જૂનાગઢ કેશોદના માર્કેટયાર્ડમાં 23 હજાર ગુણીઓનો ભરાવો, ગોડાઉનની અવ્યવસ્થાના કારણે વિરોધ

જૂનાગઢ કેશોદના માર્કેટયાર્ડમાં 23 હજાર ગુણીઓનો ભરાવો, ગોડાઉનની અવ્યવસ્થાના કારણે વિરોધ

જૂનાગઢના કેશોદ માર્કેટ યાર્ડમાં ખેડૂતોએ હંગામો મચાવ્યો. માર્કેટયાર્ડમાં અવ્યવસ્થાને લઈને નારાજ થયેલા ખેડૂતોએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોના દાવા પ્રમાણે કેશોદ માર્કેટયાર્ડમાં 23 હજાર ગુણીઓનો ભરાવો થઈ ગયો છે અને માર્કેટ યાર્ડ ભરાઈ જવાના કારણે ખેડૂતોને પોતાની મગફળી ખુલ્લામાં રાખવી પડી રહી છે. છેલ્લા બે દિવસથી કેશોદ માર્કેટ યાર્ડ મગફળીથી છલકાઈ ગયું છે. અને […]

TV9 Webdesk12

|

Feb 02, 2020 | 11:58 AM

જૂનાગઢના કેશોદ માર્કેટ યાર્ડમાં ખેડૂતોએ હંગામો મચાવ્યો. માર્કેટયાર્ડમાં અવ્યવસ્થાને લઈને નારાજ થયેલા ખેડૂતોએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોના દાવા પ્રમાણે કેશોદ માર્કેટયાર્ડમાં 23 હજાર ગુણીઓનો ભરાવો થઈ ગયો છે અને માર્કેટ યાર્ડ ભરાઈ જવાના કારણે ખેડૂતોને પોતાની મગફળી ખુલ્લામાં રાખવી પડી રહી છે. છેલ્લા બે દિવસથી કેશોદ માર્કેટ યાર્ડ મગફળીથી છલકાઈ ગયું છે. અને તેના કારણે ખેડૂતોને પોતાની મગફળી ખુલ્લામાં રાખવી પડી રહી છે. ખેડૂતોએ એવો પણ દાવો કર્યો છે કે ગુણીઓ ખુલ્લામાં રાખવાના કારણે તેમની મગફળી બગડી રહી છે. ખેડૂતોના દાવા મુજબ અત્યાર સુધીમાં 1700 ગુણીઓ ગોડાઉનમાંથી રિજેક્ટ થઈને પરત આવી છે.

આ પણ વાંચોઃ સોશિયલ મીડિયામાં અમરેલીનો એક VIDEO વાઈરલ, બેકાબૂ બનેલા ઘોડાએ એક વૃદ્ધને લીધા અડફેટે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

માર્કેટ યાર્ડ હાઉસફૂલ છે. ખેડૂતો ખેડૂતો પોતાની મગફળી લઈને તો આવે છે. દૂરથી આવેલા ખેડૂતોને મગફળી ખુલ્લામાં તો રાખવી જ પડે છે સાથે જ જે વાહન લઈને આવ્યા હોય તેનું ભાડું પણ ચુકવવું પડી રહ્યું છે અને સૌથી મોટી વાત ખુલ્લામાં રહેવાના કારણે મગફળીની ગુણવત્તા પણ ઘટી રહી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati