AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ કોંગ્રેસ આતંરિક વિખવાદ, 9 લાખમાં ટિકિટનું વેચાણ!

જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણીને લઈ કોંગ્રેસ આતંરિક વિખવાદ સામે ચાલીને બહાર આવ્યો છે. કોંગ્રેસના જ પૂર્વ કોર્પોરેટરે કોંગ્રેસ પ્રદેશ નિરિક્ષક એમ.કે.બલોચ સામે ચૂંટણીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે. કોંગ્રેસ કોર્પોરેટર અદ્રેમાન પંજાએ આક્ષેપ કર્યો કે પ્રદેશ નિરિક્ષકે 9 લાખ રૂપિયા લઈ ચૂંટણીમાં ટિકિટ વેચી નાખી છે. એટલુ જ નહિ આ સાથે જ અદ્રેમાન પંજા, વિજય વોરા, […]

જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ કોંગ્રેસ આતંરિક વિખવાદ, 9 લાખમાં ટિકિટનું વેચાણ!
| Updated on: Jul 06, 2019 | 1:37 PM
Share

જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણીને લઈ કોંગ્રેસ આતંરિક વિખવાદ સામે ચાલીને બહાર આવ્યો છે. કોંગ્રેસના જ પૂર્વ કોર્પોરેટરે કોંગ્રેસ પ્રદેશ નિરિક્ષક એમ.કે.બલોચ સામે ચૂંટણીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે. કોંગ્રેસ કોર્પોરેટર અદ્રેમાન પંજાએ આક્ષેપ કર્યો કે પ્રદેશ નિરિક્ષકે 9 લાખ રૂપિયા લઈ ચૂંટણીમાં ટિકિટ વેચી નાખી છે. એટલુ જ નહિ આ સાથે જ અદ્રેમાન પંજા, વિજય વોરા, જેબુનનીશાબેન કાદરી, અને સેનિલા થઈમની પેનલે કોંગ્રેસ છોડીને NCPમાંથી ઉમેદવારી નોંધાવી છે.

આ પણ વાંચોઃ VIDEO: બેંકમાં હથિયાર સાથે લૂંટનો પ્રયાસ પાણીના ગ્લાસથી નિષ્ફળ બન્યો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તો લઘુમતીમાં મુકાયેલા જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ વિનુ અમીપરા રાજીનામું આપી દીધું છે. ચૂંટણી સમયે જ જૂનાગઢ શહેર પ્રમુખ ખૂદ નારાજ થઇ જતાં કોંગ્રેસમાં મોટું ભંગાણ થયું છે. વીનુ અમીપરાએ જૂનાગઢ કોંગ્રેસ પ્રમુખના પદેથી રાજીનામું ધરી દીધું છે. અમીપરાએ જણાવ્યું કે હું અને મારી શહેર સમીતી સતત લોકો વચ્ચે રહીને કોંગ્રેસને મજબૂત કરવાના પ્રયાસો કરી રહ્યાં હતા, પરંતુ અમારા કર્મનિષ્ઠ કાર્યકરોને પૂરતો ન્યાય આપવામાં આવ્યો નથી. વીનુ અમીપરા ગુજરાત પ્રદેશ નેતાઓ સતત તેઓની અવગણના કરી રહ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

g clip-path="url(#clip0_868_265)">