KUTCH : સતના પારખા : રાપરમાં ઉકળતા તેલમાં 6 લોકોના હાથ બોળાવ્યાં, જુઓ શું થયું પછી
કચ્છ જિલ્લાના રાપર તાલુકાના ગેડી ગામે બનેલી આ ઘટનાને કારણે વાગડ સહીત સમગ્ર કચ્છમાં ચકચાર મચી ગઈ છે.
KUTCH : રાજ્યમાં ફરી એક વાર અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે. સતના પારખા કરવા કચ્છ જિલ્લાના રાપર તાલુકાના ગેડી ગામે 6 લોકોના ઉકળતા તેલમાં હાથ બોળાવવામાં આવ્યાં હતા. આ ઘટના બાદ જે થયું એ જોઇને સૌ કોઈમાં અરેરાટી મચી ગઈ છે. કારણ કે ઉકળતા તેલમાં હાથ બોળ્યા બાદ આ તમામ લોકોના હાથ ગંભીર રીતે દાઝી ગયા છે.
કચ્છ જિલ્લાના રાપર તાલુકાના ગેડી ગામે એક પરણિતા કોઈ જગ્યાએ ચાલી ગઈ હતી. તેના પતિએ પરણિતાના પિયરીયા પર તેને ભાગવામાં મદદ કરી હોવાનો અને તેને ભગાડવાનો આરોપ લગાવ્યો હતો. જમાઈને તેના સસરા સહીત 6 લોકોને માતાજીના મંદિર બોલાવ્યાં હતા અને કહ્યું કે જો પરણિતા ભાગી જવામાં એમનો કોઈ હાથ ન હોય તો ઉકળતા તેલમાં હાથ બોળવામાં આવે. બીજી બાજુ યુવતીના પિયરીયાઓએ પણ પોતે નિર્દોષ હોવાનું સાબિત કરવા માટે ઉકળતા તેલમાં હાથ બોલી દીધા.
આ ઘટનાને કારણે વાગડ સહીત સમગ્ર કચ્છમાં ચકચાર મચી ગઈ છે. બળજબરી પૂર્વક ઉકળતા તેલમાં હાથ નાખવા મજબૂર કરતા 6 લોકોના હાથ ગંભીર રીતે દાઝી ગયા છે અને તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.
આ પણ વાંચો : AHMEDABAD : ગ્રાન્ટ ઇન એઇડ કોલેજને ખાનગી યુનિવર્સિટીમાં સમાવવાના નિર્ણયનો અધ્યાપકોએ રાજ્યભરમાં વિરોધ કર્યો
આ પણ વાંચો : Ahmedabad: પોલીસકર્મીની દબંગાઈનો આવ્યો અંત, મારામારીના ગુનામાં નાસતા ફરતા પોલીસકર્મીની ધરપકડ