જૂનાગઢઃ ગિરનાર ઉપરથી વહેતું પાણી, શિવજીની જટામાંથી જાણે વહ્યા ગંગાજી! જુઓ નયનરમ્ય દ્રશ્યનો VIDEO

જૂનાગઢમાં (Junagadh)વરસાદને કારણે નયનરમ્ય નજારો જોવા મળ્યો હતો. ગિરનાર પર્વત પરથી વહેતા પાણીને કારણે તથા હરિયાળીને કારણે જૂનાગઢમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી હોય તેવું લાગતું હતું.

જૂનાગઢઃ ગિરનાર ઉપરથી વહેતું પાણી, શિવજીની જટામાંથી જાણે વહ્યા ગંગાજી! જુઓ નયનરમ્ય દ્રશ્યનો VIDEO
Pleasant view of the mountain Girnar in Junagadh falling due to rain
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 25, 2022 | 9:13 AM

Gujarat Monsoon 2022: ચોમાસાએ (Rain)સૌરાષ્ટ્રમાં જે જમાવટ કરી છે તેના પગલે જૂનાગઢ(Jumagadh), અમરેલી, સારવકુંડલા સહિતના સ્થળો પર આહલાદક વાતાવરણ જોવા મળી રહ્યું છે, ખાસ તો જૂનાગઢમાં વરસાદથી ગિરનાર(Girnar) પર્વત પર નયમરમ્ય દ્રશ્યો સર્જાયા  હતા. વરસાદી વાતાવણને પગલે ગિરનાર પર્વત વાદળોમાં ઢંકાઈ જતો જોવા મળ્યો હતો અને વરસાદી પાણી જે ગિરનાર પરથી રેલાતું હતું તેના લીધે એવું લાગતું હતું કે જાણ શવિજીની જટામાંથી ગંગાજી વહી રહ્યા હોય.

જૂનાગઢના ગિરનારના દૂરથી દર્શન કરનારા લોકો જાણે છે કે ગિરનાર પર્વતનો આકાર સૂતેલા જોગી કે ઋષિ જેવો લાગતો હોય છે આસ્થાળુઓ આ પર્વતના આકારને  ધ્યાન ધરતા શિવજી સાથે  સરખાવતા હોય છે. આમ પણ જૂનાગઢ જોગીઓની ભૂમિ કહેવાય છે ત્યારે વરસાદી વાતાવરણને પગલે  ગિરનાર પર્વત પર પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે ત્યારે પર્વત ઉપરથી વહેતા પાણીના આ દ્રશ્યો મનોમસ્તિષ્કને આનંદિત કરી જાય છે.

છેલ્લા ઘણા સમયથી  સૌરાષ્ટ્રમાં ખૂબ સારો વરસાદ થઈ રહ્યો છે જેના પગલે  ગિરનાર પર્વત ઉપર લીલોતરીને પગલે હરિયાળું  વાતાવરણ સર્જાઈ ગયું છે અને તળેટી વિસ્તારમાં આવેલા દામોદર કુંડ, મુચકંદ ગુફા પાસે આવેલા કુંડમાં પણ ડુંગર ઉપરથી નવું પાણી આવી રહ્યું છે.  આ દ્રશ્યો જોઈને સ્થાનિકો તેમજ જૂનાગઢમાં આવેલા પ્રવાસીઓ મનભરીને આ દ્રશ્યો માણી રહ્યા છે તેમજ ફોટોગ્રાફીનો આનંદ પણ માણતા હોય છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

 હિલ સ્ટેશન સાપુતારામાં પણ છે નયન રમ્ય નજારો

આ તરફ દક્ષિણ ગુજરાતના છેવાડે આવેલા ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારામાં તો પ્રકૃતિનું  મનમોહક રૂપ નજરે ચઢ્યું હતું. ધુમ્મસ છાયા વાતાવરણ અને વરસાદથી અહીં આહલાદક દ્રશ્યો જોવા મળતા હતા. આ સમયે પ્રવાસીઓએ સાપુતારાના  સર્પાકાર રસ્તાઓ ઉપર ફરવાની મોજ માણી હતી.  છેલ્લા કેટલાક સમયથી થઈ રહેલા વરસાદને પગલે  દક્ષિણ ગુજરાતના સાપુતારા, ડાંગ, ધરમુપર, વલસાડ સહિત તમામ સ્થળે ઠંડક વ્યાપી ગઈ છે.

g clip-path="url(#clip0_868_265)">