Junagadh: વંથલી નગરપાલિકા ચીફ ઓફિસરે આપ્યું રાજીનામું, છેલ્લા ચાર દિવસથી કોઈ કારણોસર હતા રજા પર

|

Jun 29, 2022 | 4:46 PM

Junagadh: જિલ્લાના વંથલી નગરપાલિકાના ચીફ ઓફિસરે આપ્યું ગઈકાલે રાજીનામું આપી દીધું હોવાના સમાચાર સામે આવ્યા હતા.

Junagadh: વંથલી નગરપાલિકા ચીફ ઓફિસરે આપ્યું રાજીનામું, છેલ્લા ચાર દિવસથી કોઈ કારણોસર હતા રજા પર
Vanthali municipality

Follow us on

Junagadh: જિલ્લાના વંથલી નગરપાલિકાના ચીફ ઓફિસરે (Municipal Chief Officer) આપ્યું ગઈકાલે રાજીનામું આપી દીધું હોવાના સમાચાર સામે આવ્યા હતા. કોઈ અંગત કારણોસર ચીફ ઓફિસર જે.વી ધોલીયાએ રાજીનામું આપ્યું (Resignation) હોવાની વાત સામે આવી રહિ છે. તેઓએ અચાનક ચીફ ઓફિસર પદેથી રાજીનામું ધરી દેતા ખળભળાટ મચી ગયો હતો. મહત્વનું છે કે, ચીફ ઓફિસર જે.વી ધોલીયા છેલ્લા ચાર દિવસથી કોઈ કારણોસર રજા પર હતા.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢ અને ધ્રોલમાં વિકાસ કાર્યો માટેના 27 કરોડના કામોને આપી સૈદ્ધાંતિક મંજૂરી

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત જૂનાગઢ મહાનગરને આંતર માળખાકીય વિકાસ કામો માટે 23.88 કરોડ અને ધ્રોલ નગરપાલિકાને કામો માટે 3.43 કરોડની મંજૂરી આપવામાં આવી છે. પરિણામે જૂનાગઢ મહાનગરપાલિકાને 2021-22ના વર્ષ માટેના આંતરમાળખાકીય વિકાસના બાવન કામો માટે 23.88 કરોડ ફાળવવામાં આવશે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આ કામોમાં જૂનાગઢ શહેરમાં માર્ગોના 27 કામો માટે રૂ. 9,23,73,757, ગટરના કામ માટે ૧પ લાખ રૂપિયા, પાણી પૂરવઠાના કામો માટે 2 કરોડ 28 લાખ રૂપિયા, સ્ટ્રીટલાઇટના કામો હાથ ધરવા 2 કરોડ 26 લાખ, બ્રીજના કામો માટે 2 કરોડ 19 લાખ 52 હજાર, તેમજ અન્ય ભૌતિક આંતરમાળખાકીય વિકાસ કામો માટે 7 કરોડ 76 લાખ 7 હજાર 681 મંજૂર કરવામાં આવ્યા છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

ઉપરાંત જામનગર જિલ્લાની ધ્રોલ નગરપાલિકામાં શહેરી વિકાસ યોજના અન્વયે આગવી ઓળખના કામો માટે 3.43 કરોડ રૂપિયાના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. ધ્રોલના કમલા નહેરૂ પાર્કમાં એમ્યુઝમેન્ટ પાર્ક બિલ્ડીંગના ગાર્ડન ડેવલપ કરાશે, પાર્કમાં ટોયલેટ બ્લોક નિર્માણ કરવામાં આવશે.

Next Article