Junagadh: મહાશિવરાત્રીના મેળાની તૈયારીઓ શરૂ, ભવનાથ વિસ્તારમાંથી દબાણ દૂર કરાયા

|

Feb 04, 2023 | 3:12 PM

જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા કુલ 84 દુકાનદારોને દબાણ દૂર કરવા માટેની નોટિસ પાઠવવામાં આવી હતી. આ નોટિસ પાઠવ્યા બાદ સવારથી જ દબાણ દૂર કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.

Junagadh: મહાશિવરાત્રીના મેળાની તૈયારીઓ શરૂ, ભવનાથ વિસ્તારમાંથી દબાણ દૂર કરાયા
Bhavnath Mahadev Mandir - File photo

Follow us on

દેવાધિદેવ મહાદેવના વિશેષ પૂજન અર્ચન માટેનો દિવસ એટલે મહાશિવરાત્રી. શિવજીની આરાધની માટેના શ્રાવણ મહિના બાદ મહાશિવરાત્રીનો દિવસ એવો છે જેમાં ભાવિક ભક્તો જૂનાગઢમાં ભવનાથ તળેટી ખાતે ઉમટી પડે છે. ખાસ તો નાગા બાવા અને માત્ર શિવરાત્રીને દિવસે જ બહાર નીકળતા સાધુ સંતોના દર્શન માટે ભવનાથ તળેટી ખાતે ભાવિક ભક્તોનો મહેરામણ ઉમટી પડે છે.

આથી મહાશિવરાત્રીના મેળાની વિશેષ તૈયારી માટે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને ભવનાથ તળેટી વિસ્તારમાંથી ગેરકાયદે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા કુલ 84 દુકાનદારોને દબાણ દૂર કરવા માટેની નોટિસ પાઠવવામાં આવી હતી. આ નોટિસ પાઠવ્યા બાદ સવારથી જ દબાણ દૂર કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.

સોમનાથ ખાતે માત્ર 21 રૂપિયામાં ઘરબેઠા ચઢાવી શકાશે બિલીપત્ર

દેવાધિદેવ મહાદેવની વિશેષ પૂજા અર્ચના માટેનો મહા શિવરાત્રીનો અવસર હવે નજીકમાં જ છે. ત્યારે પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથના દર્શન કરવા માટે ભક્તજનો આતુર હોય છે. ત્યારે સોમનાથ ટ્રસ્ટે ભક્તજનો માટે બ્લિવપૂજા સેવા લોન્ચ કરી છે. જેમાં ફક્ત 21 રૂપિયાના ટોકન દરે કોઈ પણ ભાવિક ભક્ત તેમના નામ સાથે સોમનાથ ભગવાનના ચરણોમાં બિલ્વપત્ર અર્પણ કરી શકશે.

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

શિવરાત્રીની પૂજા તારીખ 18  ફ્રેબુઆરીના રોજ કરવામાં આવશે તેમજ શિવરાત્રિના પર્વમાં  ભોળાનાથની વિશેષ પૂજા પણ કરવામાં આવશે. શિવરાત્રીના દિવસે જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને બિલ્વપત્ર ચડાવવાનું પુણ્ય હવે પ્રત્યેક ભક્તને મળશે. બિલ્વ પૂજામાં ભાગ લેવા માટે ભકતો સોમનાથ ટ્રસ્ટની વેબસાઈટ પર જઈને પૂજા નોંધાવી શકશે.

ગિરનાર પર્વત પર ગંદકી મુદ્દે હાઇકોર્ટમાં પિટિશન દાખલ

જૂનાગઢમાં ગિરનાર પર્વત પર ગંદકી મુદ્દે હાઇકોર્ટમાં પિટિશન દાખલ થઈ છે, જેના પર સુનાવણી દરમિયાન કોર્ટે આદેશ આપ્યો કે ગિરનાર પર્વત પર તત્કાલ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવે. જેમાં પ્લાસ્ટિક સહિતની ગંદકીની તાત્કાલ સફાઈ કરવા હાઈકોર્ટે આદેશ કરવામાં આવ્યો છે. સરકારે હાઈકોર્ટને ઠપકો આપતા કહ્યું કે તમારે શબરીમાલા અને વૈષ્ણોદેવી મંદિરની સ્વચ્છતા જોઈને બોધપાઠ લેવો જોઈએ. આ સાથે હાઇકોર્ટે એ પણ જણાવ્યું કે સ્વચ્છતા મુદ્દે બાંધછોડ ચલાવી લેવાય નહીં.

વિથ ઇનપુટ: વિજયસિંહ પરમાર TV9 જૂનાગઢ

Next Article