Jamnagar: લુખ્ખા તત્વોનો આતંક, પિતા-પુત્ર સહિત ત્રણ શખ્સનો પોલીસ કર્મચારીની હત્યાનો પ્રયાસ
Jamnagar: જામનગર શહેરમાં રવિપાર્ક વિસ્તારમાં પિતા-પુત્ર સહિતના ત્રણ લોકોએ પોલીસ કર્મચારીની હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ત્રણેયે એક વેપારીની દુકાનમાં તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ એક વિદ્યાર્થી અને એક શ્રમિક યુવાનને માર મારવા અને તોડફોડ કરવા સહિતના ચાર અલગ અલગ ગુનાઓ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવ્યા છે.

જામનગરમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા છે. શહેરના રવિ પાર્ક વિસ્તારમાં પિતા-પુત્ર સહિતના ત્રણ ગુનેગારોનો ખૌફ સામે આવ્યો છે. આ ત્રણેયે બે વેપારીની દુકાનમાં તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા તેમજ એક વિદ્યાર્થી અને એક શ્રમિક યુવાનને માર મારવા અને તોડફોડ કરવા સહિતના ચાર અલગ અલગ ગુનાઓ સીટી સી. ડિવિઝન પોલીસમાં નોંધાવ્યા છે.
આ બનાવ પછી આરોપીઓને પકડવા ગયેલા પોલીસ કર્મચારી પર બે શખ્સોએ કાર ચડાવી દઈ પગ ભાંગી નાખી, હત્યાનો પ્રયાસ કરવાનો પણ વધુ એક ગુનો નોંધાયો છે. પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી પિતા પુત્રની અટકાયત કરી લેવામાં આવી છે, વધુ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.
રવિપાર્કમાં પિતા-પુત્રએ માર માર્યાની ચાર અને જાનથી મારી નાખવાના પ્રયાસની બે જેમાં પોલીસ પર હુમલાની ફરીયાદનો સમાવેશ છે. એક દિવસે એક પોલીસ મથકમાં પિતા-પુત્ર સામે કુલ 6 પોલીસ ફરીયાદ નોંધાઈ છે.
શહેરના રવિ પાર્ક વિસ્તારમાં રહેતા પ્રદીપભાઈ કરસનભાઈ ચંદ્રાવડીયા નામના એક વિદ્યાર્થી પોતાના મિત્ર કૃષ્ણપાલસિંહ સાથે સ્કૂટર પર બેસીને પોતાના ઘરે જઈ રહ્યા હતા જે દરમિયાન માર્ગમાં ઉભેલા સંજય કાનાભાઈ ભૂતિયા અને તેના પિતા કાનાભાઈ ભૂતિયા એ બંને મિત્રોને રોક્યા હતા અને વિદ્યાર્થી હુમલો કરી દીધો હતો. ઉપરાંત તેના વાહનને પણ નુકસાની પહોંચાડ્યુ હતી. જેથી આ મામલો સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો.
આ ઉપરાંત જામનગરમાં ભક્તિનગર વિસ્તારમાં રહેતા હરેશભાઈ વસતાભાઈ ડાંગરિયા, કે જેઓ પણ રવિ પાર્ક વિસ્તારમાં મજૂરી કામ અર્થે ગયા હતા, દરમિયાન તેને અટકાવીને બંને આરોપી પિતા-પુત્રએ લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો. દરમિયાન તેનો એક મિત્ર કે જે છોડાવવા માટે વચ્ચે પડ્યો હોવાથી તેને પણ માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. જામનગરમાં રાધે કૃષ્ણ સોસાયટીમાં રહેતા અને રવિ પાર્ક વિસ્તારમાં દુકાન ધરાવતા વેપારીની દુકાન પણ આ બંને પિતા-પુત્રએ તોડફોડ કરી હતી અને વેપારીને માર માર્યો હતો.
આ સમગ્ર મામલે સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. જુદીજુદી ચાર ફરિયાદો પિતા-પુત્ર સામે નોંધાવવામાં આવી હતી. જે બંને આરોપીઓ રવિ પાર્ક વિસ્તારમાં આતંક મચાવી રહ્યા છે. તેવી માહિતી મળતાં સિટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ જાવેદભાઈ કાસમભાઇ વજગોળ, કે જેઓ તાત્કાલિક અસરથી આરોપીઓને પકડવા માટે ગયા હતા, જે દરમિયાન આરોપી સંજય કાનાભાઈ ભૂતિયા અને તેના પિતા કાનાભાઈ કેસુભાઈ ભૂતિયા ઉપરાંત તેનો ભાઈ ભાવેશ કાનાભાઈ ભૂતિયા કે જે ત્રણેય પોલીસને તાબે થયા ન હતા.
ત્રણેયને પોલીસ સ્ટેશનને આવવા માટેનું કહેતાં તેઓ ઉશ્કેરાયા હતા અને પોતાની સાથે રહેલી સ્કોર્પિયો કાર કે જેમાં જબરજસ્તીથી બેસી જઇ પોલીસ કર્મચારી જાવેદભાઈ વજગોડ પર કાર ચડાવી દેવાની કોશિશ કરી હતી. જેથી તેઓ ખસી ગયા હતા. પરંતુ તેમના પગ ઉપરથી કારનું વ્હીલ ફરી વળ્યું હતું, અને પગ ભાંગી ગયો હતો અને ત્રણેય શખ્સો ભાગી છુટ્યા હતા.
આ પણ વાંચો: નલ સે જલ યોજનાને જામનગરમાં મળ્યો વેગ, 3 વર્ષમાં 7000 જોડાણ આપ્યા બાદ, આ વર્ષે નવા 3000 જોડાણ અપાશે