AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અરબી સમુદ્રથી Cyclone Biparjoyની ગુજરાત તરફ આગેકૂચ, સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાને ઓળંગશે વાવાઝોડું, જાણો શું છે વાવાઝોડાની મોટી વાતો

એક તરફ બિપરજોય વાવાઝોડાને લઈને રાજ્ય પર સંકટ તોળાઈ રહ્યું છે. બીજી તરફ સરકાર વાવાઝોડાને પગલે તૈયારીઓમાં જોતરાયુ છે.

અરબી સમુદ્રથી Cyclone Biparjoyની ગુજરાત તરફ આગેકૂચ, સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાને ઓળંગશે વાવાઝોડું, જાણો શું છે વાવાઝોડાની મોટી વાતો
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 13, 2023 | 11:22 AM
Share

Cyclone Biparjoy : એક તરફ બિપરજોય વાવાઝોડાને લઈને રાજ્ય પર સંકટ તોળાઈ રહ્યું છે. બીજી તરફ સરકાર વાવાઝોડાને પગલે તૈયારીઓમાં જોતરાયુ છે. સરકારે બેઠકોનો દોર શરૂ કરી વાવાઝોડાનો સામનો કરવા માટે સજ્જ થઈ ચૂક્યુ છે. ત્યારે તંત્ર કેવી તૈયારીઓ કરી રહ્યું છે.

આ પણ વાંચો- Gujarat Video: રાજકોટના ધોરાજીમાં જળબંબાકાર, 1 કલાકમાં 2 ઈંચ વરસાદ ખાબકતા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

બિપરજોય વાવાઝોડાને લઈને કેન્દ્રીય ગૃહપ્રધાનની આજે ઉચ્ચસ્તરીય બેઠક

બિપરજોય વાવાઝોડાને પહોંચી વળવા બેઠકોનો દોર ચાલી રહ્યો છે. ત્યારે આજે ગૃહપ્રધાન અમિત શાહ આ મુદ્દે બેઠક કરશે. બપોરે 3 કલાકે વીડિયો કોન્ફરન્સથી યોજશે બેઠક . ત્યારે આ બેઠકમાં રાજ્યના ઉચ્ચ અધિકારીઓ, 6 જિલ્લાના અધિકારીઓ જોડાશે. 6 જિલ્લાના ધારાસભ્યો પણ બેઠકમાં સામેલ થશે.

દ્વારકાના દરિયામાં ભારતીય કોસ્ટગાર્ડનું દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન

એક તરફ ગુજરાતમાં Cyclone Biparjoyનું સંકટ તોળાઇ રહ્યુ છે. દરિયાકાંઠા અને આસપાસના વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યુ છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચન કરવામાં આવ્યુ છે. ત્યાં બીજી તરફ દેવભૂમિ દ્વારકાના દરિયામાં ભારતીય કોસ્ટગાર્ડનું દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન કર્યુ છે. મધદરિયે ફસાયેલા ઓઇલ રીગમાં કામ કરતા કર્મચારીઓને બચાવવામાં આવ્યા છે.

200થી વધુ 108 એમ્બ્યુલન્સ સૌરાષ્ટ્રના દરિયા કાંઠા વિસ્તારોમાં મુકાઇ

ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડાના તોળાઇ રહેલા સંભવિત સંકટને પગલે સર્જાયેલી પરિસ્થિતિનો કયાસ કાઢવા માટે તંત્ર સજ્જ છે. ગુજરાતમાં 108 ઇમરજન્સી સેવા દરિયાકાંઠા વિસ્તારો માટે ખાસ સજ્જ કરવામાં આવી છે. 200થી વધુ 108 એમ્બ્યુલન્સ સૌરાષ્ટ્રના દરિયા કાંઠા વિસ્તારોમાં મુકાઇ છે.

CM ભૂપેન્દ્ર પટેલે PM મોદીને આપી બિપરજોય વાવાઝોડાની સ્થિતિની સમીક્ષા

રાજ્યમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડાના તોળાઇ રહેલા સંભવિત સંકટને પગલે સર્જાયેલી પરિસ્થિતીનો કયાસ કાઢવા માટે તંત્ર સજ્જ છે. તો વાવાઝોડાની સ્થિતિ પર વડાપ્રઘાન પણ નજર રાખી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. અને સમગ્ર સ્થિતિ અંગે ચર્ચા હતી. પીએમ મોદીએ કેન્દ્ર તરફથી તમામ મદદ આપવાની ખાતરી આપી છે.

કચ્છમાં અત્યાર સુધી 6730 લોકોનુ સલામત સ્થળાંતર કરાયું

બિપરજોય વાવાઝોડાને પગલે દ્વારકાનું તંત્ર એક્શન મોડમાં છે. કચ્છમાં અત્યાર સુધી 6730 લોકોનું સલામત સ્થળાંતર કરવામાં આવ્યુ છે. જેમાંથી 4509 અગરીયા અને 2221 દરિયા કિનારા નજીકના લોકોનું સ્થળાતર કરાયુ છે. 120 સ્થળો પર સ્થળાંતર કરવામાં આવ્યુ છે. સ્થળાંતર કરવામાં આવેલા તમામ લોકોને 187 સેલ્ટર હોમમા સલામત રાખવામાં આવશે.

વાવાઝોડાના પગલે જામનગરમાં 100 વર્ષ જૂનું રેલવે સ્ટેશન તોડી પડાયું

જામનગરમાં બિપરજોય વાવાઝોડાને લઈને તંત્ર સજજ છે. આશરે 100 વર્ષ જૂના જુના રેલવે સ્ટેશનને (railway station) તોડી પાડવામાં આવ્યુ છે. તંત્ર દ્વારા સાવચેતીના ભાગ રૂપે બુલડોઝર ફેરવી આ જર્જરીત હાલતમાં રહેલા જુના રેલવે સ્ટેશનને તોડી પાડવામાં આવ્યુ છે.

બિપરજોય વાવાઝોડાને લઈને હેલ્પલાઇન નંબર જાહેર

રાજ્યમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડાના તોળાઇ રહેલા સંભવિત સંકટને પગલે સર્જાયેલી પરિસ્થિતીનો કયાસ કાઢવા માટે તંત્ર સજ્જ છે. બિપરજોય વાવાઝોડા સામે ભાજપ સંગઠન પણ સજ્જ છે. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પણ હોદ્દેદારો સાથે બેઠક કરી છે.

બિપરજોય વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ

રાજ્યમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડાના તોળાઈ રહેલું છે. વાવાઝોડાની અસરના કારણે સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં સૂત્રાપાડા અને વેરાવળમાં ખાબક્યો 9 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો મેંદરડામાં 7.75, માળિયા હાટિનામાં 7, કેશોદમાં 6.5 ઈંચ વરસાદ વરસ્યો છે.

સિંહોની સલામતી માટે વન વિભાગનો સ્ટાફ હાઈએલર્ટ પર

બિપરજોય વાવાઝોડાને (Cyclone Biparjoy) પગલે હવે વન વિભાગનો સ્ટાફ હાઈએલર્ટ મોડ પર છે. સિંહોના વસવાટ વાળા વિસ્તારમાં 500 જેટલા વનકર્મીઓ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવશે. જેના માટે 21 જેટલા કંટ્રોલરૂમ પણ શરૂ કરવામાં આવ્યા છે. ડીએફઓ, આરએફઓ સહિત 500 જેટલા વનકર્મીઓ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

વાવાઝોડાના સંકટ વચ્ચે દ્વારકાધીશના મંદિર પર ચઢાવાઈ 2 ધજા

વાવાઝોડાનો સામનો કરવા તંત્ર એલર્ટ પર છે તો બીજી તરફ ભક્તિના માર્ગે પણ વાવાઝોડાનો સામનો થઈ રહ્યો છે. વાવાઝોડાના મહાસંકટથી રક્ષણ મેળવવા દ્રારકાધીશના જગત મંદિર પર એક સાથે બે ધજા ફરકાવવામાં આવી છે. સામાન્ય દિવસે એક જ ધજા ફરકાવવામાં આવે છે પણ આજે બીજી ધજા વાવાઝોડા સામે રક્ષણના હેતુથી ચઢાવવામાં આવી છે.

બિપરજોયના સંકટ સામે લડવા ભારતીય રેલવે દ્વારા લેવાયા સાવચેતીના પગલા

ગુજરાત પર ‘બિપરજોય’ વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. 14મીએ સાંજે માંડવી-જખૌ બંદર નજીક લેન્ડફોલ થવાની આગાહી છે. ત્યારે ભારતીય રેલવેએ સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ચક્રવાતની અસર ઘટાડવા માટે વિવિધ પગલાં અમલમાં મૂક્યા છે.

બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
કોડીનાર જૂથ સુધારણા યોજનાનું ખાતમુહૂર્ત,73 ગામની પાણીની સમસ્યા ઉકેલાશે
કોડીનાર જૂથ સુધારણા યોજનાનું ખાતમુહૂર્ત,73 ગામની પાણીની સમસ્યા ઉકેલાશે
બનાસકાંઠા ફૂડ સેફ્ટી રેડ, 11.79 લાખનું 1845 કિલો શંકાસ્પદ ઘી જપ્ત
બનાસકાંઠા ફૂડ સેફ્ટી રેડ, 11.79 લાખનું 1845 કિલો શંકાસ્પદ ઘી જપ્ત
રાજુલા કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં ફટાકડા વેચાણને લઈને જારી કરાયુ ઍલર્ટ
રાજુલા કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં ફટાકડા વેચાણને લઈને જારી કરાયુ ઍલર્ટ
સોના-ચાંદી નહીં પણ આ પરિવાર માટે ગૌમાતા જ છે અસલી ધન ! Video
સોના-ચાંદી નહીં પણ આ પરિવાર માટે ગૌમાતા જ છે અસલી ધન ! Video
દિવાળી ટાણે સાવધાન, સુરેન્દ્રનગરમાં વાસી ખોરાકનો નાશ ! Video
દિવાળી ટાણે સાવધાન, સુરેન્દ્રનગરમાં વાસી ખોરાકનો નાશ ! Video
ધનતેરસે સુરતના જ્વેલર્સમાં ગ્રાહકોનો ધસારો ! Video
ધનતેરસે સુરતના જ્વેલર્સમાં ગ્રાહકોનો ધસારો ! Video
શરદ પવાર અને અજિત પવાર જૂથ ભેગા થવાની અટકળોથી ગરમાયું રાજકારણ
શરદ પવાર અને અજિત પવાર જૂથ ભેગા થવાની અટકળોથી ગરમાયું રાજકારણ
ધનતેરસે કોને મળશે ધનવંતરિના આશીર્વાદ? રાશિફળ
ધનતેરસે કોને મળશે ધનવંતરિના આશીર્વાદ? રાશિફળ
અમદાવાદના બોપલ-ઘુમામાં વરસાદી પાણીની સમસ્યાનો અંત
અમદાવાદના બોપલ-ઘુમામાં વરસાદી પાણીની સમસ્યાનો અંત
તહેવારો ટાણે જ મોંઘવારીનો બોંબ ફુટતા લોકોના ખિસ્સા પર વધ્યુ ભારણ
તહેવારો ટાણે જ મોંઘવારીનો બોંબ ફુટતા લોકોના ખિસ્સા પર વધ્યુ ભારણ
g clip-path="url(#clip0_868_265)">