Jamnagar : નવાનગર નેચર કલબ દ્વારા વિશ્વ જળ દિવસ નિમિત્તે સેમીનાર યોજાયો, જળ સંચયનું મહત્વ સમજાવ્યું

જામનગર શહેરની પાણીની સમસ્યા હળવીરવામાં મદદ રૂપ થવાના આશયથી છેલ્લા દસેક વર્ષોના અમારા પ્રયત્નો પછી વખતો વખત સંસ્થા દ્વારા યોજાતા કેમ્પની લોકોની મુલાકાત બાદ ઘણા બધા લોકોએ પોતાના બોર (ડંકી) રીચાર્જ કરાવી અને માત્ર એક કે બે વર્ષ માં જ પાણીની ક્વોલીટી સુધરવા સાથે જમીનના ભૂતળનું લેવલ ઉપર આવ્યું હતું.

Jamnagar : નવાનગર નેચર કલબ દ્વારા વિશ્વ જળ દિવસ નિમિત્તે સેમીનાર યોજાયો, જળ સંચયનું મહત્વ સમજાવ્યું
Jamnagar Navanagar Nature Club Seminar
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: Mar 22, 2022 | 10:55 PM

જામનગરની(Jamnagar) નવાનગર નેચર ક્લબ(Navanagar Nature Club)સંસ્થા છેલ્લા 15 વર્ષથી પર્યાવરણ જાગૃતિ અર્થે કામ કરે છે. મુખ્યત્વે વૃક્ષારોપણ, પક્ષીઓ નો બચાવ, ગણપતિ ઉત્સવની પુર્ણાહુતી બાદ સમુદ્ર કિનારાની સફાઈ,નેચર એજ્યુકેશન કેમ્પ જેવી અનેક પ્રવૃતિઓ ઉપરાંત ભવિષ્યના સૌથી મોટા પડકાર “પીવા નું પાણી” ઉપર વિશેષ ગંભીરતા સમજી રેઇન વોટર હાર્વેસ્ટીંગ એટલેકે જળ સંચય અભિયાનનું કામ કરે છે.તેથી સંસ્થા દ્વારા  વિશ્વ જળ દિવસ(World Water Day) નિમિત્તે શહેરની ગવર્મેન્ટ પૉલિટેક્નિક ખાતે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વિદ્યાર્થીઓ દ્વારા જળ સંચય અને સંગ્રહના નવતર પ્રયોગ અને વિચારો રજૂ કર્યા હતા આ ઉપરાંત શહેરીજનો દ્વારા પોતાના મકાન,બિલ્ડીંગ કે ખેતરોમાં વરસાદી પાણી સંગ્રહ માટે કુવા,બોર કે અન્ય રિચાર્જ પદ્ધતિ અપનાવી હોય તેવા જાગૃતિ નાગરિકો અને એસોસિએશન આ સેમિનારમાં ભાગ લઈ પોતાનો અનુભવ સેર કર્યા હતા.

જળ સંચય અને સંગ્રહની વિવિધ પધ્ધતિઓનું માર્ગદર્શન

આ સેમિના૨નો હેતુ વધુને વધુ લોકો જળસંચય પ્રવૃત્તિ સાથે જોડાઇ તેને વધુ પ્રસા૨-પ્રચાર ક૨વાનો છે,જેથી આવનારા દિવસોમાં જીવનની મુળભુત જરૂરીયાત પાણીને કેમ બચાવવું અને કેમ સંયમથી વા૫૨વું તે વિશે વિચા૨-વિમર્શ ક૨વામાં આવ્યો હતો.સેમિનારમાં નવાનગર નેચર કલબના સભ્ય હિમાંશુ જાની દ્વારા જળ સંચય અને સંગ્રહની વિવિધ પધ્ધતિઓનું માર્ગદર્શન તથા જામનગરની વર્તમાન જળ પરિસ્થિતિની માહિતી આપવામાં આવી હતી.તદઉપરાંત ગર્વમેન્ટ પોલીટેકનિકના વિદ્યાર્થીઓ દ્વારા જળ સંચય અને સંગ્રહના પોસ્ટરો અને વિચારો રજુ કર્યા હતા.

છેલ્લા દસ વર્ષો થી નિયમિત રીતે નિદર્શન આપવામાં આવે છે

જામનગર શહેરની પાણીની સમસ્યા હળવીરવામાં મદદ રૂપ થવાના આશયથી છેલ્લા દસેક વર્ષોના અમારા પ્રયત્નો પછી વખતો વખત સંસ્થા દ્વારા યોજાતા કેમ્પની લોકોની મુલાકાત બાદ ઘણા બધા લોકોએ પોતાના બોર (ડંકી) રીચાર્જ કરાવી અને માત્ર એક કે બે વર્ષ માં જ પાણીની ક્વોલીટી સુધરવા સાથે જમીનના ભૂતળનું લેવલ ઉપર આવ્યું હતું.  છેલ્લા દસ વર્ષો થી નિયમિત રીતે મે- મહિના થી લઇ અને ઓગસ્ટ- મહિના સુધી શહેરના અલગ અલગ લોકેશન પર કેમ્પ લગાવી લોકોને બેનર તેમજ પ્રેક્ટીકલ મોડલ સ્થળ પર તૈયાર કરાવી નિદર્શન આપવામાં આવે છે અને પેમ્પ્લેટસનું વિતરણ પણ કરવામાં આવે છે. આ દરમ્યાન લોકોને પાણીના બચાવ અને તેના સંચય કરવાના મહત્વની ગંભીરતા સંસ્થાના આ કાર્ય સાથે જોડાયેલ નિષ્ણાત દ્વારા સમજાવવામાં આવે છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

જીવ માત્ર જ્યારે પોતાની સુખ સુવિધાની પાછળ આંધળી દોટ મૂકી રહ્યો છે ત્યારે તેનાં માઠાં પરિણામો આવી રહ્યાં છે. માણસ માનવજીવનનો આધાર એવા જળનો બેફામ ઉપયોગ કરી રહ્યો છે. જેના ફળસ્વરૂપ જળસંકટની સ્થિતિ નિમૉણ પામી રહી છે. પાણીનાં સ્તર પ્રતિદિન નીચે જોઈ રહ્યાં છે. કુદરતી સંપત્તિના અખૂટ ભંડાર એવા જળનો વ્યય થતો અટકાવવો જરૂરી બન્યો છે.

આ પણ વાંચો : Ahmedabad: રામોલ-હાથીજણ વોર્ડમાં ગટરના પાણી ઉભરાવાની સમસ્યાથી લોકો ત્રસ્ત

આ પણ વાંચો : બનાસકાંઠા જિલ્લામાં પાણીનો પ્રશ્ન સૌથી વિકટ બન્યો, તમામ મોટા ડેમમાં 10 ટકાથી ઓછું પાણી

g clip-path="url(#clip0_868_265)">