Junagadh: AAPના હવાલાકાંડનો વધુ એક વીડિયો વાયરલ, પૈસાના કવર બનાવી રહેલા માણસો અને નોટોના થપ્પા દેખાયા, જુઓ Video

| Updated on: May 06, 2026 | 10:12 AM

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ હવે પ્રચાર શાંત થયા છે. આવતી કાલે સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે. તેના પરિણામ 28મી એપ્રિલ 2026ના રોજ રહેશે.

જૂનાગઢ જિલ્લાના વિસાવદરથી હવાલાકાંડ સંબંધિત વધુ એક વીડિયો વાયરલ થયો છે. વીડિયો વાયરલ તથા રાજકીય હલચલ મચી છે. વીડિયોમાં મતદારોને પૈસા વહેંચવાના દાવા સાથે કેટલીક ચોંકાવનારી વિગતો પણ સામે આવી રહી છે.

Videoમાં પૈસાના કવર અને નોટોના થપ્પા

માહિતી મુજબ, આ વીડિયોમાં પૈસાના કવર બનાવી રહેલા માણસો અને નોટોના થપ્પા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીના ખેસ પણ નજરે પડે છે. જેના કારણે મામલો વધુ ગંભીર બન્યો છે. માહિતી મુજબ, માંડાવડ અને રતાંગ ગામમાં પૈસા પહોંચાડવાની વીડિયોમાં ચર્ચા કરવામાં આવી છે. કરકડી અને બરડિયામાં પૈસા પહોંચાડવા અંગે વીડિયોમાં વાતચીત થઈ છે. પક્ષના કોઈ નારાજ કાર્યકર્તાએ વીડિયો વાયરલ કર્યાની આશંકા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ટિકિટ વહેંચણીનો ખાર મનમાં રાખીને બેઠેલો જુનાગઢ જિલ્લાના આમ આદમી પાર્ટીનો એક નેતા તકની રાહ જોઈને બેઠા હતા અને તેણે જ જઈને આ સ્ટિંગ ઓપરેશન કરેલું છે. વીડિયોમાં તેનો અવાજ જુનાગઢના AAPના આ નેતા સાથે મેચ પણ થાય છે, તેમ પાર્ટીના જ નેતાઓમાં ચર્ચા થઈ રહી છે.

Breaking News: કન્ટેન્ટ ચોરીના કિસ્સાઓ બાદ AAP ગુજરાતનું ફેસબુક-ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પ્રતિબંધિત

Published on: Apr 25, 2026 01:06 PM
Follow Us