Ahmedabad Video : ભારત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના સંયુક્ત સચિવે અસારવામાં ખાતે આવેલા જન પોષણ કેન્દ્રની લીધી મુલાકાત

|

Sep 13, 2024 | 4:37 PM

ભારત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના સંયુક્ત સચિવ રવિશંકરએ અમદાવાદના અસારવામાં ખાતે આવેલા જન પોષણ કેન્દ્રની મુલાકાત લીધી હતી.

ભારત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના સંયુક્ત સચિવ રવિશંકરએ અમદાવાદના અસારવામાં ખાતે આવેલા જન પોષણ કેન્દ્રની મુલાકાત લીધી હતી. સંયુક્ત સચિવએ જનપોષણ કેન્દ્રની રેશનદુકાનમાં સરકારની વિના મુલ્યે ગરીબ કલ્યાણ યોજના હેઠળ NFSA રેશનકાર્ડ ધારકોને વિતરણ કરાઈ રહેલા અનાજ ઉપરાંત અન્ય ન્યુટ્રિશનલ ચીજવસ્તુના વિતરણની ચાલી રહેલી કામગીરીનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવ્યુ હતુ.

આ પ્રસંગે હાજર રહેલા મોડેલ રેશનશોપ અને જનપોષણ કેન્દ્રના સંચાલકો સાથે વિચારોની આપ-લે સાથે જરુરી માર્ગદર્શન તેમજ અન્ય રાજ્યોના ઉદાહરણો આપીને કર્યું હતુ. આ કાર્યક્રમમાં સયુંકત સચિવ રવિશંકર સાથે ગુજરાત રાજ્યના પુરવઠા નિયામક તુષાર ધોળકિયા અને અમદાવાદ શહેરના અન્ન નિયંત્રક, નાયબ અન્ન નિયત્રંક ડોકટર મૃણાલદેવી ગોહિલ તેમજ ગાંધીનગરના મદદનીશ નિયામક રાજેશ પ્રજાપતિ, અમદાવાદના મદદનીશ નિયામક મયુર ,ચાર્મી જોષી,દિનેશ બામણિયા અને મદદનીશ નિયંત્રક પાર્થ પટેલ અને અનેક ઝોનલ ઓફિસરો પણ હાજર રહ્યા હતા.

Next Video