Tv9 Exclusive: જૂનાગઢના વિલિંગ્ડન ડેમના પાણીમાં તણાતા યુવાનને મહિલાઓએ દુપટ્ટાની મદદથી બચાવ્યો

જૂનાગઢના વિલિંગ્ડન ડેમના પાણીના પ્રવાહમાં  યુવાન તણાવા લાગ્યો હતો. જો કે તે સમયે ત્યાં હાજર મહિલાઓએ  સમય સૂચકતા વાપરીને  દુપટ્ટાની મદદથી તણાતા યુવકને બચાવ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 30, 2021 | 10:14 AM

જૂનાગઢનો(Junagadh) વિલિંગ્ડન ડેમ (Willingdon dam) ઓવરફ્લો થતાં પાણીના પ્રવાહમા યુવાન તણાયો હતો. આ યુવાન પાણીના પ્રવાહમાં નહાવા માટે ગયો હતો. જો કે પાણીના પ્રવાહમાં આ યુવાન તણાવા લાગ્યો હતો. જો કે તે સમયે ત્યાં હાજર મહિલાઓએ સમય સૂચકતા વાપરીને  દુપટ્ટાની મદદથી તણાતા યુવકને બચાવ્યો હતો.

ગુજરાતમાં(Gujarat)સતત વરસી રહેલા વરસાદના(Rain)પગલે રાજ્યના અનેક ડેમોમાં(Dams)પાણી ભરાયા છે અને ડેમો પાણીથી છલકાવા લાગ્યા છે. જેમાં જુનાગઢમાં(Junagadh)સતત બે દિવસથી વરસી રહેલા વરસાદના પગલે જૂનાગઢ શહેરને પીવાનું પાણી પૂરો પાડતો વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો થયો છે. આ ડેમ આ વર્ષે સતત બીજી વાર ઓવરફ્લો થયો છે.

જેમાં ગીરનાર અને દાતારના જંગલમાં વધુ વરસાદ પડતાં વિલિંગ્ડનમાં નવા નીર આવ્યા છે. જ્યારે જૂનાગઢમાં ગીરનારના જંગલમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના લીધે સોનરખ નદીમાં પુર આવ્યું છે. તેમજ સોનરખ નદીમાં પુર આવતા દામોદર કુંડ છલકાયો છે. જયારે જૂનાગઢ શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા છે.

જૂનાગઢ જિલ્લામાં વરસાદ મન મૂકી પડી રહયો છે. જેના લીધે બાદલપરા ઓઝત 2 ડેમના 6 દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા છે. તેમજ
પાણીની વધુ આવક વધશે તો વધુ દરવાજા ખોલવામાં આવશે. જ્યારે વંથલી અને માણાવદર તાલુકાના નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જેના પગલે ઘેડના ગામોની ચિંતામાં વધારો થયો છે.

આ પણ વાંચો :સૌરાષ્ટ્રમાં અવિરત વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા, કિસાન કોંગ્રેસની ખેડૂતોને તાત્કાલિક સહાય ચૂકવવા માંગ

આ પણ વાંચો : રાજકોટના ભાદર-1 ડેમના ઓવરફ્લોનો આકાશી નજારો સામે આવ્યો, જુઓ વિડીયો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">