ગીર ગઢડા રોડ પર 14 જેટલા સિંહો રસ્તા પર લટાર મારતા દેખાયા, જુઓ-Video
ગીર સોમનાથ ખાતે રસ્તા પર 14 જેટલા સિંહો લટાર મારતા દેખાય રહ્યા છે. ગીર-ગઢડા જામવાડા રોડ પરનો આ વીડિયો હાલ ખુબ વાયરલ થયો છે. એક મુસાફરે આ વીડિયો તેના ફોનના કેમેરામાં કેદ કર્યો હતો.
ભલે સિંહ જંગલનો રાજા હોય, પણ જો તે ક્યાંય ઘૂસી જાય તો સમજો કે તે વિસ્તારમાં બીજા કોઈનું નથી ચાલવાનું. ગીર સોમનાથ ખાતે રસ્તા પર 14 જેટલા સિંહો લટાર મારતા દેખાય રહ્યા છે. ગીર-ગઢડા જામવાડા રોડ પરનો આ વીડિયો હાલ ખુબ વાયરલ થયો છે. એક મુસાફરે આ વીડિયો તેના ફોનના કેમેરામાં કેદ કર્યો હતો.
એક સાથે 14 સિંહ રસ્તા પર ફરતા દેખાય
આ વીડિયોમાં જોઈ શકો છો કે રાતનો સમય છે અને એક સાથે 14 સિંહ રસ્તા પર ફરતા દેખાય રહ્યા છે. 14 સિંહોનું ટોળું રસ્તા પર નિર્ભયતાથી ફરતું જોવા મળે છે. આ દૃશ્યો જોઈને રસ્તા પરથી પસાર થતા લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા.
વીડિયો થયો વાયરલ
સિંહોનું ટોળું આમ અચાનક રસ્તા પર ઉતરી આવતા વાહન ચાલકો તેમને જોઈને જ થંભી ગયા હતા. રસ્તા પર એક બે નહીં પણ આખા 14 જેટલા સિંહના ટોળાને એકસાથે જોઈ લોકો આશ્ચર્ય ચકિત થઈ ગયા હતા. સોશિયલ મીડિયા પર રોજ ઘણા વીડિયો વાયરલ થતા હોય છે તેમાં પણ જાનવરને લઈને સામે આવતા વીડિયો ખુબ જોવાય છે, તેમજ જંગલના રાજા જ્યારે રસ્તાઓ અને શેરીઓમાં ફરવા નીકળી પડે ત્યારે તે દ્રશ્યો નવાઈ પમાડે તેવા હોય છે.
સિંહ દેખાતા લોકો દંગ રહી ગયા
ત્યારે એક સાથે 14-14 સિંહ દેખાતા લોકો દંગ રહી ગયા હતા , તેમજ તેમના કેમેરામાં આ દ્રશ્યો કેદ કરવા લાગ્યા હતા. આ દરમિયાન સિંહોનું ટોળુ પણ શાંતિથી જતુ દેખાય છેે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

