ભૂચર મોરીના યુદ્ધમાં શહીદ થનાર વીરોને રાજપૂત સમાજના યુવાનોએ આપી અનોખી શ્રદ્ધાંજલિ,જુઓ VIDEO

રાજયભરના 17 જીલ્લામાંથી રાજપુત સમાજના 5000 કરતા વધુ યુવાનો એક સાથે ભૂચર મોરીના ઐતિહાસિક મેદાનમાં તલવારબાજી (Talvarbaji)  રમ્યા હતા

ભૂચર મોરીના યુદ્ધમાં શહીદ થનાર વીરોને રાજપૂત સમાજના યુવાનોએ આપી અનોખી શ્રદ્ધાંજલિ,જુઓ VIDEO
Bhuchar Mori war ground
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 18, 2022 | 2:34 PM

Jamnagar : જામનગરના ધ્રોલના (Dhrol) ભૂચર મોરીના મેદાનમાં શહીદોને અનોખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી.દર વર્ષે શ્રાવણ માસની (Sharvan) સાતમના દિવસે શહીદોને (Martyrs) શ્રદ્ધાંજલિ  આપવામાં આવે છે, ત્યારે આ વર્ષે રાજપુત સમાજના યુવાનોએ તલવારબાજી કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.5000થી વધુ યુવાનોએ તલવાર રાસ રમી શહીદવીરોને અનોખી શ્રદ્ધાંજલિ આપી.મહત્વનું છે કે રાજયભરના 17 જીલ્લામાંથી રાજપુત સમાજના 5000 કરતા વધુ યુવાનો એક સાથે ભૂચર મોરીના ઐતિહાસિક મેદાનમાં તલવારબાજી (Talvarbaji)  રમ્યા હતા.છેલ્લા 30 વર્ષથી અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અને ભૂચર મોરી શહીદ સ્મારક ટ્રસ્ટ દ્રારા શહીદ શ્રદ્ધાંજલિ સમારોહનું આયોજન કરવામાં આવે છે.

સૌરાષ્ટ્રના પાણીપતના યુદ્ધનો ગૌરવી ઈતિહાસ

ભૂચર મોરીના યુદ્ધના ઈતિહાસની વાત કરીએ તો 1591માં આ યુદ્ધ નવાનગર સ્ટેટના (navanagar State) રાજવી અને મિર્ઝા અઝીઝ કોકાની સેના સામે થયુ હતુ. યુદ્ધમાં એક તરફ નવાનગર રજવાડાની કાઠિયાવાડની સેના અને બીજી તરફ મિર્ઝા અઝીઝ કોકાની આગેવાની હેઠળના મુઘલ સૈન્ય હતુ. ગુજરાત સલ્તનતના છેલ્લા સુલ્તાન મુઝફ્ફરશાહ ત્રીજાને બચાવવા માટે આ યુદ્ધ થયુ હતુ.જેણે મુઘલ બાદશાહ અકબરથી નાસી જઇને નવાનગર રજવાડાના જામ સતાજીનું (Jam Sataji) શરણ લીધું હતુ. આ યુદ્ધમાં બંને પક્ષે ભારે ખુવારી થઇ હતી.

બાદશાહ અકબરે મુઝફ્ફરશાહ ત્રીજોને પકડવા મીર્ઝા અજીઝ કોકાને જંગી લશ્કર સાથે મોકલ્યા હતા. તેમણે વિરમગામ પાસે છાવણી નાખી. જામ સતાજીને કહેણ મોકલ્યું કે, ‘રાજના દુશ્મનને સોંપી આપો.’ જામ સતાજીએ જવાબમાં કહ્યુ કે ‘તમારો શાહી ગુનેગાર અમારો શરણાગત છે. શરણે આવેલાનું રક્ષણ કરવું એ રાજપૂતોનો ધર્મ છે. અમે કોઇ કાળે તમને નહીં સોંપીએ.’ આ જાણ્યા પછી અકબરે આગ્રાથી વઘુ સૈન્ય મોકલ્યુ.જામનગરને કબજે કરવા હુકમ કર્યો. યુદ્ધનું પરિણામ મુઘલ સૈન્યના પક્ષમાં આવ્યું હતુ.  1952ના શ્રાવણ વદ શિતળા સાતમ ને બુધવારના રોજ આ યુદ્ધ પૂર્ણ થયુ.તેથી સાતમના દિવસે અહીં વીર શહીદોને (martyrs) શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">