ફરી એકવાર કચ્છની ધરા ધ્રૂજી, ભચાઉ નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો

આજે ફરીએક વાર કચ્છમાં સવારે 9:07 મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો છે, જેમાં રિક્ટર સ્કેલ પર 2.5ની તીવ્રતા નોંધાઈ છે

ફરી એકવાર કચ્છની ધરા ધ્રૂજી, ભચાઉ નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો
earthquake in kutch
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 18, 2022 | 11:20 AM

Earthquake : 2001 પછી કચ્છમાં(Kutch) નાના ભૂકંપ સામાન્ય બની ગયા હોવા છતાં પણ છેલ્લા બે મહિનામાં મોટાભાગે ભચાઉ અને રાપરની (Rapar) નજીક ઓછામાં ઓછા પાંચ હળવા આંચકા અનુભવાયા છે. ત્યારે આજે ફરીએક વાર કચ્છમાં સવારે 9:07 મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. જેમાં રિક્ટર સ્કેલ પર 2.5ની તીવ્રતા નોંધાઈ છે. મળતી માહિતી મુજબ કેન્દ્રબિંદુ ભચાઉથી (Bhachau)9 કિ.મી દુર નોંધાયુ છે.

જાણો શા માટે વારંવાર કચ્છમાં આવે છે ભૂકંપ ?

વાંરવાર કચ્છમાં ભૂકંપ (Earthquake) આવે છે,ત્યારે શું તમે ક્યારેય વિચાર્યુ છે કે કચ્છમાં છેલ્લા 20 વર્ષથી સતત ભૂકંપના આંચકા કેમ અનુભવાઈ રહ્યા છે. કચ્છ યૂનિવર્સિટીના સંશોધન મુજબ આ પાછળનું મુખ્ય કારણ એ છે કે, કચ્છમાં ભૂકંપની 4 ફોલ્ટલાઈન આવેલી છે.જેમાંથી વાગડમાં સાઉથ વાગડ ફોલ્ટલાઈન અને કચ્છમેઈન ફોલ્ટલાઈનનો સંગમ થાય છે. આમ આ બે ફોલ્ટલાઈનો ભેગી થતી હોવાથી અવાર-નવાર ભૂકંપના આંચકા (Kutch Earthquake)  આવે છે. મોટા ભાગે વાગડમાં જે આંચકા આવે છે તે 2001ના ભૂકંપના એપી સેન્ટરની આસપાસ જ આવે છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

જેતે સમયે ભૂકંપ આવ્યો ત્યારે જમીનમાં ભંગાણ સર્જાયું, જેના કારણે 6 મીટર જેટલી બે પ્લેટો સામસામે અથડાતા 75 કિલોમીટર સુધી પ્લેટો તૂટી ગઈ હતી.પ્લેટોની નુકસાની આજસુધી યથાવત રહેતા આ વિસ્તારમાં ભૂકંપના આંચકા આવતા રહે છે. કચ્છ જેવી જ ફોલ્ટલાઈન હિમાલયમાં એક્ટિવ કચ્છમાં જે પ્રકારની ફોલ્ટલાઈન એક્ટિવ છે.એવી જ MCT નામની ફોલ્ટલાઈન હિમાલયની તળેટીમાં પણ એિક્ટવ જેમાં પણ સમયાંતરે ભૂકંપના તીવ્રતાના આંચકા અનુભવાતા રહે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">