AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શોખ બડી ચીઝ હૈ, ભેંસાણના ચા વાળાને આ શોખે અપાવી અલગ ઓળખ

Junagadh: ભેંસાણના આ ચા વાળાને તેના અલગ પ્રકારના શોખે રાષ્ટ્રીય ઓળખ અપાવી છે. ચા બનાવવાની સાથે તેમના શોખની પણ માવજત કરી અને આ જ શોખને કારણે તે અલગ અલગ રાજ્યની સ્પર્ધામાં પણ ચમકી ચુક્યા છે.

શોખ બડી ચીઝ હૈ, ભેંસાણના ચા વાળાને આ શોખે અપાવી અલગ ઓળખ
Bhavesh Bharwad
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 10, 2022 | 10:10 PM
Share

જૂનાગઢના ભેંસાણમં ચાની દુકાન ચલાવતા ભાવેશ ભરવાડને તેમના આ અનોખા શોખે ભારતભરમાં અલગ ઓળખ અપાવી છે અને આ જ શોખના માધ્યમથી તેઓ અલગ અલગ રાજ્યોની સ્પર્ધામાં ચમકી ચુક્યા છે. જૂના જમાનાની જેમ આજકાલના યુવાનો પણ દાઢી મૂછ રાખતા થયા છે. ભેંસાણમાં માલધારી નામની ચાની દુકાન ચલાવનારા યુવાનને પહેલી નજરે જોતા તો સહુ કોઈ વિચારતા થઈ જાય છે, તેનુ કારણ છે તેની લાંબી દાઢી અને મૂછ. ‘Beard Boy’ તરીકે જાણીતા બનેલા ભાવેશ ભરવાડ સાથે વાત કરતા તેમણે જણાવ્યુ કે તેમને ગોવા, રાજસ્થાનના બિકાનેર, મુંબઈ, દિલ્હી સહિતના શહેરોમાં અલગ ઓળખ મળી છે.

બિકાનેરમાં બિયર્ડ કોમ્પિટીશનમાં મૂછમાં પ્રથમ નંબર મેળવ્યો

’18 ઇંચની દાઢી અને 8 ઇંચની મૂછ’ રાખનાર ભાવેશ ભરવાડને બે વર્ષથી દાઢી-મૂછ રાખવાનો શોખ છે. બેથી અઢી વર્ષથી દાઢી-મુછો વધારે છે અને બે વાર નેશનલ લેવલે એવોર્ડ પણ મેળવી ચૂક્યો છે. પહેલીવાર રાજસ્થાન અને બિકાનેર જ્યાં બિયર્ડ કોમ્પિટીશનમાં 50 થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને ત્યાં આંકડાવાળી મૂછમાં પ્રથમ નંબર મેળવ્યો હતો. ત્યારબાદ અમદાવાદ નેશનલ લેવલે ગયો હતો અને ત્યાં ભારતભરમાંથી અલગ અલગ રાજ્યોમાં દાઢી અને મૂછના શોખીનોએ ભાગ લીધો હતો. ત્યાં લાંબી મૂછ માટે પ્રથમ નંબર મેળવ્યો હતો.

દાઢી મૂછની કોમ્પિટિશનમાં સ્પર્ધકોની અલગ અલગ બાબતોને ધ્યાને લેવામાં આવે છે જેવી કે સ્ટેજ પર કેવી રીતે પોઝ આપવો. જેમાં દાઢી અને મૂછો વિશેના પ્રશ્નો પણ પૂછવામાં આવે છે. આ બાબતનો પૂરતો ખ્યાલ હોય તેવા સ્પર્ધકોને પ્રમાણપત્ર અને એવોર્ડ આપવામાં આવે છે. ભાવેશ ભરવાડે વધુમાં જણાવ્યું હતું કે તેમને દાઢી મૂછનો શોખ તો પહેલેથી હતો પરંતુ ત્યારે ચાર-પાંચ ઇંચની દાઢી રાખતો હતો પરંતુ છેલ્લા બે વર્ષથી બધા કરતાં કંઈક અલગ દેખાવ માટે દાઢી મુછો વધારી છે.

દાઢી મૂછની કાળજી બાબતે તેમણે જણાવ્યું હતું કે સવાર સાંજ શેમ્પુથી ધોવામાં આવે છે. ધુળ કે કચરો દાઢીમાં ના જાય તેનો પણ ખ્યાલ રાખવો પડે છે. ખાસ તો વાળ ડેમેજ ના થાય તેનું પૂરતો ખ્યાલ રાખવામાં આવે છે. ભાવેશ ભરવાડને અલગ અલગ રાજ્યોના શહેરોમાં મોડલીંગ, સેમિનાર, શો રૂમ કે કંપનીઓના ઓપનિંગ માટે બોલાવવામાં આવે છે. Beard and moustache મોડલિંગ માટે પણ તેમને આમંત્રણ આપવામાં આવે છે. સાથે જ ઘણી જગ્યાએ તે ચીફ ગેસ્ટ તરીકે હાજરી આપે છે.

ઈનપુટ ક્રેડિટ- વિજયસિંહ પરમાર- જૂનાગઢ

g clip-path="url(#clip0_868_265)">