Bhavnagar: પ્રજ્ઞાચક્ષુ બાળકોએ મનની આંખોથી બનાવી કલાત્મક રાખડીઓ

ભાવનગરમાં (Bhavnagar) પ્રજ્ઞાચક્ષુ બાળકો કે જેમની આંખ નહીં હોવા છતાં, મનની આંખોથી રાખડી બનાવવાનું કામ કરી રહ્યાં છે અને ખરા અર્થમાં આત્મનિર્ભર બની સમાજને પણ એક નવો રાહ ચીંધી રહ્યા છે.

Bhavnagar: પ્રજ્ઞાચક્ષુ બાળકોએ મનની આંખોથી બનાવી કલાત્મક રાખડીઓ
blind children made Rakhdi For rakshabandhan
Follow Us:
Ajit Gadhavi
| Edited By: | Updated on: Jul 31, 2022 | 10:36 PM

રક્ષાબંધનનું (Rakshabandhan) પર્વ નજીક છે ત્યારે બજારોમાં અવનવી રાખડીઓ (Rakhi) મળી રહી છે ત્યારે ભાવનગરમાં (Bhavnagar) પણ પ્રજ્ઞાચક્ષુ બાળકોએ મનની આંખોથી રાખડી બનાવી હતી. પ્રજ્ઞાચક્ષુ બાળકો કે જેમની આંખ નહીં હોવા છતાં, મનની આંખોથી રાખડી બનાવવાનું કામ કરી રહ્યાં છે અને ખરા અર્થમાં આત્મનિર્ભર બની સમાજને પણ એક નવો રાહ ચીંધી રહ્યા છે. ભાવનગરની શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના પ્રજ્ઞાચક્ષુ બાળકોએ ગણપતિ, મોર, ઓમ આકાર સહિતની અવનવી પેટર્ન વાળી રાખડીઓ બનાવી છે, જેને ખરીદવા મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે.

અંધ ઉદ્યોગ શાળા દ્વારા આ રાખડીને વેચાણમાં મુકવામાં આવેલ છે. લોકો પણ અંધ બાળકોને પ્રોત્સાહિત કરવા અવનવી રાખડીઓ હોંશે હોંશે ખરીદી રહ્યા છે. ભાવનગર શહેરના વિદ્યાનગર ખાતે આવેલી શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉધોગ શાળા ખાતે પ્રજ્ઞાચક્ષુ બાળકો દીકરીઓ દ્વારા આગામી રક્ષાબંધનના તહેવારને લઈને અવનવી અને કલાત્મક રાખડીઓ તૈયાર કરવામાં આવી રહી છે. ભારતીય સંસ્કૃતિમાં રક્ષાબંધનના પવિત્ર પર્વનું વિશિષ્ટ મહત્વ રહ્યું છે.

પ્રજ્ઞાચક્ષુ બાળકોએ બનાવી કલાત્મક રાખડીઓ

રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેનના પ્રેમનું પ્રતિક છે. આ દિવસે ભાઈ પોતાની બહેન પાસે રાખડી બંધાવે છે. ભાઈ પોતાની બહેનની રક્ષા માટે પ્રણ લે છે. રક્ષાબંધનનો તહેવાર ભારતમાં ખૂબ ધૂમધામ સાથે મનાવામાં આવે છે. અવનવી અને કલાત્મક રાખડીઓ તૈયાર કરવામાં આવી ભાવનગર શહેરના વિદ્યાનગર ખાતે આવેલી અંધ ઉદ્યોગ શાળા ખાતે પ્રજ્ઞાચક્ષુ બાળકો દ્વારા આગામી રક્ષાબંધનના તહેવારને લઈને અવનવી અને કલાત્મક રાખડીઓ તૈયાર કરવામાં આવી રહી છે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

જેમાં ગણપતિ, મોર, ઓમ આકાર, ચેક્સ તથા ચોરસ સહિતની અવનવી પેટર્ન વાળી રાખડીઓ વિદ્યાર્થીનીઓ બનાવી રહી છે, અંધ ઉદ્યોગ શાળા ખાતે એવા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે કે જે નોર્મલ નથી હોતા અને આ વિદ્યાર્થીઓને એક વર્ષથી 18 વર્ષ સુધી શાળા ખાતે વિનામૂલ્યે અભ્યાસ સાથે વિવિધ પ્રવૃત્તિઓ પણ શીખવાડવામાં આવે છે.

શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા ભાવનગરનાં પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ દ્વારા અનેક હેન્ડીક્રાફટની ચીજવસ્તુઓ તૈયાર કરવામાં આવે છે જેમાં માટીનાં ગરબા, કોડિયા, તોરણ, મીણબત્તી, અગરબત્તી ઉપરાંત ચાલુ વર્ષે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ દ્વારા રૂ. 5 થી 40 સુધીની કિંમતની કલાત્મક રાખડીઓ તજજ્ઞના માર્ગદર્શન નીચે તૈયાર કરવામાં આવી છે.

રાખડી બનાવવા માટે અલગ અલગ મટીરીયલ જેમાં પેન્ડલ, દોરી, મોતી વગેરે જુદા જુદા સ્થળેથી એકત્ર કરી પ્રજ્ઞાચક્ષુ દીકરીઓ રાખડી બનાવે છે. રાખડી બનાવવાનો હેતુ ભવિષ્યમાં પોતે પગભર થઇ સમાજમાં પ્રસ્થાપિત થઇ શકે તેવો છે. રાખડીઓ ખરીદવા માટે વિદ્યાનગર ખાતે આવેલા કૃષણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા તેમજ બહારગામ માટે ઓર્ડર પણ લેવામાં આવે છે.

Latest News Updates

ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
g clip-path="url(#clip0_868_265)">