Salim Durani Death: સલીમ દુરાનીના નિધન પર PM મોદી સહિત અને દિગ્ગજોએ દુઃખ વ્યક્ત કર્યુ, જામનગરમાં લીધા અંતિમ શ્વાસ
રવિવાર વહેલી સવારે ત્રણ વાગ્યાના સુમારે નિધન, જામનગરના વ્હોરાના હજીરા નજીક આવેલ ઢોલિયા પીરની દરગાહ કબ્રસ્તાન નજીક કરાશે દફનવિધિ,ક્રિકેટ ક્ષેત્રે સલીમ દુરાનીએ વિશ્વમાં જામનગરનો ડંકો વગાડ્યો હતો.
ચાહકોની માંગ પર છગ્ગો જમાવનારા સિક્સર કિંગ સલીમ દુરાની નુ રવિવારે વહેલી સવારે અવસાન થયુ છે. દુરાનીના અવસાનના સમાચાર સાથે જ ભારતીય ક્રિકેટ આલમમાં શોક છવાયો છે. મહાન ક્રિકેટર સલીમ દુરાનીએ જામનગરમાં પોતાના નિવાસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. સલીમ દુરાની લાંબા સમયથી બિમાર હતા તેઓ 88માં વર્ષે અવસાન પામ્યા છે. તેમના અવસાન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરી દુઃખ વ્યકત કર્યું હતું. દિગ્ગજ પૂર્વ ક્રિકેટરો અને વર્તમાન સ્ટાર ક્રિકેટરોએ પણ દુઃખ વ્યક્ત કર્યુ હતુ.
જામનગર ખાતે મોરકાંડા રોડ પર આવેલ ગરીબ નવાઝ 2 વિસ્તારમાં સલીમ દુરાનીનુ નિવાસસ્થાન આવેલુ છે. પૂર્વ ક્રિકેટર જ્યાં પોતાના નાનાભાઈ સાથે રહેતા હતા આ દરમિયાન તેમણે આજે વહેલી સવારે ત્રણ વાગ્યા આસપાસ તેમણે દુનિયાને આલવીદા કહ્યું હતું. જે અંગેના વાવડ વહેતા થતા સગાસંબંધીઓ અને વિસ્તારવાસીઓ તેમના નિવાસ્થાને દોડી આવ્યા હતા.
આ પણ વાંચોઃ Salim Durani Death: ભારતીય દિગ્ગજ પૂર્વ ક્રિકેટર સલીમ દુરાનીનુ અવસાન, ચાહકોની માંગ પર જમાવતા હતા છગ્ગો
PM Modi એ દુઃખ વ્યક્ત કર્યુ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને સલીમ દુરાનીના નિધન પર દુઃખ વ્યકત કર્યું હતું. તેઓએ સલીમ દુરાની સાથેની જૂની યાદો વાગોળી કહ્યું કે સલીમ દુરાનીજીનો ગુજરાત સાથે ખૂબ જૂનો અને મજબૂત નાતો રહ્યો છે. તેઓ સૌરાષ્ટ્ર અને ગુજરાત માટે રમ્યા હતા. મને પણ તેમની સાથે વાર્તાલાપ કરવાની તક મળી હતી જેના વ્યક્તિત્વથી હું ખૂબ પ્રભાવિત થયો છું.
Salim Durani Ji had a very old and strong association with Gujarat. He played for Saurashtra and Gujarat for a few years. He also made Gujarat his home. I have had the opportunity to interact with him and was deeply impressed by his multifaceted persona. He will surely be missed.
— Narendra Modi (@narendramodi) April 2, 2023
જામનગરમાં દફનવિધિ કરાશે
ત્રણેક મહિના ગાઉ સલીમ દુરાની પોતાના ઘરે પડી ગયા હતા. આ દરમિયાન તેઓને ઈજા પહોંચી હતી. જોકે સારવાર બાદ તેઓની તબિયત સુધારા તરફ હતી. પરંતુ સંપૂર્ણ સ્વસ્થ થયા ન હતા અને આજે વહેલી સવારે નાદુરસ્ત તબિયતને પગલે તેઓનું નિધન થયું છે. આજે પાંચ વાગ્યે જામનગરના વ્હોરાના હજીરા નજીક આવેલ ઢોલિયા પીરની દરગાહ કબ્રસ્તાન નજીક તેઓની દફનવિધિ કરવામાં આવશે. દુરાનીનો જન્મ અફઘાનિસ્તાનના કાબુલમાં થયો હતો અને ત્યાંથી તેમનો પરીવાર પાકિસ્તાનના કરાચીમાં સ્થાયી થયો હતો. બાદમાં ભાગલા વખતે પરીવાર ગુજરાત આવી વસ્યો હતો.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…