Kutch: પાણીની આડમાં દારૂની ડીલિવરીનો બુટલેગરનો કીમિયો, પણ LCBએ પાણી ફેરવી નાખ્યું

પોલીસની પ્રાથમિક તપાસમાં એક પાણીના જગમાં દારૂ બીયરની 7 થી વધુ બોટલો ગોઠવી હેરફેર કરાતી હોવાનુ સામે આવ્યુ છે પરંતુ કેટલા સમયથી આ કારસ્તાન ચાલે છે તેની તપાસ કરાશે.

Kutch: પાણીની આડમાં દારૂની ડીલિવરીનો બુટલેગરનો કીમિયો, પણ LCBએ પાણી ફેરવી નાખ્યું
કચ્છમાં પાણીના જગમાં દારૂની હેરફેરનુ કારસ્તાન ઝડપાયું.
Follow Us:
Jay Dave
| Edited By: | Updated on: Mar 10, 2022 | 1:02 PM

પોલીસ (Police) ની સતર્કતાના દાવા વચ્ચે દારૂની હેરફેર અટકી નથી. તાજેતરમાં જ ગાંધીધામ (Gandhidham)  GIDC વિસ્તારના એક ગોડાઉમાંથી લાખો રૂપીયાનો દારૂનો જથ્થો ઝડપાયો હતો. તો કચ્છ (Kutch) ના અનેક વિસ્તારોમાં દારૂ ઝડપાવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જો કે પોલીસની સતર્કતા સામે બુટલેગરો પણ નવાનવા કિમીયા અજમાવી દારૂની ડીલેવરી માટે પ્રયત્નો કરી રહ્યા છે.

આવો જ એક કીમિયો બુટલેગરો (Bootlegger) એ અજમાવ્યો હતો. અને પાણીના જગમાં દારૂની ડીલેવરી માટેની તૈયારી કરી હતી. પરંતુ પોલીસે બાતમીના આધારે દારૂની હેરફેરનુ આ કારસ્તાન ઝડપી પાડ્યુ છે. પાણીના જગ,દારૂની 400 થી વધુ બોટલો સહિત પુર્વ કચ્છ LCB 2 શખ્સોને 6 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.

કચ્છમાં આમતો વિવિધ વસ્તુઓની આડમાં બહારી રાજ્યોમાંથી અગાઉ લાખો રૂપિયાનો દારૂ ધુસાડવાનો પ્રયત્ન થયો છે અને ધુસી પણ ગયો હશે? જો કે આદિપુરમાં બાતમીને આધારે પૂર્વ કચ્છ LCB એ આશાપુરા નામથી ચાલતા પાણીના પ્લાન્ટમાં દરોડો પાડ્યો હતો અને પોલીસની બાતમી સાચી ઠરી હતી. અલગ-અલગ બ્રાન્ડની મોંધી શરાબની 487 બોટલ મળી આવી હતી.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

જોકે દારૂ કરતા તેની હેરફેર માટે જે કીમિયો હતો તે જોઇ પોલિસ ચોંકી ગઇ હતી. પાણીના મોટા જગમાં દારૂની બોટલો ગોઠવી દારૂની ડીલવરી થતી હોવાનુ તપાસમાં સામે આવ્યુ હતુ. જે મામલે સિનિલસિંગ ઉર્ફે ગોલુ માનસિંગ તોમર તથા મહેન્દ્ર બાબુરામ રબારીની ધરપકડ કરી હતી જ્યારે આશાપુરા ડ્રીકગ વોટરસના રાજેશ સુંદરદાસ ટેકચંદાણીનુ નામ તપાસમાં સામે આવ્યુ છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં એક પાણીના જગમાં દારૂ બીયરની 7 થી વધુ બોટલો ગોઠવી હેરફેર કરાતી હોવાનુ સામે આવ્યુ છે પરંતુ કેટલા સમયથી આ કારસ્તાન ચાલે છે અન્ય કોની સંડોવણી છે. તે સહિત ક્યાથી માલ આવતો અને ક્યા ડીલેવરી અપાતી તે સંદર્ભની તપાસ LCB કરશે તેવુ LCB પી.આઇ ડી.બી પરમારે જણાવ્યુ છે.

કચ્છમાં આવી અલગ-અલગ પ્રકારની વસ્તુઓની આડમાં દારૂની હેરફેરના અનેક કિસ્સાઓ પોલીસે ઉજાગર કર્યા છે. પરંતુ કડક કાર્યવાહીની વાતો વચ્ચે કચ્છમાં મોટી માત્રામાં દારૂ ધુસી જાય છે તે પણ હકીકત છે. ત્યારે પોલીસ હજુ વધુ સતર્ક બને તે જરૂરી છે. જો કે હાલ પાણીની આડમાં દારૂની હેરફેરના કીમીયા પર LCB એ પાણી ફેરવી નાંખ્યુ છે.

આ પણ વાંચોઃ Ahmedabad: મૃત વ્યક્તિના નામે બોગસ દસ્તાવેજોના આધારે ખાતું ખોલી કરોડોના વ્યવહાર કર્યા, શાહપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

આ પણ વાંચોઃ સુરત પોલીસ અચાનક હરકતમાં આવી, પાંડેસરા વિસ્તારમાં એક સાથે 20 ટીમોએ કોમ્બિંગ કરીને 50થી વધુ લોકોની ધરપકડ કરી

g clip-path="url(#clip0_868_265)">