AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Water Day: વરસાદી પાણીના સંગ્રહ અને બોર કૂવાના રીચાર્જ અંગે આપવામાં આવ્યું માર્ગદર્શન

નવાનગર નેચર કલબ દ્વારા વિશ્વ જળ દિવસ નિમિતે શહેરની એમ.પી શાહ કોમર્સ કોલેજમાં વિધાર્થીઓ માટે જળ સંચય અને સંગ્રહ અંતરર્ગત એક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ શહેરના એમ્યુઝમેન્ટ પાર્ક પાસે લોકોને વરસાદી પાણીના સંગ્રહ માટે કૂવા બોર રિચાર્જ પધ્ધતીનું નિર્દેશન આપવામાં આવ્યું હતું.

World Water Day: વરસાદી પાણીના સંગ્રહ અને બોર કૂવાના રીચાર્જ અંગે આપવામાં આવ્યું માર્ગદર્શન
Divyesh Vayeda
| Edited By: | Updated on: Mar 22, 2023 | 4:38 PM
Share

જામનગરમાં આજે વિશ્વ જળ દિવસ નિમિત્તે જશ સંગ્રહ અને સંચય માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જળ દિવસ નિમિત્તે વિશેષ સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જામનગરમાં નવાનગર નેચર કલબ દ્વારા વિશેષ માર્ગદર્શન આપીને પાણીનું મહત્ત્વ સમજાવી તેમજ પાણીને વેડફાતું અટકાવીને તેનું યોગ્ય વ્યવસ્થાપન કરવાનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

નવાનગર નેચર કલબ દ્વારા વિશ્વ જળ દિવસ નિમિતે શહેરની એમ.પી શાહ કોમર્સ કોલેજમાં વિધાર્થીઓ માટે જળ સંચય અને સંગ્રહ અંતરર્ગત એક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ શહેરના એમ્યુઝમેન્ટ પાર્ક પાસે લોકોને વરસાદી પાણીના સંગ્રહ માટે કૂવા બોર રિચાર્જ પધ્ધતીનું નિર્દેશન આપવામાં આવ્યું હતું.

એક ટપકતા નળથી દર સેકન્ડે એક ટીપું બરબાદ થવાથી દર મહિને 760લીટર પાણી અમસ્તુજ વેડફાઈ જાય છે. સીધા જળ નીચે જ નહાવાથી 90લિટર પાણી વપરાયછે. નળ સારી રીતે બંધ ન કરવાથી એક મિનિટમાં 30 ટીપાં અને વાર્ષિક 46હજાર લિટર પાણી વેડફાઈ જાય છે. હાલમાં ભારતમાં વાર્ષિક સરેરાશ ૩૯૮ અબજ ઘન મીટર પાણી ઉપલબ્ધ છે જે વસ્તી ના પ્રમાણ માં ઓછું છે.

જામનગર ની નવાનગર નેચર ક્લબ સંસ્થા છેલ્લા 17 વર્ષ થી પર્યાવરણ જાગૃતિ અર્થે કામ કરે છે. સાથે જ ભવિષ્યના સૌથી મોટા પડકાર “પીવા નું પાણી” ઉપર વિશેષ ગંભીરતા સમજી રેઇન વોટર હાર્વેસ્ટીંગ એટલેકે જળ સંચય અભિયાનનું કામ કરે છે.

સૌરાષ્ટ્ર વિસ્તારમાં તેમાં પણ ખાસ કરીને જામનગર શહેરની પાણીની સમસ્યા ઓછી કરવામાં મદદ રૂપ થવાના આશયથી છેલ્લા દસેક વર્ષોના અમારા પ્રયત્નો પછી વખતો વખત સંસ્થા દ્વારા યોજાતા કેમ્પની લોકોની મુલાકાત બાદ ઘણા બધા લોકોએ પોતાના બોર (ડંકી) રીચાર્જ કરાવી અને માત્ર એક કે બે વર્ષમાં જ પાણીની ક્વોલીટી સુધરવા સાથે જમીનના ભૂતળનું લેવલ ઉપર આવવા સુધીના પરિણામો મળવા લાગ્યા જે હકીકત છે. શહેરના ઘણા બધા ઘરોમાં આ પ્રકારની વ્યવસ્થાઓ કરાયેલ છે અને સંસ્થાના નિષ્ણાતો દ્વારા વિના મુલ્યે બોર/કુવા રીચાર્જ ની કામગીરી માટે માર્ગદર્શન આપવામાં આવે છે.

કુવા અથવા બોર માંથી આખુ વર્ષ વૈજ્ઞાનિક રીતે પાણી ખેંચીએ છીએ, ધરતીના પેટાળ માંથી પાણી ખેંચવાની આપણને છૂટ હોય તો ધરતીમાં વરસાદી પાણી ઉતારવાની આપણી જવાબદારી કે ફરજ છે .

આ માટે દરેક વ્યક્તિએ પોતાના વાડી , ખેતર , ફળીયા કોઈપણ જગ્યાએથી વરસાદી પાણી ધરતીમાં ઉતારવાની જુમ્બેસ કરવી પડશે, આ કામમાં લોકો મોટી સંખ્યામાં જોડાય તો ભુગર્ભ જળનું સ્થર ઉંચુ આવશે કેમ કે જયારે જ્યારે વરસાદ થશે ત્યારે આવા શોષ ખાડાઓ દ્વારા પૂષ્કળ પાણી ધરતીમાં ઉતરશે .

પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">