Junagadh : અષાઢી બીજના દિવસે પરબ ધામમાં ભરાતો મેળો આ વર્ષે રહેશે બંધ
Junagadh : એક લોકવાયકા મુજબ, ગિરનાર પર બિરાજમાન બધા દેવી- દેવતાઓ (Goddess) અષાઢી બીજનાં દિવસે પરબ ધામમાં પધારે છે, આથી અષાઢી બીજનાં દિવસે પરબ ધામમાં મેળો યોજાય છે.
Junagadh : પરબધામનાં મહંત કરશનદાસ બાપુએ જાહેરાત કરી છે કે, કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને અષાઢી બીજનો મેળો બંધ રાખવામાં આવ્યો છે.
કોરોનાનું સંક્રમણ ઘટતા હાલ ,રાજ્ય સરકારે ગાઈડલાઈન (guideline)મુજબ તમામ મંદિરોને ખોલવાની મજુરી આપી છે, પરંતુ કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને પરબ ધામનો અષાઢી મેળો બંધ રાખવામાં આવ્યો છે.
સૌરાષ્ટ્રમાં આવેલું પરબ ધામએ સંત દેવીદાસને (Sant Devidas) સમર્પિત છે, 350 વર્ષ પહેલા સંત દેવીદાસે પરબ ધામની સ્થાપના કરી હોવાની માન્યતા છે. પરબ ધામમાં(Parab Dham) અષાઢી બીજનાં મેળાનું વિશેષ મહત્વ છે . જેથી, આ મેળામાં દર વર્ષ માનવ મહેરામણ ઉમટતું હોય છે.
અષાઢી બીજનાં મેળાનું મહત્વ
એક લોકવાયકા મુજબ, સંત દેવીદાસે અષાઢી બીજનાં દિવસે પરબ ધામમાં સમાધિ લીધી હતી અને સમાધિ પહેલાં સાક્ષાત ઈશ્વરે તેમને દર્શન દીધા હતા. ઉપરાંત અષાઢી બીજનાં દિવસે ગિરનાર પર બિરાજમાન બધા દેવી- દેવતાઓ (Goddess) અષાઢી બીજનાં પરબ ધામમાં પધારે છે, આથી અષાઢી બીજનાં દિવસે પરબ ધામમાં મેળો યોજાય છે અને આ મેળાનું વિશેષ મહત્વ છે.
મહત્વપૂર્ણ છે કે, આ અગાઉ પણ કોરોનાં મહામારીને (Corona epidemic)ધ્યાનમાં રાખીને ગિરનારનો મેળો અને ગિરનારની પરિક્રમા પણ બંધ રાખવામાં આવી હતી.