Kutch : મુન્દ્રા પોર્ટ ડ્રગ્સ કેસનો આરોપી જેલ હવાલે,કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

|

Jul 17, 2022 | 11:07 PM

આ કેસ અંતર્ગત ગુજરાત ATS ને ગુપ્ત માહિતી મળી હતી કે, દુબઇના જેબલ અલી પોર્ટથી આવેલા કન્ટેનરમાં કરોડોનું હેરોઇન છુપાવવામાં આવ્યું છે.

Kutch : મુન્દ્રા પોર્ટ ડ્રગ્સ કેસનો આરોપી જેલ હવાલે,કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
Accused arrested in Mundra port case

Follow us on

કચ્છના મુન્દ્રા પોર્ટ (Mundra Port) પરથી ગુજરાત ATS અને પંજાબ પોલીસે ઝડપેલા ડ્રગ્સ મુદ્દે વધુ એક આરોપી ઝડપાયો છે. ગુજરાત ATSએ (Gujarat ATS)  આરોપી દિપક કિંગરની ધરપકડ કરી છે.ટ્રાન્ઝિટ વોરન્ટના(Transit Warrent)  આધારે ધરપકડ બાદ આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે.રિમાન્ડની માગ સાથે ભુજ NDPS કોર્ટ સમક્ષ રજૂ કરાયો હતો.કોર્ટે આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ઇમ્પોર્ટર તરીકે માલ મંગાવવામાં દિપકની ભુમિકા છે.તમને જણાવી દઈએ કે, ગુજરાત ATS ને ગુપ્ત માહિતી મળી હતી કે, દુબઇના જેબલ અલી પોર્ટથી આવેલા કન્ટેનરમાં કરોડોનું હેરોઇન છુપાવવામાં આવ્યું છે.

કચ્છ ડ્રગ્સનું હબ તો નથી બની રહ્યું ને ?

જે બાદ તપાસ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી. આ કન્ટેનરમાં કપડા હતા. આ કન્ટેનરમાં તપાસ કરતા કપડાની અંદરના હાર્ડ બોર્ડની અંદરથી ડ્રગ્સ મળ્યું હતુ.ગુજરાત ATSની ટીમને આ કન્સાઇમેન્ટ મળતા જ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ અગાઉ કચ્છના કંડલા (Kandala) નજીક ખાનગી CFSમાંથી ઝડપાયેલા ડ્રગ્સ કેસમાં મોટી સફળતા મળી છે. આ કેસમાં DRIએ ઉત્તરાખંડના ઇમ્પોર્ટરની પંજાબથી ધરપકડ કરી હતી. તેને પંજાબમાં અમૃતસર કોર્ટમાં રજૂ કર્યા બાદ DRI આજે ભુજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કંડલા ખાનગી CFSમાંથી 1439 કરોડનુ ડ્રગ્સ ઝડપાયું હતું. આ ડ્રગ્સ ઇરાનના અબ્બાસ પોર્ટ પરથી જીમ પાઉડરની આડમાં લવાયુ હતુ.

Published On - 8:12 pm, Sun, 17 July 22

Next Article