Junagadh: કોમી એકતાનું પ્રતિક બનેલી છે નવાબી કાળની ગરબી, હિન્દુ મુસ્લિમ દીકરીઓ સળગતી ઈંઢોણી લઈને કરે છે માની આરાધના

|

Sep 30, 2022 | 2:01 PM

ભૂવા રાસ અને સળગતી હિંડોણીનો રાસ રમતી દીકરીઓ સતત અડધો કલાકથી વધુ સમય સુધી બંને હાથોમાં સળગતી મસાલ અને માથે સળગતી હિંડોણી લઈ માની આરાધના કરે છે. રાસ રમતી અને માની આરાધના કરતી આ દીકરીઓ ખરેખર જોનારાઓને અચંબિત કરી મૂકે છે.

Junagadh: કોમી એકતાનું પ્રતિક બનેલી છે નવાબી કાળની ગરબી, હિન્દુ મુસ્લિમ દીકરીઓ સળગતી  ઈંઢોણી લઈને કરે છે માની આરાધના
જૂનાગઢમાં નવાબી ગરબીમાં યુવતીઓ રમે છે રાસ

Follow us on

ડિસ્કો-દાંડિયાના આધુનિક જમાના વચ્ચે જૂનાગઢમાં  (Junagadh) પ્રાચીન ગરબીઓની  (Traditional Garba )બોલબોલા છે ખાસ કરીને વણઝારી ચોકની ગરબીની પરંપરા સચવાયેલી છે. આ પ્રાચીન ગરબીઓએ અનેક કલાકારોને સ્ટેજ આપ્યું છે તથા અનેક નામાંકિત કલાકારો આ પ્રાચીન ગરબીઓના ભાગ બની ચૂક્યા છે.  નવાબી કાળથી ચાલતી વણઝારી ચોકની ગરબીએ  (Garbi) પ્રાચીન સંસ્કૃતિનો વારસો સતત જાળવી રાખ્યો છે. અહીં સળગતી ઈંઢોણીનો રાસ, ભૂવા રાસ, ટીપણી રાસ, સાડી રાસ, વીછુડાનો રાસ આ પ્રાચીન ગરબીની આગવી ઓળખ છે.

કિશોરીઓ તેમજ યુવતીઓ કરે છે વિવિઘ રાસ અને  ગરબા

આ રાસ દીકરીઓ ખુબજ શ્રદ્ધા અને ઉમંગથી રમે છે. ભૂવા રાસ અને સળગતી ઈંઢોણીનો રાસ રમતી દીકરીઓ સતત અડધો કલાકથી વધુ સમય સુધી બંને હાથોમાં સળગતી મસાલ અને માથે સળગતી હિંડોણી લઈ માની આરાધના કરે છે. રાસ રમતી અને માની આરાધના કરતી આ દીકરીઓ ખરેખર જોનારાઓને અચંબિત કરી મૂકે છે. નવાબી કાળથી ચાલતી આ પ્રાચીન ગરબીનો વારસો જાળવવા આયોજકો નવરાત્રિના એક માસ અગાઉથી કામે લાગી જાય છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

તાલીમ અને ટ્રેડિશનલ ડ્રેસ આયોજકો આપે છે નિશુલ્ક

આ રાસમાં ભાગ લેતી દીકરીઓની પસંદગી કરીને તેમને ખાસ તાલીમ પણ આપવામાં આવે છે.આ ગરબીમાં રમતી દીકરીઓ પાસેથી એક પણ રૂપિયાની ફી લેવાતી નથી ગરબે રમતી દીકરીઓના ટ્રેડિશનલ ડ્રેસ પણ આયોજકો તરફથી નિશુલ્ક આપવામાં આવે છે તથા અવનવી લાણીઓ પણ રાસ રમતી દીકરીઓને આપવામાં આવે છે.નવાબની મંજૂરીથી શરૂ થયેલી ગરબીમાં મુસ્લિમ બાળકીઓ પણ ખુબજ ઉત્સાહથી ભાગ લે છે. વણઝારી ચોકની આ પ્રાચીન ગરબીની દૈનિક 15થી 20 હજાર લોકો અચૂક મુલાકાત લે છે.

Published On - 1:58 pm, Fri, 30 September 22

Next Article