NSGની ટીમ પહોંચી જામનગર એરપોર્ટ, મોસ્કો-ગોવા ચાર્ટર્ડ ફ્લાઇટની ચકાસણી શરુ
મોડી રાત્રે મોસ્કોથી ગોવા આવતી ફ્લાઇટનું જામનગરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. વિમાનમાં સંદિગ્ધ વસ્તુ હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ ઘટનાને પગલે NSG ની ટીમ જામનગર એરપોર્ટ પહોંચી છે.
9 જાન્યુઆરીની મોડી રાત્રે જામનગરથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા હતા. મોડી રાત્રે મોસ્કોથી ગોવા આવતી ફ્લાઇટનું જામનગરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. વિમાનમાં સંદિગ્ધ વસ્તુ હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ ઘટનાને પગલે NSG ની ટીમ જામનગર એરપોર્ટ પહોંચી છે.અઝુર એર ફ્લાઇટ નંબર ZF-2401નું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું અને ઇમરજન્સીને પગલે જામનગર ફાયરની ટીમ તેમજ પોલીસની ટીમ જામનગર એરપોર્ટ ખાતે તૈનાત છે અને બૉમ્બ સ્કવૉડ, ડોગ સ્કવૉડ સહિતનો કાફલો એરપોર્ટ ઉપર પહોંચી ગયો છે. આ ફલાઈટમાં 236 યાત્રી અને 8 ક્રૂ મેમ્બર સહિત 244 લોકો હાજર હતા. આ તમામ યાત્રીઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
આ ઘટનાને પગલે એરપોર્ટના આસપાસના વિસ્તારમાં ઈમરજન્સી સાથે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અઝૂરે એરલાઈન્સની મોસ્કોથી ગોવા આવતી ફ્લાઈટનું લેન્ડિંગ કરવામાં આવ્યું છે. જોકે પ્રાથમિક તપાસમાં કોઈ શંકાસ્પદ પદાર્થ ન મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે, 2.30 કલાક સુધી ચાલેલી પ્રાથમિક ચકાસણી પૂર્ણ થતા કોઈ શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો ન હતો.
જામનગર એરપોર્ટ પર ફલાઇટના ઇમરજન્સી લેન્ડિંગનો મામલો: દિલ્લીથી NSGની ટીમ જામનગર એરપોર્ટ પહોંચી | #TV9GujaratiNews #Gujarat pic.twitter.com/qcEv0hyF0G
— Tv9 Gujarati (@tv9gujarati) January 9, 2023
દિલ્લીથી NSGની ટીમ જામનગર એરપોર્ટ પહોંચી,, વિમાનમાં સવાર તમામ મુસાફરો અને તેઓના સામાનની ચકાસણી કરાઈ | #TV9GujaratiNews #Gujarat pic.twitter.com/TaDzFiilr6
— Tv9 Gujarati (@tv9gujarati) January 9, 2023
દિલ્લીથી NSGની ટીમ જામનગર એરપોર્ટ પહોંચતા જ તરત ચકાસણી શરુ કરવામાં આવી હતી. વિમાનમાં સવાર તમામ મુસાફરો અને તેઓના સામાનની NSGની ટીમ દ્વારા ચકાસણી કરાઈ હતી.
ગોવા એરપોર્ટની સુરક્ષા વધારવામાં આવી
Goa | Security tightened outside Goa International Airport after Goa ATC received a bomb threat on Moscow-Goa chartered flight.
The chartered flight has been diverted to Jamnagar, Gujarat. The aircraft is under isolation bay & further investigation is underway. pic.twitter.com/KKCbMPiyW9
— ANI (@ANI) January 9, 2023
મોસ્કોથી ગોવા આવતી ફ્લાઇટનું જામનગરમાં ઇમરજન્સી લેન્ડિંગ અને દિગ્ધ વસ્તુ હોવાની માહિતી પ્રાપ્ત થતા જ ગોવા એરપોર્ટની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો હતો.
દિલ્લીથી બોલાવવામાં આવી NSG ની ટીમ
આ ઘટનાને પગલે દિલ્લીથી NSGની ટીમ બોલવવામાં આવી હતી. હાલમાં તમામ મુસાફરો સલામત છે વિમાનમાં સવાર તમામ મુસાફરો અને તેમના સામાનની ચકાસણી પણ કરવામાં આવી છે. હાલમાં તમામ મુસાફરોને સુરક્ષિત સ્થળે રવાના કરવામાં આવ્યા છે અને NSGના ક્લિયરન્સ બાદ જ ફ્લાઇટ આગળ ઉડવાની મંજરૂ આપવામાં આવશે.
NSG એટલે શું ?
NSG એટલે નેશનલ સિક્યુરિટી ગાર્ડ. જેને સામાન્ય રીતે બ્લેક કેટ્સ તરીકે ઓળખવામાં આવે છે, તે ગૃહ મંત્રાલય હેઠળનું ભારતનું આતંકવાદ વિરોધી એકમ છે. તેની સ્થાપના 16 ઓક્ટોબર 1984ના રોજ ઓપરેશન બ્લુ સ્ટાર બાદ, આતંકવાદી પ્રવૃત્તિઓનો સામનો કરવા અને રાજ્યોને આંતરિક વિક્ષેપ સામે રક્ષણ કરવા માટે કરવામાં આવી હતી.