Junagadh: ભવનાથમાં શિવરાત્રીના મેળામાં જનમેદની ઉમટી પડી, રવિવારે ભારે ભીડ થવાની સંભાવના
સમાન્ય રીતે દર વર્ષે શરૂઆતના બે દિવસ મેળામાં શ્રદ્ધાળુ ઓછા જોવા મળે છે પરંતુ આ વર્ષે મેળાના પ્રથમ દિવસથી જ લોકોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. છેલ્લા 2 વર્ષ મેળો ન યોજાયો હોવાથી આ વર્ષે મેળો કરવાનો લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
જૂનાગઢ (Junagadh) ના ભવનાથ (Bhavnath) માં યોજાતા પાંચ દિવસીય મહાશિવરાત્રિના મેળા (Maha Shivratri fair) ને આજે ત્રીજો દિવસ છે. આજે મોટી સંખ્યામાં લોકો મેળામાં ઉમટી પડ્યાં હતાં. આવતા કાલે એટલે કે રવિવારે રજાનો દિવસ હોવાથી મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે તેવી સંભાવના છે.
અત્યારે મેળામાં લોકો અવિરત ઉમટી રહ્યા છે. દેશભરમાંથી સાધુ સંતો મોટી સંખ્યામાં ગીરનાર તળેટી પહોંચ્યા છે અને છાવણી નાખી ધૂણી ધખાવી છે. મહાશિવરાત્રિના મેળાના પ્રથમ દિવસે જ ભારે ભીડ જામી હતી. સમાન્ય રીતે દર વર્ષે શરૂઆતના બે દિવસ મેળામાં શ્રદ્ધાળુ ઓછા જોવા મળે છે પરંતુ આ વર્ષે મેળાના પ્રથમ દિવસથી જ લોકોનું ઘોડાપૂર ઉમટી પડ્યાનો માહોલ જોવા મળતો હતો. બપોર બાદ મેળામાં ફરવા આવનાર લોકોની ભીડ વધી હતી. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 2 વર્ષ મેળો ન યોજાયો હોવાથી આ વર્ષે મેળો કરવાનો લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ વખતે મેળામાં રાજકીય હસ્તીઓ પણ આવીને આશીર્વાદ મેળવી રહ્યા છે. મેળો શરૂ થવાના એક દિવસ પહેલાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ ભવનાથ આવ્યા હતા અને મંદિરમાં દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા ત્યારે સોમવારે એટલે કે તા.28 ફેબ્રુઆરીના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ ભવનાથ ખાતે આવશે અને તેઓ ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન મહાશિવરાત્રીના મેળા નિમિત્તે ભગવાન ભવનાથના દર્શન-પુજન કરવા સાથે સાધુ-સંતોના આશીર્વાદ મેળવશે. મુખ્યમંત્રી તા.28 ના રોજ 9 વાગ્યે ભવનાથ મંદિર ખાતે દર્શન-પુજન બાદ 9:40 વાગ્યે શેરનાથબાપુના આશ્રમ જશે. ત્યારબાદ ભારતી આશ્રમ ખાતે ધર્મોત્સવમાં સહભાગી થવા સાથે ભારતીબાપુના સમાધીસ્થળના દર્શન કરશે. મુખ્યમંત્રી 11 વાગ્યે ઇન્દ્રભારતી આશ્રમની મુલાકાત લઇ સંતો-મહંતોના આશીર્વાદ મેળવશે.
મેળામાં વખતે પાણીની ફરિયાદ રહેતી. તેને નિવારવા અમે 8 ટાંકીને ઓનલાઇન કરી દીધી. જેથી તેમાં કેટલું પાણી છે એ કર્મચારી પોતાના મોબાઇલમાં રીયલ ટાઇમ જોઇ શકે. અને ખાલી થાય એટલે તુરંત ટેન્કરથી ભરી શકે. આ રીતે અમે ઓનલાઇન પાણીની વ્યવસ્થા કરાવી છે.
સોમનાથમાં ભવ્યતાપૂર્ણ મહાશિવરાત્રી મહોત્સવ ઉજવાશે
મહામારી બાદ બે વર્ષ પછી ભાવિકૉ શિવરાત્રીએ સોમનાથ મંદીરમાં દર્શન કરી શકશે. સોમનાથ મંદિર સતત 42 કલાક ભાવિકોના દર્શન માટે ખુલ્લુ રહેશે. મંદિરમાં આરતી દર્શન માટે ભાવિકોએ ચાલતા રહેવાનું રહેશે. મંદિરમા ઉભા નહીં રહી શકાય. મંદિરમાં પાલખીયાત્રામાં ભગવાન સોમનાથ ભક્તો સાથે મંદિરની પ્રદક્ષિણા કરશે. મંદિરમાં સોમનાથ મહાદેવને ચાર પ્રહરની મહાપૂજા અભિષેક અને વિશેષ પૂષ્પોના શ્રૃંગાર કરાશે. ભાવિકોની ભારે ભીડને ધ્યાનમા રાખીને તમામ સુવિધાઓ ઊભી કરાઈ રહી છે. સૌ ભાવીકોને કોરોના ગાઈડ લાઈનનું પાલન કરવા ટ્રસ્ટે અપીલ કરી છે.
આ પણ વાંચો : વડોદરા : ગરીબ કલ્યાણ મેળામાં 11,355 લાભાર્થીઓને વિવિધ યોજનાઓ હેઠળ રૂપિયા 247 કરોડથી વધુ રકમની સહાય
આ પણ વાંચો : Gandhinagar: આજે યુક્રેનથી એક ફ્લાઈટ દિલ્હી આપવશે જેમાં 44 ગુજરાતી વિદ્યાર્થી હશે: રાજેન્દ્ર ત્રિવેદી