરૂઆત થતી હોય છે.પરંતુ ગ્લોબલ વોર્મિંગને પગલે હવે ઋતુનું ચક્ર ખોરવાયું છે…અને આકરી ગરમી પડી રહી છે.કચ્છમાં પણ વધી રહેલી ગરમીએ નાગરિકોની મુશ્કેલી વધારી છે.

આ પણ વાંચો : Rajkot: ગોંડલમાં નાની એવી બાબતમાં મોટા ભાઇએ નાના ભાઇની હત્યા કરી નાખી, જાણો શું હતો વિવાદ

આ પણ વાંચો : હાર્દિક પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાશે ? આમ આદમી પાર્ટીને મોટો પાટીદાર ચહેરો મળશે ?

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">