જૂનાગઢમાં આયુર્વેદિક પીણાંના નામે વેચાતી હતી ભળતી જ વસ્તુ ,જાણીને લાગશે નવાઈ !

|

Jun 19, 2022 | 12:44 PM

જૂનાગઢમાં (Junagadh)આયુર્વેદિક પીણાંના નામે નશાનો કારોબાર થતો હોવાનો પર્દાફાશ થયો છે. પોલીસે આ કહેવાતી આયુર્વેદિક સિરપની હજારો બોટલ જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

જૂનાગઢમાં આયુર્વેદિક પીણાંના નામે વેચાતી હતી ભળતી જ વસ્તુ ,જાણીને લાગશે નવાઈ !

Follow us on

જૂનાગઢ (Junagadh)જિલ્લામાં ચોરવાડ તેમજ માળિયા હાટીના દોલતપરામાંથી વિસ્તારમાં એક દુકાનમાં આયુર્વેદિક કોલ્ડ્રીંક્સના નામે વેચાતી નશીલી સિરપ (Drug syrup)નો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. પોલીસે આયુર્વેદિક સિરપના નામે વેચાતી  હજારો બોટલનો જથ્થો જપ્ત કર્યો હતો. જૂનાગઢ પોલીસે આ બોટલોના નમૂનાને તપાસ માટે FSLમાં મોકલી આપી છે. FSLનો રિપોર્ટ આવ્યા બાદ આ અંગે વધુ માહિતી પ્રાપ્ત થશે.  પોલીસે લાયસન્સ વિના આ પ્રકારની સિરપ વેચતા શખ્સો સામે ગુનો દાખલ કરીને વધુ કામગીરી હાથ ધરી હતી.

પોલીસે આ કેસમાં પોલીસે 38 વર્ષીય જયેશભાઇ ગોવીંદભાઇ વાઢેર તેમજ 36 વર્ષીય દેવશીભાઇ કારાભાઇ ચુડાસમા તેમજ 22 વર્ષીય સુનીલભાઇ વિજયભાઇ વાઢેર અને 36 વર્ષીય મનોજભાઇ ભીખાભાઇ પરમારની અટકાયત કરી હતી. જૂનાગઢમાં જિલ્લા પોલીસ વડા રવિતેજા વાસમશેટ્ટીએ જણાવ્યું હતું કે એસઓજીએ મળેલી બાતમીને આધારે આ તપાસ હાથ ધરી હતી અને સિરપનો જથ્થો જપ્ત કર્યો હતો. નશાના કારોબાર અંગે વધુ ઉંડી તપાસ કરવામાં આવશે. પોલીસે આપેલી વિગતો પ્રમાણે હાલમાં ચોરવાર માળિયા હાટીના તેમજ ખાણીયા વિસ્તાર અને વિસણવેલ ગામના પાટીયા પાસે આવેલી દુકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી છે. એક અહેવાલ પ્રમાણે આ સિરપની 1000 બોટલો જપ્ત કરવામાં આવી છે જેની પર કોઈ લાયસન્સ નંબર નહોતા.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

જૂનાગઢ તેમજ આસપાસના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયનતી નશાનો કાળો કારોબાર થઈ રહ્યો છે. ત્યારે આ અંગે સતત  પોલીસ તેમજ એસઓજીની ટીમ દ્વારા બાતમીદ્વારો દ્વારા માહિતી  પ્રાપ્ત કરીને વિવિધ સ્થળે દરોડા પાડવામાં આવતા હોય છે.   ત્યારે જૂન મહિનાના આરંભે જ જૂનાગઢમાંથી મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. ક્રાઈમ બ્રાંચની ટીમે મજેવડી દરવાજા પાસેથી 55 ગ્રામ ડ્રગ્સના જથ્થા સાથે સાગર ઉર્ફે સાગરો રાઠોડ નામના શખ્સે ઝડપી લીધો હતો  જેમાં ક્રાઈમ બ્રાંચે 5 લાખ 50 હજારની કિંમતના ડ્રગ્સ સહિત 6 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને  મુંબઈના સાગર ખાન ઉર્ફે સાગર દાદા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. ડ્રગ્સ પેડલર દ્વારા નાના શહેરોમાં પગ પેસારો કરીને યુવા ધનને નશાના રવાડે ચડાવવામાં આવે છે ત્યારે આ પ્રકારે આયુર્વેદિકના નામે ભળતી જ વસ્તુને વેચાણ થતું હોય તે ચિંતાનો વિષય છે.

Published On - 12:41 pm, Sun, 19 June 22

Next Article