AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જૂનાગઢઃ દારૂબંધી માટે સરપંચે અપનાવ્યો અનોખો કિમીયો, જુઓ વીડિયો

જૂનાગઢ (Junagadh)જિલ્લાના ગીરના પસવાળા ગામના સરપંચે દારૂબંધી માટે અનોખી રીતે સંદેશો આપ્યો હતો. આ સરપંચે ઢોલ વગાડીને ગામમાં ફરતા ફરતા દ્વારા દારૂના વ્યસનમાંથી મુક્ત થવા અંગે સંદેશો આપ્યો હતો.

જૂનાગઢઃ દારૂબંધી માટે સરપંચે અપનાવ્યો અનોખો કિમીયો, જુઓ વીડિયો
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 17, 2022 | 3:46 PM
Share

Stop Alcohol: જૂનાગઢ (Junagadh)જિલ્લામાં આવેલા ગીરના (Gir Forest)જંગલનું છેવાડાનું ગામ પસવાળા છે અને આ ગામમાં દારૂના દૂષણના કારણે અનેક ઘર બરબાદ થઈ ગયા છે. નાની ઉંમરના યુવાનો દારૂની લતના કારણે મૃત્યુ પામ્યાં છે. ત્યારે સરપંચનો નવતર પ્રયોગ છે કે ગામમાં ફરીને ઢોલ વગાડી વગાડીને દારૂ બંધી અંગેનો સંદેશો આપવો. સરપંચ ગામના લોકો કહી રહ્યા છે કે ગામને દારૂમુક્ત કરવું જરૂરી છે. સરપંચે એવો આદેશ આપ્યો છે કે કોઈએ દારૂ ઉતારવો નહીં અને કોઈએ દારૂ પીવો નહીં, કોઈ દારૂ પીશે કે ઉતારશે તો સરપંચ કાયદેસર કાર્યવાહી કરશે.

સરપંચે કર્યો નવતર પ્રયોગ

ગીરના જંગલમાં આવેલા અંતરિયાળ ગામના સંરપંચે નવતર પ્રયોગ આદર્યો છે  ગીરના પસવાળા ગામના સરપંચે દારૂબંધી માટે અનોખી રીતે સંદેશો આપ્યો હતો. આ સરપંચે ઢોલ   વગાડીને ગામમાં ફરતા ફરતા દ્વારા દારૂના વ્યસનમાંથી મુક્ત થવા અંગે સંદેશો આપ્યો હતો. ગામમાં આ રીતે ઢોલ વગાડીને ફરતા  સરપંચના કામને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું.

સરપંચનો આ પ્રકારે સંદેશો આપતો વીડિયો સોશ્યિલ મીડિયામાં આ વીડિયો વાયરલ થતા લોકો પણ સરપંચના ભરપેટ વખાણ કરી રહ્યા છે. સ્થાનિકો એ પણ સરપંચના આ પ્રયોગના વખાણ કરતા કહ્યું  હતું કે આ ખૂબ સરસ પ્રયોગ છે જેના કારણે  ગામના યુવાનો નશાની બદી વિશે જાણી શકશે તેમજ નશાથી થતા નુકસાનથી પણ માહિતગાર થઈ શકશે . અને ખાસ તો નશાની આ  બદીથી દૂર રહી શકશે.  સ્થાનિક મહિલાએ જણાવ્યું હતું કે  દારૂનું દૂષણ દૂર થવું જરૂરી છે. જે ઘરના યુવકો ગામમાં દારૂની લતનો ભોગ બનેલા છે.  તેમની સમસ્યાઓ અપાર છે આથી આ પ્રકારે સરપંચ દ્વારા કરવામાં આવેલી પહેલ પ્રશંસાને  પાત્ર છે.

g clip-path="url(#clip0_868_265)">