Junagadh : ઓઝત નદીમાં ઘોડાપૂરની સ્થિતિ, માણાવદરના અનેક ગામો બેટમાં ફેરવાયા

Junagadh : ઓઝત નદીમાં ઘોડાપૂરની સ્થિતિ, માણાવદરના અનેક ગામો બેટમાં ફેરવાયા

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2021 | 11:34 AM

માણાવદરના મટીયાણા ગામમાં નદીના પાણી ભરાયા છે. જેના પગલે મટીયાણા ગામ બેટમાં ફેરવાયું છે ગામમાં 3 થી 4 ફૂટ પાણી ભરાતા ગ્રામજનોની મુશ્કેલીમાં વધારો થયો છે

ગુજરાત(Gujarat)માં સતત વરસી રહેલી મેધમહેર વચ્ચે જૂનાગઢની(Junagadh)ઓઝત નદીમાં ઘોડાપૂરને પગલે ઘેડ પંથક પાણી ભરાયા છે. જેમાં માણાવદરના મટીયાણા ગામમાં નદીના પાણી ભરાયા છે. જેના પગલે મટીયાણા ગામ બેટમાં ફેરવાયું છે ગામમાં 3 થી 4 ફૂટ પાણી ભરાતા ગ્રામજનોની મુશ્કેલીમાં વધારો થયો છે. તેમજ હજુપણ ઘેડ પંથકના અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે. જિલ્લા વહીવટી તંત્ર અને NDRFની ટીમો દ્વારા સતત કામગીરી

જ્યારે જૂનાગઢની ઓઝત નદીમાં ફસાયેલા 4 લોકોને બચાવવામાં આવ્યા છે. જેમાં ઓઝત અને ઉબેણ નદીનો પ્રવાહ વધતા ચાર લોકો ફસાયા હતા. આ લોકો નદીના સામાકાંઠે ખેતરમાં કામ અર્થે ગયા હતા.

જો કે બીજી તરફ જૂનાગઢમાં ભલે વરસાદે વિરામ લીધો, પરંતુ મુશ્કેલીઓ યથાવત છે.જૂનાગઢમાં આંબલગઢ ગામે વીજળી પડતા ઘરમાં ભારે નુકસાન થયું અને તમામ ઇલેક્ટ્રીક સાધનો બળીને ખાખ થયા હતા. જૂનાગઢનો ઘેડ પંથક બેટમાં ફેરવાયો છે અને જ્યાં જુઓ ત્યાં પાણીની સ્થિતિ છે.

ભારે વરસાદને પગલે જિલ્લાના અનેક માર્ગો તૂટ્યા છે અને વાહનવ્યવહાર ઠપ થયો છે. જ્યારે ઓઝત નદી પણ ગાંડીતૂર બની છે.ઓઝત નદીમાં ફસાયેલા 4 લોકોને NDRFની ટીમોએ બચાવ્યા છે. આ તરફ માણાવદરના મટીયાણા ગામમાં ઓઝત નદીના પાણી ઘૂસ્યા છે.હાલ મટીયાણા ગામમાં 4 ફૂટ સુધી પાણી ભરાયા છે.

આ  પણ વાંચો : Gujarat ના સીએમ ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના સભ્યોના નામોની અટકળો તેજ, જાણો કોણ કપાશે કોણ ઉમેરાશે

આ પણ વાંચો : શું BANKING ક્ષેત્રમાં કટોકટી આવશે ? ચાલુ વર્ષે BAD LOAN 10 લાખ કરોડને પાર પહોંચવાના એંધાણ

Published on: Sep 15, 2021 09:09 AM
g clip-path="url(#clip0_868_265)">