AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jamnagar: રાજ્યકક્ષાની કરાટે સ્પર્ધામાં ઝળકી જામનગરની બે દીકરીઓ, બંને બહેનોએ પોતાની કેટેગરીની ફાઈટમાં ગોલ્ડ જીત્યો

Jamnagar: જામનગરમાં યોજાયેલી કરાટેની વિવિધ કેટેગરીની ઓપન સ્પર્ધામાં જામનગરની બે સગી બહેનોએ તેમનુ કૌવત બતાવ્યુ છે અને રાજ્ય કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવ્યો છે. જામનગરની સેન્ટ ઝેવિયર્સમાં ધોરણ 10માં અભ્યાસ કરતી મૈત્રી 16 સ્પર્ધકો વચ્ચેની દોઢ મિનિટની ફાઈટમાં ગોલ્ડ જીત્યો હતો. જ્યારે નાની બહેન દુર્વાએ 32 સ્પર્ધકો વચ્ચે 1 મિનિટની ફાઈટમાં ગોલ્ડ જીત્યો છે.

Jamnagar: રાજ્યકક્ષાની કરાટે સ્પર્ધામાં ઝળકી જામનગરની બે દીકરીઓ, બંને બહેનોએ પોતાની કેટેગરીની ફાઈટમાં ગોલ્ડ જીત્યો
Divyesh Vayeda
| Edited By: | Updated on: Sep 04, 2023 | 12:03 AM
Share

Jamnagar: જામનગરમાં કરાટેની વિવિધ કેટેગરીને ઓપન ગુજરાતની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં બે સગી બહેનોએ પોતાની તાકાત બતાવીને પોતાની કેટેગરીમાં ફાઈટ કરીને ગોલ્ડ મેડલ હાસલ કર્યા. કરાટેની સ્પર્ધામાં વિવિધ જીલ્લાઓમાંથી કુલ 400 થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ઓપન ઈન્ટર સ્કૂલ કરાટે ચેમ્પિયનશીપ 2023 માં કરાટેની તાલીમ મેળવનાર નાના-મોટા બાળકોએ સ્પર્ધામાં જોર અજમાવ્યુ હતુ.

બે સગી બહેનોએ સ્પર્ધામાં ભાગ લીધો અને પોતાની કેટગરીમાં ગોલ્ડ મેળવીને પરીવારને ગર્વ અપાવ્યુ. જામનગરની સેન્ટ ઝેવિયર્સમાં ધોરણ -10માં અભ્યાસ કરતી મૈત્રી હિરેન ગાંધીએ કરાટેની ફાઈટમાં 14-15વર્ષની સ્પર્ધકોમાં કુલ 16 સ્પર્ધકો પૈકી જીત હાસિલ કરી. 16 સ્પર્ધકો વચ્ચે દોઢ મીનિટની 3 ફાઈટ રમીને ગોલ્ડ મેળવ્યો. જયારે કાતામાં સિલ્વર મેડલ મેળવ્યો. તેવી રીતે સેન્ટ આન્સ સ્કૂલમાં ધોરણ 5માં અભ્યાસ કરતી મૈત્રીની નાની બહેન દુર્વા હિરેન ગાંધીએ પણ 9-10 વર્ષના 32 સ્પર્ધકો વચ્ચે કરાટેની ફાઈટની સ્પર્ધા થઈ હતી. જેમાં 1 મીનીટની 4 ફાઈટ રમીને દુર્વાએ ગોલ્ડ હાસિલ કર્યો. તેમજ કાતામાં બ્રોન્સ મેળવ્યો. નેશનલ સ્પર્ધામાં કરાટે રમીને ગોલ્ડ મેળવવાનુ સપનુ મૈત્રીએ જોયુ છે.

બંન્ને બહેનોએ માત્ર 4 માસની તાલીમમાં બંન્નેએ પહેલી સ્પર્ધામાં સફળતા મેળવી

મુળ દેવભુમિદ્રારકા જીલ્લાના ભાણવડના વતની બંને બહેનો અભ્યાસ માટે પરીવાર સાથે જામનગરમાં ચાલુ શૈક્ષણિક વર્ષે આવ્યા. શહેરમાં શિક્ષણની સાથે બંને બહેનોને સાહસીક પ્રવૃતિમાં રસ ધરાવતી હોવાથી કરાટેની તાલીમ લેવાનુ શરૂ કર્યુ. શહેરમાં છેલ્લા 10 વર્ષથી કરાટેની તાલીમ આપનાર કોચ ચિરાગ શાહ પાસે કોચીંગ લેવાનું શરૂ કર્યુ. છેલ્લા 4 માસથી કરાટેની તાલીમ બંને બહેનો સાથે મેળવે છે. સપ્તાહમાં 10 કલાકની તાલીમ અને પ્રેકટીસ કરે છે. એક દાયકાથી કરાટેની તાલીમ આપનાર કોચે ચિરાગે જણાવ્યુ કે બંને બહેનો મહેનતી છે, સાથે કુદરતી બક્ષીસ હોય તો આવુ બને તે ઓછા સમયની તાલીમમાં અને પ્રથમ સ્પર્ધામાં ગોલ્ડ મેળવી શકે. આ સ્ટેજ સુધી પહોંચવા માટે અન્ય સ્પર્ધક વધુ સમય લેતા હોય છે.

બાળકીઓને સ્વબચાવ માટે કરાટેની તાલીમ અપાવી

મૈત્રી અને દુર્વાના પિતા ફોટોગ્રાફીના વ્યવસાય સાથે સંકળાયેલ છે. જે બંને પુત્રીના અભ્યાસ માટે શહેરમાં રહેવા આવ્યા. બંને દિકરીઓને અભ્યાસની સાથે સાહસિક પ્રવૃતિ કરવાની ઈચ્છા હોય ત્યારે કરાટેની તાલીમ શરૂ કરાવી. અને એક દિવસે બંને દિકરીઓ ચાર મેડલ જે પૈકી 2 ગોલ્ડ મેળવી ગર્વ સાથે ખુશી વ્યકત કરી.

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
g clip-path="url(#clip0_868_265)">