વાયુ સેનાના યોદ્ધાઓ આવનારા સમયમાં ઊભી થનારી કોઇપણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર રહેઃ એર માર્શલ

દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ વિક્રમસિંહે ભુજ એરફોર્સ સ્ટેશનની મુલાકાત લીધી હતી, આ વિસ્તારમાં કોઇપણ આકસ્મિક ઘટનાનો સામનો કરવા માટે સ્ટેશનની પરિચાલન તૈયારીઓની સમીક્ષા કરી હતી

વાયુ સેનાના યોદ્ધાઓ આવનારા સમયમાં ઊભી થનારી કોઇપણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર રહેઃ એર માર્શલ
દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ વિક્રમસિંહે ભૂજ એરફોર્સ સ્ટેશનની મુલાકાત લીધી હતી.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 15, 2022 | 5:45 PM

દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ વિક્રમસિંહે ભુજ (Bhuj) એરફોર્સ સ્ટેશનની મુલાકાત લીધી હતી. આ વિસ્તારમાં કોઇપણ આકસ્મિક ઘટનાનો સામનો કરવા માટે સ્ટેશનની પરિચાલન તૈયારીઓની સમીક્ષા કરી હતી.

દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ (Air Marshal) વિક્રમસિંહે તારીખ 13 અને 14 ફેબ્રુઆરી 2022ના રોજ ભૂજ ખાતે આવેલા ફ્રન્ટલાઇન એરબેઝની મુલાકાત લીધી હતી. એરમાર્શલના સ્વાગતમાં ભૂજ એરફોર્સ સ્ટેશનના એર ઓફિસર કમાન્ડિંગ એર કોમોડોર મલુકસિંહ આવ્યા હતા.

ભૂજ એરફોર્સ (Air Force) સ્ટેશન પર એરમાર્શલના આગમન પર સ્ટેશનના વાયુ યોદ્ધાઓ દ્વારા ગાર્ડ ઓફ ઓનર રજૂ કરીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે બેઝ ખાસે વિવિધ સુવિધાઓની મુલાકાત લીધી હતી અને આ વિસ્તારમાં કોઇપણ આકસ્મિક ઘટનાનો સામનો કરવા માટે સ્ટેશનની પરિચાલન તૈયારીઓની સમીક્ષા કરી હતી.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આ મુલાકાત દરમિયાન તેમણે વાયુ યોદ્ધાઓ અને સ્ટેશનના અન્ય સંરક્ષણ (Defense) સુરક્ષા કર્મીઓ સાથે સંવાદ પણ કર્યો હતો. તેમણે કર્મીઓની નિપુણતા જાળવી રાખવા માટે સ્ટેશન દ્વારા રાખવામાં આવતા કેન્દ્રિત અભિગમની પ્રશંસા કરી હતી અને હવાઇ સલામતી સુનિશ્ચિત કરતી વખતે પરિચાલનની તૈયારીઓમાં વધારો કરવા માટે કર્મીઓ સંપૂર્ણ ખંત સાથે પોતાની ફરજ નિભાવે તે જરૂરિયાત પર વિશેષ ભાર મૂક્યો હતો.

તેમણે ખાસ ભારપૂર્વક કહ્યું હતું કે, તમામ વાયુ યોદ્ધાઓ કોઇપણ પડકારો ઝીલવા માટે અને આવનારા સમયમાં ઉભી થનારી કોઇપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે હંમેશા તૈયાર રહે.

આ પણ વાંચોઃ Surat : સરકારી શાળાઓમાં હવે આદર્શ પુરુષ તરીકે પાંચમો ફોટો પીએમ મોદીનો, ગાંધીજી લગભગ આઉટ મોડ પર

આ પણ વાંચોઃ Ahmedabad: GTU દ્વારા ઇનોવેશન સંકુલ એવોર્ડ સમારંભ યોજાયો, 22 વિદ્યાર્થીને સન્માનિત કરવામાં આવ્યા

g clip-path="url(#clip0_868_265)">