Cricket: 125 વર્ષથી રણજીતસિંહજીનો ઓસ્ટ્રેલીયા સામે ડેબ્યૂ મેચમાં આ રેકોર્ડ હતો અકબંધ, જાણો જામ સાહેબના ક્રિકેટ કરિયર વિશે?

ઈંગ્લેંડ ક્રિકેટ ટીમનો હિસ્સો રહેલા સવાસો વર્ષથી રણજીતસિંહજીનો આ રેકોર્ડ અકબંધ હતો. ઈંગ્લેંડની ધરતી પર અનેક ક્રિકેટરો ડેબ્યૂ મેચ રમી ચુક્યા, પરંતુ જામ સાહેબનો રેકોર્ડ અતુટ રહ્યો હતો.

Cricket: 125 વર્ષથી રણજીતસિંહજીનો ઓસ્ટ્રેલીયા સામે ડેબ્યૂ મેચમાં આ રેકોર્ડ હતો અકબંધ, જાણો જામ સાહેબના ક્રિકેટ કરિયર વિશે?
Ranjitsinhji-Devon Conway
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jun 03, 2021 | 11:51 PM

ઈંગ્લેંડ અને ન્યુઝીલેન્ડ (England vs New Zealand) વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ લોર્ડઝમાં રમાઈ રહી છે. લોર્ડઝના મેદાનમાં ન્યુઝીલેન્ડના ઓપનર બેટ્સમેન ડેવોન કોન્વે (Devon Conway) રેકોર્ડની વણઝાર લગાવી દીધી છે. કોન્વેએ ડેબ્યૂ મેચમાં પ્રથમ ઈનીંગ રમતા જ બેવડી સદી ફટકારી દઈને છવાઈ ગયો છે. કોન્વેએ જામ સાહેબ રણજીતસિંહજી (Ranjitsinhji)નો સવાસો રેકોર્ડ તોડ્યો હતો. જામનગરના રણજીતસિંહજીએ ઓસ્ટ્રેલીયા સામે ડેબ્યૂ મેચ ઈંગ્લેંડમાં રમતા 154 રનની અણનમ રમત રમી હતી.

મહાન રણજીતસિંહજીએ સવાસો વર્ષ પહેલા ઈંગ્લેંડની ધરતી પર ઓસ્ટ્રેલીયા સામે ટેસ્ટ ક્રિકેટ ડેબ્યૂ કર્યુ હતુ. 16 જૂલાઈ 1896માં ઈંગ્લેંડ વતી રમતા જેમાં તેઓએ પ્રથમ ઈનીંગમાં 62 રન કર્યા હતા. જ્યારે ઈંગ્લેંડની ટીમ ફોલોઅન થઈને ફરીથી બેટીંગ માટે મેદાને આવી હતી. તેમણે ટીમને ઉગારતી રમત રમી બતાવી હતી. તેઓએ ડેબ્યૂ મેચમાં જ શતક ફટકાર્યુ હતુ. તેઓ 154 રન કરીને અણનમ રહ્યા હતા.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

ઈંગ્લેંડ ક્રિકેટ ટીમનો હિસ્સો રહેલા સવાસો વર્ષથી રણજીતસિંહજીનો આ રેકોર્ડ અકબંધ હતો. ઈંગ્લેંડની ધરતી પર અનેક ક્રિકેટરો ડેબ્યૂ મેચ રમી ચુક્યા, પરંતુ જામ સાહેબનો રેકોર્ડ અતુટ રહ્યો હતો. તેઓના શાનદાર પ્રદર્શનને લઈને રણજીતસિંહજીને વિઝડન ક્રિકેટર ઓફ ધ યર દ્વારા વર્ષ 1897 માટે નામાંકિત કર્યા હતા. ન્યુઝીલેન્ડના ડેવોન કોન્વેએ ઈંગ્લેંડ સામે શાનદાર બેટીંગ કરીને બેવડી સદી નોંધાવી હતી. આ દરમ્યાન તેણે રણજીતસિંહજીના રેકોર્ડ સ્કોરને પાર કર્યો હતો.

રણજી ટ્રોફી નામની શરુઆત

જામ રણજીતસિંહજીએ ભારતમાં ક્રિકેટના વિકાસ માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓએ પોતાની બેટીંગ વડે ક્રિકેટને એક નવી શૈલી સાથે ક્રિકેટમાં ક્રાંતી આણી હતી. BCCIએ 1934થી રમાઈ રહેલી ક્રિકેટ શ્રેણીને રણજી ટ્રોફી (Ranji Trophy) નામ આપ્યુ છે. ક્રિકેટના પ્રસિદ્ધ ખેલાડી હોવા ઉપરાંત તેઓ સૌરાષ્ટ્રના નવાનગરના દશમાં જામ સાહેબ હતા. તેઓનું નવાનગરમાં 1907થી 1933 સુધી શાસન રહ્યુ હતુ.

જામ સાહેબનું ક્રિકેટ કરિયર

રણજીતસિંહજી 15 આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચ અને 307 ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ મેચ રમી ચુક્યા છે. આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચમાં 989 રન 44.95ની સરેરાશથી કર્યા હતા. આ દરમ્યાન તેમનો સર્વોચ્ચ સ્કોર 175 રનનો રહ્યો હતો. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 56.37ની સરેરાશથી તેઓએ 24,692 રન બનાવ્યા હતા. જેમાં સર્વોચ્ચ સ્કોર અણનમ 285 રનનો રહ્યો હતો. સક્સેસ કાઉન્ટી, લંડન કાઉન્ટી અને કેમ્બ્રિઝ મહાવિશ્વવિદ્યાલય વતી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમ્યા હતા.

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">