ગુજરાત (Gujarat) રાજ્યમાં આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદ (Rain) રહેવાની હવામાન વિભાગે આગાહી (forecast) આપી છે. ખાસ કરીને ગીર સોમનાથ તેમજ જૂનાગઢ (Junagadh) અનેઅમરેલી જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે એક પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો હતો અને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શાળા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે શાળાના શિક્ષક તથા અન્ય સ્ટાફે શાળામાં હાજર રહેવું પડશે, જોકે વિદ્યાર્થીઓ માટે રજા રહેશે.
તેમજ સ્થળાંતરની પરિસ્થિતિમાં શાળામાં લોકો આશ્રય લઈ શકે તે માટે વ્યવસ્થા કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો અને આચાર્યોને હેડક્વાટર છોડવાની મનાઈ ફરમાવવામાં આવી છે. તેમજ કોઈ પણ કર્મચારીને હેડક્વાર્ટર ન છોડવા માટે જણાવવામાં આવ્યું છે. તેમજ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે આચાર્ય તેમજ શિક્ષકો સહિતનો અન્ય સ્ટાફ શાળા છોડી શકશે નહીં. તેમજ કટોકટીની પરિસ્થિતિમાં શાળામાં લોકોને સ્થળાંતર કરાવવા માટે તેમજ રાહત કેન્દ્ર શરૂ કરવા માટે શાળા ખૂલ્લી રાખવાની રહેશે.
ગીરસોમનાથ જિલ્લામાં તા.14/7/2022 અને તા.15/7/2022ના રોજ ભારેથી અતિભારે વરસાદની આગાહી હોઈ જેથી જિલ્લાની તમામ આંગણવાડીઓ, પ્રાથમિક/માધ્યમિક શાળાઓ, કોલેજો, ITI અને અન્ય તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં આ બે દિવસ માટે રજા જાહેર કરવામાં આવે છે.@CMOGuj @pkumarias @GIDMOfficial @InfoGirsomnath pic.twitter.com/YHCSCPsgIU
— Collector GirSomnath (@collectorgirsom) July 13, 2022
15 જુલાઈએ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ,અમરેલી અને ગીરસોમનાથમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, આ આગાહીને પગલે જિલ્લા કલેક્ટર દ્વારા ટ્વીટ કરીને અમરેલીમાં બે દિવસ શાળા-કોલેજો બંધ રાખવા માટેની સૂચના આપવામાં આવી હતી. નોંધનીય છે કે જૂનાગઢના કેશોદની ઉતાવળિયા નદીમાં તણાયેલા બાળકને બે યુવાનોએ જીવના જોખમે બચાવ્યું હતું. સાયકલ લઈને જઈ રહેલું બાળક પાણીના પ્રવાહમાં તણાયું હતું. જેની જાણ થતાં જ એક યુવકે તાત્કાલિક નદીમાં કૂદકો માર્યો હતો અને બાળકને હેમખેમ બચાવી લીધું હતું.
બાળકને પાણીમાંથી બહાર કાઢ્યા બાદ તેને હોસ્પિટલ લઈ જવાયું હતું. હાલ બાળકની હાલત સ્થિર છે. પૂર અને વરસાદની સ્થિતિમાં જો બાળકો શાળાએ જાય તો જોખમભરેલી પરિસ્થિતિ ઉભી થઈ શકે છે માટે જૂનાગઢ તેમજ ગીર સોમનાથ અને અમરેલીમાં શાળા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અમરેલી : આગામી બે દિવસ અમરેલી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી,
આગાહીના પગલે 14 અને 15 જુલાઇએ જીલ્લાની તમામ શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી
અમરેલી જિલ્લા કલેકટર દ્વારા ટ્વીટ કરી આપી માહિતી. #Amreli #Gujarat #Monsoon2022 pic.twitter.com/S9f22R1b7a— Tv9 Gujarati (@tv9gujarati) July 13, 2022
Published On - 11:04 pm, Wed, 13 July 22