Saurashtra Rain : દરિયાકાંઠાના પંથકમાં મેઘમહેર, જુનાગઢમાં સાંબેલાધાર, વેરાવળમાં 6 ઇંચ, માંગરોળમાં 2 ઇંચ વરસાદ નોંધાયો

સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. અને અહીં ચોમાસું પૂર બહારમાં જામ્યું છે. ગીરસોમનાથના વેરાવળમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો. તો દેવકા નદીમાં નવા નીર આવ્યા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 13, 2021 | 7:41 PM

Saurashtra Rain : સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. અને અહીં ચોમાસું પૂર બહારમાં જામ્યું છે. ગીરસોમનાથના વેરાવળમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો. તો દેવકા નદીમાં નવા નીર આવ્યા. જૂનાગઢમાં પણ ધીમીધારે વરસાદનું આગમન થયું. તો માંગરોળ સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદી હેલી જોવા મળી.

માંગરોળમાં 2 ઇંચ અને જૂનાગઢમાં 3 કલાક વરસાદ વરસ્યો. આ તરફ રાજકોટના જેતપુરમાં સતત ત્રીજા દિવસે વરસાદ વરસ્યો. તો પોરબંદરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો. અને કેટલાક વિસ્તારોમાં ગોઠણ સુધી પાણી ભરાયા.

આ તરફ વેરાવળ હાઇવે પર આવેલા માધવપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો. તો દીવના દરિયાકાંઠે પણ મેઘ મહેર થતા પર્યટકોમાં ખુશીની લહેર ફરી વળી. તો કચ્છના નખત્રાણામાં એક કલાકમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો. અને રસ્તા પર જાણે કે નદીઓ વહી.

તો દેવભૂમિ દ્વારકામાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો. અને ભોગાત-ભાટીયા માર્ગ પાણીમાં ગરકાવ થયો. તો રાજકોટના ઉપલેટામાં અડધો કલાકમાં પોણો ઇંચ વરસાદ ખાબક્યો. તો લોધિકા પંથકમાં પણ વરસાદના સમાચાર છે. તો કલ્યાણપુરમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. અને મુખ્ય બજારોમાં ગોઠણસમા પાણી ભરાયા.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">