કોરોના બેફામ, લોકો બેદરકાર: અમદાવાદમાં માત્ર 2 દિવસમાં અઢળક લોકો માસ્ક વગર પકડાયા, તંત્રએ લાખોનો દંડ વસુલ્યો

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Gautam Prajapati

Updated on: Jan 05, 2022 | 1:35 PM

Ahmedabad: કોરોના બેફામ રીતે વધી રહ્યો છે. તેમ છતાં લોકો બેદરકારી છોડી નથી રહ્યા. અમદાવાદમાં માત્ર 2 દિવસમાં 1850 લોકો માસ્ક વગર ઝડપાયા છે.

કોરોના બેફામ, લોકો બેદરકાર: અમદાવાદમાં માત્ર 2 દિવસમાં અઢળક લોકો માસ્ક વગર પકડાયા, તંત્રએ લાખોનો દંડ વસુલ્યો
violating the rules of mask (File Image)

Corona in Ahmedabad: રાજ્યમાં કોરોનાનું હોટસ્પોટ (Corona Hotspot) અમદાવાદ (Ahmedabad) બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. જે રીતે છેલ્લા 5 દિવસમાં કોરોનાના કેસ વધ્યા છે તે ચિંતાજનક છે. અમદાવાદમાં 4 જાન્યુઆરીએ અમદાવાદમાં કુલ 1,290 કેસ નોંધાયા છે. તેમ છતાં લોકો સાવ બેદરકાર બની ગયા હોય એમ લાગે છે. લોકો ઠેર ઠેર માસ્ક અને સામાજિક અંતર વગર ફરતા જોવા મળે છે.

18 લાખનો દંડ ઉઘરાવાયો

તો આ વચ્ચે એક મીડિયા અહેવાલ ચોંકાવનારો છે. અહેવાલ અનુસાર અમદાવાદમાં માત્ર 2 દિવસમાં માસ્ક ન પહેરનાર 1800 થી વધુ લોકોને દંડ ફટકારવામાં આવ્યો છે. જી હા 1850 લોકો એવા પકડાયા છે જે બેદરકાર બનીને માસ્ક વગર ફરી રહ્યા હતા. તો આ લોકો પાસેથી લગભગ 18 લાખ રૂપિયા જેટલો દંડ પણ તંત્ર દ્વારા ઉઘરાવવામાં આવ્યો છે.

4 દિવસમાં 4 ગણા કેસ વધ્યા

છેલ્લા પાંચ દિવસમાં નોંધાયેલા કેસની વાત કરીએ તો, 31 ડિસેમ્બરે અમદાવાદમાં 311 કેસ નોંધાયા હતા. 1 જાન્યુઆરીએ કોરોનાના 559 નવા કેસ સામે આવ્યા હતા. ત્યારબાદ 2 જાન્યુઆરીએ થોડા ઘટાડા સાથે 436 કેસ નોંધાયા. તો 3 જાન્યુઆરીએ એક દિવસમાં નોંધાતા કેસ વધીને 631 પર પહોંચી ગયા. 4 જાન્યુઆરીએ આ આંકડો સીધો ડબલ થઈ ગયો. 4 જાન્યુઆરીએ અમદાવાદમાં કુલ 1,290 પોઝિટિવ કેસ નોંધાયા.

IMAએ રાજ્ય સરકારને ચેતવી

તો વધી રહેલા સંક્રમણને પગલે IMAએ રાજ્ય સરકારને (Gujarat Government) સૂચન સાથે ગર્ભિત ભાષામાં ચેતવણી આપી છે. સરકારને સામાજીક તથા રાજકીય મેડાવળા બંધ કરવાની સલાહ આપી છે. સાથે જ સ્કૂલો ફરીથી ઓનલાઈન કરીને, રેસ્ટોરન્ટ તથા થિયેટરોમાં 50 ટકા ક્ષમતા કરવા અનુરોધ કર્યો છે.

એક તરફ ચિંતાજનક રીતે રાજ્યમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. તો ઓમિક્રોનની આફત વચ્ચે ધાર્મિક, સામાજીક અને રાજકીય મેડાવળાઓ જોરશોરથી ચાલી રહ્યા છે. ત્યારે 7 મુદ્દાની એડવાઇઝરી જાહેર કરીને IMAએ સરકારને કેટલાક પગલા ભરવા માટે સૂચનો કર્યા છે. જેમાં કોરોના ગાઇડલાઇનના કડક પાલન સાથે જાહેર સ્થળો પર બંને ડોઝ લેનારા લોકોને પ્રવેશ આપવાની સલાહ આપી છે.

આ પણ વાંચો: ગયા વર્ષે 32 હજાર કરોડનું બજેટ શિક્ષણ માટે ગુજરાતે ફાળવ્યું, નવી શિક્ષણ નીતિનો ઝડપથી અમલ કરવા ગુજરાત કટિબદ્ધ : CM

આ પણ વાંચો: ભાવનગર મહાનગરપાલિકાના વિવિધ વિકાસ કામો માટે 104 કરોડ રૂપિયાની ફાળવણીને CMની મંજૂરી

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati