AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પુષ્કરના આંતરરાષ્ટ્રીય અશ્વ મેળામાં જામનગરનો કેસરિયો છવાયો, જાણો આ કરોડોના ઘોડા વિશે રસપ્રદ વાતો

Jamnagar: રાજસ્થાનના પુષ્કરમાં મેળો યોજાયો હતો. જયાં દેશભરમાંથી ઘોડાને ખરીદ-વેચાણ અને પ્રદર્શન માટે લાવવામાં આવ્યા હતા. જેમાં જામનગરના કેસરિયા ઘોડાએ રંગ રાખ્યો હતો.

પુષ્કરના આંતરરાષ્ટ્રીય અશ્વ મેળામાં જામનગરનો કેસરિયો છવાયો, જાણો આ કરોડોના ઘોડા વિશે રસપ્રદ વાતો
kesariyo horse
Divyesh Vayeda
| Edited By: | Updated on: Nov 26, 2021 | 6:41 AM
Share

જામનગર (Jamnagar) નજીક આવેલા લોઢીયા ગામનો મારવાડી ઘોડા (Horse) કેસરિયાએ (Kesariya) આંતરરાષ્ટ્રીય કક્ષાએ રંગ દેખાડયો છે. રાજસ્થાનના પુષ્કરમાં યોજાયેલા ઇન્ટરનેશનલ હોર્સ ફેર (International Horse Fair) અશ્વ પૃથ્વી કી શાનમાં કેસરિયા નામનો આ ઘોડો સ્ટેલિન કેટગરીમાં પ્રથમ રનર-અપ બન્યો. જામનગરના લોઢીયા ગામના મારવાડી ઘોડાએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ રનરઅપ બનીને નાના ગામ અને જિલ્લનું ગૌરવ વધાર્યુ છે.

ગત 18 તારીખે રાજસ્થાનના પુષ્કરમાં મેળો યોજાયો હતો. જયાં દેશભરમાંથી ઘોડાને ખરીદ-વેચાણ અને પ્રદર્શન માટે લાવવામાં આવ્યા હતા. મેળામાં 10 હજાર જેટલા ઘોડા દેશભરમાંથી આવ્યા હતા. જેમાં મારવાડી નસલના સર્વશ્રેષ્ઠ ઘોડાની સ્પર્ધામાં રીંગમાં 37 જેટલા ઘોડાઓ વચ્ચે સ્પર્ધા થઈ હતી. આ સ્પર્ધામાં પ્રથમ ક્રમે પુનાનો કામીઝ ઘોડો આવ્યો હતો. તો લોઢીયાના કેસરિયા ઘોડાએ પ્રથમ રનર-અપનું સ્થાન મેળવ્યું હતું.

લોઢીયાના ચરણજીતસિંહ ધર્મેન્દ્રસિંહ મહેડુને ઘોડા પ્રત્યે વિશેષ લગાવ છે. નાનપણથી ઘોડાને પાળવાનો શોખ હોવાથી એક બાદ એક કરીને કુલ 7 જેટલા ઘોડા તેઓ પાળે છે. જેમાંથી કેસરિયા નામનો ઘોડો વિશેષ છે. મારવાડી નસલનો 5 વર્ષનો કેસરિયા ઘોડો સુંદરતાના કારણે બીજાથી અલગ પડે છે. જેના પિતા અશ્વ પણ અતિસુંદર છે જે હાલ મહારાષ્ટ્રમાં છે.

આ ઘોડાના પિતાનુ નામ સુંદર અને સુંદરના પિતાનુ નામ દેવધર દરબાર છે. કેસરિયા ઘોડાના માલિક ચરણજીત પાસે ઘોડાની સાત-આઠ પેઢીની બંન્ને બાજુની હિસ્ટ્રી અને પેડિગ્રી ચાર્ટ છે. તેમણે ઘોડાનો ડીએનએ કરાવ્યો છે. તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ અન્ય દેશમાં જવા માટે કેસરિયાનો પાસપોર્ટ કરાવ્યો છે. કેસરિયા નામનો આ ઘોડો ભૂતકાળમાં અદંત વછેરાની કેટેગરીમાં સાયલા હોર્સ ફેરમાં પ્રથમ રનર-અપ રહી ચૂક્યો છે.

આ ઘોડો સારંગખેડાની અંદર બેદાંત કેટેગરીમાં પણ પ્રથમ રનર-અપ રહી ચૂક્યો છે. બનાસકાંઠાના જસરા ખાતેની સ્પર્ધામાં પણ આ ઘોડો સેકન્ડ રનર-અપ રહી ચૂક્યો છે. તેની આવી અનેક વિશેષતાના કારણે તેની બજાર કિમત કરોડો રૂપિયા છે. પરંતુ તેના માલિકને તે ખુબ પ્રિય હોવાથી તેને વેચાણ કરવા ઈચ્છતા નથી. તેને પરીવારના સભ્યની જેમ સાચવે છે.

પુષ્કરમાં યોજાયેલ સ્પર્ધામાં 5 જજની ટીમ દ્રારા કાન, મોઢા, ગરદન, પગ, સાચવણી, પ્રેઝન્ટેશન, માલિકની વાતને કેટલુ સમજે અને અનુકરણ કરે છે, સહીતના મુદાઓને લઈને માર્ક આપવામાં આવે છે. તેમજ પહેલા ઘોડાનુ મેડીકલ કરવામાં આવે છે. કેસરિયાની દેખરેખ માટે તેના માલિક તેના ખોરાક, દવા, તેમજ તેના માટેનો ખાસ સામાન સહીતના દરેક મુદાઓ પર વિશેષ કાળજી લે છે. જરૂરી હોય તો અન્ય દેશમાંથી સામાન કે ખોરાકની ખરીદી કરે છે. જેના પરીણામ સ્વરૂપે આ પ્રકારની સ્પર્ધામાં કેસરિયાએ પોતોનો રંગ દેખાડયો.

આ પણ વાંચો: Ahmedabad : યુવતીને રાજકીય પાર્ટીમાં હોદ્દો આપવાની લાલચ આપી આચરાયું દુષ્કર્મ, બે-બે વાર ગર્ભવતી પણ બનાવી

આ પણ વાંચો: Gujarat : સાબરમતી આશ્રમનો પુનઃવિકાસ કરવામાં આવશે, ગુજરાત હાઈકોર્ટે તુષાર ગાંધીની અરજી ફગાવી

g clip-path="url(#clip0_868_265)">