Junagadh: 1 કિલો પ્લાસ્ટિકની કોથળી જમા કરાવો અને લઈ જાવ 1 પ્લેટ ઢોકળાં, શાક અને થેપલાં, આ બમ્પર ઓફર શું છે? જાણો સમગ્ર વિગતો

જૂનાગઢમાં પ્લાસ્ટિક (Plastic) જમા કરાવવાની સામે પ્રાકૃતિક ફૂડ અને સરબત મળશે. આ ઉપરાંત ગરમ નાસ્તો અને શુદ્ધ ગુજરાતી ભોજન પણ લોકોને આરોગવા મળશે. સાથે લોકોને પ્રાકૃતિક ફુડ ઘરે બેઠાં મળી શકે એ માટે ખાનગી ફૂડ કંપનીઓ દ્વારા ઓર્ડર પણ થઈ શકશે.

Junagadh: 1 કિલો પ્લાસ્ટિકની કોથળી જમા કરાવો અને લઈ જાવ 1 પ્લેટ ઢોકળાં, શાક અને થેપલાં, આ બમ્પર ઓફર શું છે? જાણો સમગ્ર વિગતો
Commendable initiative for plastic free Gujarat in Junagadh
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2022 | 3:28 PM

પ્લાસ્ટિકથી (Plastic)થતા નુકસાન વિશે વિશ્વ હવે ચિંતિત બન્યું છે ત્યારે ગુજરાતમાં નાગરિકો જાગૃત બને તે માટે પ્રશંસાત્મક પહેલ કરવામાં આવી છે. જૂનાગઢમાં (Junagadh)ખાસ આ અંગે પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફે શરૂ કરવામાં આવ્યું છે. તેમાંય ખાસ કરીને ગુજરાતની વેપારી પ્રજાને રસ પડે તે રીતે વસ્તુ વિનિમયની (Barter)પ્રથાને અમલમાં મૂકવામાં આવી છે અને લોકો પ્લાસ્ટિક જ્યાં ત્યાં ન ફેંકે અને ભેગી કરે તે માટે પ્રયોગ અપનાવવામાં આવ્યો છે જેમાં 500 કે 1 કિલો પ્લાસ્ટિક આપીને તેની સામે જ્યૂસ, ઢોકળાં, થેપલાં અને શાક જેવી વસ્તુઓ મેળવીને તેના સ્વાદનો આનંદ માણી શકો છો.

વર્ષોથી અમલમાં છે વસ્તુ વિનિમય પ્રથા (Barter  System)

વર્ષો પહેલાં અમદાવાદમાં અથવા તો ગુજરાતમાં લોકોએ જોયું હશે કે પહેલા પ્લાસ્ટિક (Plastic) અને ધાતુનો ભંગાર આપીને  તેની સામે તેટલા વજનના બોર, જાબું કે અન્ય સિઝનલ ફળો ફેરિયાવાળા આપતા હતા. ધીરે ધીરે એ પ્રથા  લુપ્ત થતી ગઈ. જોકે ફરીથી એ જ રીત અપનાવીને  લોકોને પ્લાસ્ટિકનો  વપરાશ ન કરવા માટે જાગૃત કરવામાં આવ્યા છેે અને પ્લાસ્ટિકની કોથળી કે અન્ય વસ્તુઓ જમા કરાવવાની સામે જૈવિક આહાર મળે છે.

જૂનાગઢમાં પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેની શરૂઆત

Gujarat Governor Acharya Devvarta inaugurates country's first natural plastic cafe in Junagadh

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

જૂનાગઢમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે દેશના પહેલા પ્રાકૃતિક પ્લાસ્ટિક કેફેનું ઉદઘાટન કર્યું હતું. આ કેફેની કમાન મહિલાઓના હાથમાં હશે. જિલ્લાના ‘સર્વોદય સખી મંડળ’ની પાંચ મહિલાઓ આ ફેફેને ચલાવશે. આ અંગે જૂનાગઢના કલેકટર રચિત રાજે જણાવ્યું હતું કે દેશના પ્રથમ તૈયાર કરાયેલા પ્લાસ્ટિક કાફેમાં પ્લાસ્ટિકના પ્રદૂષણને દૂર કરવા પ્લાસ્ટિક વેસ્ટ કલેકશન કરવામાં આવશે. આ રીતે પ્લાસ્ટિક જમા કરાવવાથી પ્રાકૃતિક ફૂડ અને સરબત મળશે. આ ઉપરાંત ગરમ નાસ્તો અને શુદ્ધ ગુજરાતી ભોજન પણ લોકોને આરોગવા મળશે. સાથે લોકોને પ્રાકૃતિક ફુડ ઘરે બેઠાં મળી શકે એ માટે ખાનગી ફૂડ કંપનીઓ દ્વારા ઓર્ડર થઈ શકશે.

આ ઉપરાંત કેશલેશ સર્વિસને પ્રોત્સાહન આપવા કેશલેશ સર્વિસ, માટીમાંથી બનાવેલા વાસણો તેમજ જૈવિક શાકભાજીને વેચાણ પણ કરવામાં આવશે. તેમજ મહિલા સશક્તિકરણને પ્રધાન્ય મળે એ હેતુસર સેલ્ફ હેલ્પ ગ્રુપની મહિલાઓ દ્વારા આ કાફેનું સંચાલન થશે. રાજ્યમાં લોકો પ્લાસ્ટિકનો ઓછો વપરાશ થાય તે માટે દેશના પ્રથમ તૈયાર કરાયેલા પ્લાસ્ટિક કાફેમાં પ્લાસ્ટિકના પ્રદૂષણને દૂર કરવા પ્લાસ્ટિક વેસ્ટ કલેકશન કરવામાં આવશે.

પ્લાસ્ટિક મુક્તિના સંદેશની સાથે સાથે મહિલા સશક્તિકરણનો પ્રયોગ

પ્રાકૃતિક પ્લાસ્ટિક કેફેનું સંચાલન રેખાબેન સોલંકી નામના મહિલા કરશે. તે ઉપરાંત તેમની સાથે અન્ચ 4 મહિલાઓ આ કેફેનું સંચાલન કરશે. આ મહિલાઓ કેફેમાં ભોજન બનાવવાની સાથે સાથે સર્વિંગ સુધી તમામ કામ અહીં મહિલાઓ જ કરશે.

પ્લાસ્ટિક આપો અને પ્રાકૃતિક ખાદ્ય પદાર્થનો સ્વાદ માણો

The natural plastic cafe has eco-friendly decorations and serves items in earthenware.

The natural plastic café has eco-friendly decorations and serves items in earthenware.

આ કાફેમાં ઓર્ગેનિક વસ્તુનો આનંદ મળી શકે તે માટે એવા ખેડૂતોની પસંદગી કરવામાં આવી છે જેઓ શુદ્ધ જૈવિક શાકભાજીનું વેચાણ કરવામાં આવશે. કુલ 1000 ઉપરાંત ખેડૂતોની પસંદગી કરવામાં આવી છે જેઓ  કેફેમાં ઓર્ગેનિક શાકભાજી, કઠોળ મોકલશે તેનું વેચાણ પણ કરવામાં આવશે. તો ફૂડ ડિલીવરી કંપની સાથે જોડાણ કરીને  ઘરે બેઠા પ્લાસ્ટિકનો કચરો જમા કરાવીને  ભોજનનો ઓર્ડર કરી શકાશે.

Commendable initiative for plastic free Gujarat in Junagadh

Commendable initiative for plastic free Gujarat in Junagadh

Latest News Updates

રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક
g clip-path="url(#clip0_868_265)">