Junagadh: ભાઈ બહેનના સ્નેહના પ્રતિક સમી રાખડી, પર્યાવરણની પણ કરશે સુરક્ષા

|

Aug 07, 2022 | 6:26 PM

રક્ષાબંધન (Rakshabandhan) નજીક આવી રહી છે અને અવનવી રાખડીઓ બજારમાં મળી રહી છે. ત્યારે જૂનાગઢના કોયલી ગામની એક પ્રગતિશીલ મહિલા ગાયના ગોબરમાંથી રાખડીઓ બનાવે છે અને આ રાખડી બજારમાં વેચી પોતે રોજગારી મેળવી છે.

Junagadh: ભાઈ બહેનના સ્નેહના પ્રતિક સમી રાખડી, પર્યાવરણની પણ કરશે સુરક્ષા

Follow us on

જૂનાગઢમાં (Junagadh) કોયલી ગામના પ્રગતિશીલ મહિલાઓ ગાયના છાણમાંથી ઇકોફ્રેન્ડલી રાખડી બનાવે છે. ગાયના પંચગવ્ય પૈકીના છાણમાંથી (Cow Dung) બનતી આ રાખડીની કિંમત પણ નજીવી છે અને આ કામ દ્વારા અન્ય મહિલાઓને પણ સારી રોજગારી મળે છે સાથે સાથે પર્યાવરણની પણ સુરક્ષા થાય છે. રક્ષાબંધન (Rakshabandhan) નજીક આવી રહી છે અને અવનવી રાખડીઓ બજારમાં મળી રહી છે. ત્યારે જૂનાગઢના કોયલી ગામની એક પ્રગતિશીલ મહિલા ગાયના ગોબરમાંથી રાખડીઓ બનાવે છે અને આ રાખડી બજારમાં વેચી પોતે રોજગારી મેળવી છે. ગાયના ગોબરની રાખડી 10 થી 30 રૂપિયા સુધી વેચાય છે. સાથે ત્યાં કામ કરવા આવતી મહિલાઓને પણ મહીને 7500 રકમ આપી સ્વનિર્ભર બનાવે છે. પશુપાલન માટે આ મહિલાને અનેક એવોર્ડ પણ મળેલા છે..

છાણમાંથી બનેલી ઇકોફ્રેન્ડલી રાખડીથી પર્યાવરણને ફાયદો

ગાયના ગોબરની રાખડીથી પર્યાવરણને પણ ફાયદો થાય છે ગોબરમાંથી રાખડી બનાવી. આ પ્રગતિશીલ મહિલા ઉમદા ઉદાહરણ પણ પૂરું પાડે છે. ગાયના ગોબરની રાખડી દેશ અને વિદેશમાં મોકલવામાં આવે છે. રાખડી બાદ હવે આ મહિલાઓ ગોબરમાંથી ગણપતિ બનાવશે. ગાયના ગોબરમાંથી વંથલી તાલુકાના નાના એવા કોયલી ગામની આ મહિલાઓ રાખડીઓ બનાવીને રૂપિયા કમાય છે. ભાવનાબેન ત્રાંબડીયાએ પ્રથમ આ રાખડી બનાવવાની શરૂઆત કરી હતી. સ્વદેશી રાખડી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.

છાણમાંથી બનાવે છે ઇકોફ્રેન્ડલી કોડિયા

જુનાગઢના કોયલી ગામની પ્રગતિશીલ મહિલા ભાવનાબેન ત્રાંબડીયા ખેડૂત ગોપી જૂથ સખી મંડળ નામની સંસ્થા ચલાવે છે. રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે અને અવનવી રાખડીઓ બજારમાં જોવા મળે છે. ત્યારે કોયલી ગામની એક મહિલા ગાયના ગોબરમાંથી રાખડીઓ બનાવે છે. આ રાખડીઓ બનાવવા સાથે તે અનેક મહિલાઓ પાસે રાખડી બનાવડાવીને રોજગારી પણ પૂરી પાડે છે. દેશ અને વિદેશમાં પણ આ રાખડી મોકલવામાં આવે છે જેમાં અમેરિકા કેનેડા જેવા દેશમાં પણ મોકલવામાં આવી છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

પર્યાવરણની સુરક્ષા સાથે આર્થિક રોજગારી

આ કામમાં જોડાયેલા મહિલાએ જણાવ્યું હતું કે ગામની મહિલાઓ ભાવના બહેન સાથે મળી ગાયના ગોબરમાંથી અવનવી વસ્તુ જેમ કે રાખડી ગણપતિ કોડિયા ગોબરમાંથી બનાવે છે. આ રાખડીઓ બનાવીને 7500 જેટલી રકમ મળતા બીજે ક્યાય કામ કરવા જવાની જરૂર રહેતી નથી. અમે અમારા ઘરમાં પણ મદદરૂપ થઇ છીએ. અમને આત્મનિર્ભર બનવા માટે ભાવનાબહેનનો ખૂબ મોટો ફાળો છે અને અમે અન્ય મહિલાઓને પણ પ્રેરણા આપે છે કે આત્મનિર્ભર બનીને ઉત્તમ રીતે સ્વવિકાસ કરવો જરૂરી છે.

વિથ ઇનપુટ: વિજયસિંહ પરમાર

Next Article