ફરી કચ્છની ધરા ધ્રુજી : ખાવડાથી 48 કિમી દૂર 3.2 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

ફરી કચ્છની ધરા ધ્રુજી : ખાવડાથી 48 કિમી દૂર 3.2 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો
Earthquake in Kutch

Earthquake : કચ્છમાં ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો છે,રિક્ટર સ્કેલ પર 3.2 ની તીવ્રતા નોંધાઈ છે.

TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

May 11, 2022 | 12:10 PM

2001 પછી કચ્છમાં(Kutch)  નાના ભૂકંપ સામાન્ય બની ગયા હોવા છતાં પણ છેલ્લા બે મહિનામાં મોટાભાગે ભચાઉ અને રાપરની નજીક ઓછામાં ઓછા પાંચ હળવા આંચકા અનુભવાયા છે જેને અવગણી શકાય તેમ નથી. ત્યારે આજે સવારે 10:30 મિનિટે ભુકંપનો આંચકો અનૂભવાયો હતો. જેમાં રિક્ટર સ્કેલ પર 3.2 ની તીવ્રતા નોંધાઈ છે. મળતી માહિતી મુજબ કેન્દ્રબિંદુ 48 કિ.મી નોર્થ ઇસ્ટ ખાવડામાં નોંધાયુ છે.

કચ્છમાં થોડા દિવસ પહેલા ભૂકંપ આવવાની સંભાવના રજૂ કરવામાં આવી હતી. કચ્છમાંથી પસાર થતા કેટ્રોલ હિલ ફોલ્ટ (KHF) ના પ્રથમ જીઓડેટિક અભ્યાસ (study) માં જાણવા મળ્યું હતુ કે આ ફોલ્ટ લાઇન (Fault line) માં નોંધપાત્ર ડિફોર્મેશન બહાર આવ્યા બાદ ભુજ, અંજાર અને ગાંધીધામ સહિતના કચ્છના મુખ્ય શહેરો મોટા ધરતીકંપ માટે સંવેદનશીલ ગણવામાં આવી રહ્યા હતા.

જાણો શા માટે વારંવાર કચ્છમાં આવે છે ભૂકંપ ?

વાંરવાર કચ્છમાં ભૂકંપ (Earthquake) આવે છે,ત્યારે શું તમે ક્યારેય વિચાર્યુ છે કે કચ્છમાં છેલ્લા 20 વર્ષથી સતત ભૂકંપના આંચકા કેમ અનુભવાઈ રહ્યા છે. કચ્છ યૂનિવર્સિટીના સંશોધન મુજબ,આ પાછળનું મુખ્ય કારણ એ છે કે, કચ્છમાં ભૂકંપની 4 ફોલ્ટલાઈન આવેલી છે.જેમાંથી વાગડમાં સાઉથ વાગડ ફોલ્ટલાઈન અને કચ્છમેઈન ફોલ્ટલાઈનનો સંગમ થાય છે. આમ આ બે ફોલ્ટલાઈનો ભેગી થતી હોવાથી અવાર-નવાર ભૂકંપના આંચકા આવે છે. મોટા ભાગે વાગડમાં જે આંચકા આવે છે તે 2001ના ભૂકંપના એપી સેન્ટરની આસપાસ જ આવે છે.

જેતે સમયે ભૂકંપ આવ્યો ત્યારે જમીનમાં ભંગાણ સર્જાયું, જેના કારણે 6 મીટર જેટલી બે પ્લેટો સામસામે અથડાતા 75 કિલોમીટર સુધી પ્લેટો તૂટી ગઈ હતી.પ્લેટોની નુકસાની આજસુધી યથાવત રહેતા આ વિસ્તારમાં ભૂકંપના આંચકા આવતા રહે છે. કચ્છ જેવી જ ફોલ્ટલાઈન હિમાલયમાં એક્ટિવ કચ્છમાં જે પ્રકારની ફોલ્ટલાઈન એક્ટિવ છે.એવી જ MCT નામની ફોલ્ટલાઈન હિમાલયની તળેટીમાં પણ એિક્ટવ જેમાં પણ સમયાંતરે ભૂકંપના તીવ્રતાના આંચકા અનુભવાતા રહે છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati