AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પગરખાંના જીએસટી દરમાં ઘટાડો કરવા જૂનાગઢના ધારાસભ્યએ CMને લખ્યો પત્ર

પગરખાંના જીએસટી દરમાં ઘટાડો કરવા જૂનાગઢના ધારાસભ્યએ CMને લખ્યો પત્ર

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 05, 2022 | 1:42 PM
Share

સરકારે જૂતા એટલે કે પગરખાં પર જીએસટી 5 ટકા હતો. જેમાં 7 ટકા વધારીને 12 ટકા કર્યો છે તેની સામે વિરોધ થઇ રહ્યો છે. જૂનાગઢ ફૂટવેર એસોસિએશનના પ્રમુખની આગેવાનીમાં વેપારીઓએ અડધો દિવસ દુકાનો બંધ રાખી વિરોધ વ્યક્ત કર્યો હતો.

જૂનાગઢ (Junagadh)ના ધારાસભ્ય (MLA) ભીખાભાઇ જોશીએ મુખ્યમંત્રીને (CM Bhupendra Patel) પત્ર લખ્યો છે. આ પત્રમાં પગરખાં (Shoes)પર વધારેલો 12 ટકા GST દર ઘટાડવા માગ કરવામાં આવી છે. અગાઉ સરકારે 5 ટકા GST દર પગરખાં પર નક્કી કર્યોં હતો. તેમણે વધુમાં પત્રમાં લખ્યું છેકે ” 12 ટકાના વધારાથી મધ્યમ વર્ગના લોકોને મોંઘવારીનો માર વધશે. સાથે જ રો મટીરીયલમાં પણ 25 ટકાનો વધારો થયો છે. 85 ટકા વર્ગ 1000થી ઓછી કિંમતના પગરખાં પહેરે છે. પગરખાં બનાવનાર કારીગરોમાં બેરોજગારી વધશે.”” નાના વેપારીઓને પોતાનો ધંધો બંધ કરવાની ફરજ પડશે” તેવો પત્રમાં ઉલ્લેખ કરાયો છે.

પગરખાંમાં જીએસટીના (GST) દરનો વધારાનો વિરોધ

નોંધનીય છેકે સરકારે જૂતા એટલે કે પગરખાં પર જીએસટી 5 ટકા હતો. જેમાં 7 ટકા વધારીને 12 ટકા કર્યો છે તેની સામે વિરોધ થઇ રહ્યો છે. દરમિયાન જૂનાગઢ ફૂટવેર એસોસિએશનના પ્રમુખ ગોપાલભાઇ યાદવની આગેવાનીમાં વેપારીઓએ અડધો દિવસ દુકાનો બંધ રાખી વિરોધ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત જીએસટીમાં કરેલ 7 ટકાનો વધારો પાછો ખેંચવાની માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદન પણ આપ્યું હતું. જ્યારે આ મુદ્દે જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઇ જોષીએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને પત્ર લખ્યો છે.

 

આ પણ વાંચો : ગયા વર્ષે 32 હજાર કરોડનું બજેટ શિક્ષણ માટે ગુજરાતે ફાળવ્યું, નવી શિક્ષણ નીતિનો ઝડપથી અમલ કરવા ગુજરાત કટિબદ્ધ : CM

આ પણ વાંચો : કોરોના બેફામ, લોકો બેદરકાર: અમદાવાદમાં માત્ર 2 દિવસમાં અઢળક લોકો માસ્ક વગર પકડાયા, તંત્રએ લાખોનો દંડ વસુલ્યો

g clip-path="url(#clip0_868_265)">