ઊર્જા વિકાસ નિગમનું મોટું ઓપરેશન: સૌરાષ્ટ્ર-કચ્છના ઔદ્યોગિક વિસ્તારમાં 15 કરોડથી વધુની વીજચોરી ઝડપી પાડી!

|

Dec 15, 2021 | 10:34 PM

ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમટેડ દ્વારા મોટા પાયે વીજ ચેકીંગ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કરોડો રૂપીયાની વિજચોરી સામે આવ્યા બાદ વીજ ચોરોમાં ફફડાટ ફેલાયો છે.

ઊર્જા વિકાસ નિગમનું મોટું ઓપરેશન: સૌરાષ્ટ્ર-કચ્છના ઔદ્યોગિક વિસ્તારમાં 15 કરોડથી વધુની વીજચોરી ઝડપી પાડી!
15 crore power theft from industrial sites in Kutch-Saurashtra caught in 6 months

Follow us on

Gujarat: ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમટેડ, વડોદરા દ્વારા સૌરાષ્ટ્ર, ભુજ, જામનગર, રાજકોટ અને અમરેલી વિસ્તારમાં તેમજ મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં મોટા પાયે વીજ ચેકીંગ (electricity cheaking) આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યત્વે ઔધોગિક અને વાણિજ્ય હેતુના વીજ જોડાણોના વીજ વપરાશનો અભ્યાસ કરી ખાસ ઓપરેશન ટીમો બનાવવામાં આવી હતી. આ અંતર્ગત રાત્રીના સમયમાં વીજ ચોરીઓ પકડવામાં આવી હતી.

સમગ્ર તપાસમાં કરોડો રૂપીયાની વિજચોરી સામે આવ્યા બાદ વીજ ચોરોમાં ફફડાટ ફેલાયો છે. હાલ જ જામનગર તેમજ પોરબંદર વિસ્તારોમાંથી આ સ્પેશિયલ ટીમો દ્વારા પ્રાયાવેટ ટ્રાન્સફોર્મરો હેવીલાઈનમાં જમ્પર નાખવામા આવેલા હતા જે ચોરી પકડી પાડવામાં આવી હતી. ત્યારબાદ કચ્છ, નલિયા અને સફેદ રણ વિસ્તરમાંથી પણ આ ટીમો દ્વારા 3 કરોડ જેટલી રકમની જંગી વીજ ચોરી પકડી પાડવામાં આવી. આમાં મીઠા ના અગરો, આઇસ ફેક્ટ્રીઓ તેમજ સ્ટોન ક્રશરોનો સમાવેશ થાય છે.

અમરેલી અને ગીર વિસ્તારના 10 થી વધુ રિસોર્ટ પણ વીજ ચોરીમાં પકડવામાં આવ્યા છે. જુલાઈ 2021 થી શરૂ કરવામાં આવેલ આ ખાસ ચેકિંગમાં અત્યાર સુધી 200 થી વધારે આવા ઔધોગિક અને વાણિજ્ય હેતુના મોટા વીજ જોડાણોમાં વીજ ચોરી પકડવામાં આવી છે. જેઓને રૂ. 15 કરોડ થી વધારેના વીજ ચોરીના બીલો આપી તેઓના પાવર સપ્લાય કાપી નાંખવામાં આવ્યા છે. અનેક વિસ્તારોમાંથી વિજચેકીંગ દરમ્યાન વિજચોરી ઝડપાયા બાદ વધુ એમ્પીયર લોડીંગ વાળા ફીડરોના એમ્પીયર ઘટવાની સાથે સાથે વીજ કંપનીના ફાયદામાં વધારો થવા પામ્યો છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ગુજરાતમાં વીજ ચોરીને ઘટાડી સરકારી વીજ કંપનીઓ પિજીવિસીએલ, એમજીવિસીએલ, ડીજીવિસીએલ અને યુજીવિસીએલના ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન લોસ ઘટાડી વીજ કંપનીઓની આર્થિક સ્થિતિ વધુ સુધારવા ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમટેડ દ્વારા કમર કસી આ ઝુંબેશ શરૂ કરવામા આવી છે. તેમજ તમામ કંપનીના ઉપલી અધિકારીઓને પણ આ ઝુંબેશમાં સામેલ થવા સુચિત કરવામાં આવ્યા છે.

ઊર્જા ક્ષેત્રે દેશમાં નંબર વન કંપનીઓને હજી વધુ યોગ્યતા વાળી બનાવવાના ઉદ્દેશથી આ મેગા ઓપરેશનો શરૂ કરવામાં આવ્યા છે. જે હજુ આગામી દિવસોમા ચાલુ રહેશે. ગુજરાત ઉર્જા વિકાસ નિગમના અનુપમસિંગ ગેહલોત, આઇપીએસ, એડીજીપી, વડોદરા અને એચ.આર.ચૌધરી, આઇપીએસ, ડીઆઇજીના સીધા માર્ગદર્શન હેથળ વિજિલન્સ વિભાગ દ્રારા આ કાર્યવાહી કરાઇ રહી છે.

 

આ પણ વાંચો: Big News: હેડ ક્લાર્ક પેપર લીક મામલે અત્યાર સુધી 11 લોકોની અટકાયત! ઉત્તર ગુજરાત એપી સેન્ટર હોવાનું અનુમાન

આ પણ વાંચો: ગુરૂવારથી બે દિવસ બેંક કર્મચારીઓની હડતાળ, જાણો ક્યા કામકાજ પર જોવા મળશે અસર

Next Article