જામનગરઃ PM MODI ના આગમનને લઈને યુધ્ધના ધારણે તંત્રની કામગીરી, ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનું શિલાન્યાસ કરાશે

બે દેશના (PM )વડાપ્રધાન, WHOના વડા, 10 દેશના એમ્બેસેડર, વિશ્વભરના આરોગ્ય ક્ષેત્રેના નિષ્ણાતો, ભારતના કેન્દ્રીય અને ગુજરાતના અનેક મંત્રીઓ સહીત મહાનુભવોની વિશેષ કાર્યકમમાં હાજરી.

જામનગરઃ PM MODI ના આગમનને લઈને યુધ્ધના ધારણે તંત્રની કામગીરી, ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનું શિલાન્યાસ કરાશે
Jamnagar: PM Modi to lay foundation stone of Global Center for Traditional Medicine on April 19 (2022)
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: Apr 16, 2022 | 4:42 PM

19 એપ્રિલના રોજ પીએમ મોદીના (PM MODI) કાર્યક્રમને લઈને જામનગરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જામનગર ખાતે ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનું (Global Center for Traditional Medicine)શિલાન્યાસ વડાપ્રધાનના હસ્તે થશે. જેને લઈને તંત્ર દ્વારા તૈયરીઓ કરવામાં આવી રહી છે. બે દેશના વડાપ્રધાન 10 દેશના એમ્બેસેડર, (WHO) વિશ્વ આરોગ્ય સંસ્થાના વડા સહીત દેશ-વિદેશના આર્યુવેદ અને આરોગ્ય ક્ષેત્રેના નિષ્ણાત, કેન્દ્રીય અને રાજયના મંત્રી સહીતના મહાનુભવોનો કાફલો આ વિશેષ કાર્યકમમાં ઉપસ્થિત રહેશે.

19 એપ્રિલ રોજ પીએમ નરેન્દ્ર મોદી જામનગરની મુલાકાતે આવવાના છે. ત્યારે WHO દ્વારા ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનું શિલાન્યાસ વડાપ્રધાનના હસ્તે થવા જઇ રહ્યું છે, ત્યારે આ કાર્યક્રમમાં તેમની સાથે મોરિશિયસના વડાપ્રધાન, ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને WHOના ડીજી , રાજ્યકક્ષાના મંત્રીઓ તેમજ આઠથી દસ દેશોના એમ્બેસેડર તેમજ સ્થાનિક આગેવાનો અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહેશે. વિશ્વ આરોગ્ય સંસ્થાનું પ્રથમ આઉટ પોસ્ટ સેન્ટર ભારતમાં તૈયાર થવા જઇ રહ્યું છે. આથી આ જામનગર માટે એક ઐતિહાસિક ઘટના કહી શકાય. આના લીધે પરંપરાગત ચિકિત્સાઓ દ્વારા યોગદાનમાં વૃદ્ધિ થશે. જેને લઈને ઈન્સ્ટિટયુટ ઓફ ટીંચીંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદના ડાયેરકટર ડૉ.અનુપ ઠાકર ઈત્રની તમામ ટીમ દ્વારા વિશેષ કાર્યકમના આયોજન માટે રાતદિવસ કામગીરી કરી રહ્યા છે.

ગોરધન પર વિશાળ ડોમ તૈયાર

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

જામનગરથી આશરે 10 કિમી દુર આવેલા ગોરધનપરની આશરે 35 એકર જમીન રાજય સરકારે આ સેન્ટર માટે આપેલી છે. જયાં શિલાયન્સનું વિશેષ કાર્યકમ થનાર છે. આ કાર્યકમમાં કુલ 2000 જેટલા આંમત્રિતોની હાજરી થનાર છે. બે વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં એકમાં મોટુ સ્ટેજ અને આંમત્રિત લોકોને બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. પાસે બીજા ડોમની અંદર બે વિભાગમાં ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. વીઆઈપી અને વીવીઆઈપી માટેનું આયોજન થયું છે. બપોરના સમયે કાર્યકમ હોવાથી ડોમમાં એસીની વ્યવસ્થા મુકવામાં આવી છે.

વડાપ્રધાન મોદી અને મોરિશિયસના વડાપ્રધાન તેમજ વિશ્વભરમાંથી મહેમાનો જામનગર આવે છે. તેની સુરક્ષાની વિશેષ જવાબદારી.

પીએમ મોદીના જામનગર પ્રવાસને લઈને પોલીસતંત્ર દ્વારા પણ સુરક્ષા વ્યસ્વ્થાને ધ્યાનમાં લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. સાથે જામનગરમાં અનેક દેશના મહેમાનો આવે છે. ત્યારે સુરક્ષાની વિશેષ જવાબદારી છે. એસપી પ્રેમસુખ ડેંલુએ જણાવ્યુ કે દેશ-વિદેશથી આવતા મહેમાનો બે વડાપ્રધાન અને વીઆઈપી આંમત્રિત મહેમાનનો માટેની સુરક્ષા માટેની વિશેષ કાળજી આયોજન અને કામગીરી કરવામાં આવી છે. જેમાં પોલીસ દ્વારા ચેકિંગ તેમજ એસોપી એટલે કે પીએમ પ્રોટોકોલ પ્રમાણે સુરક્ષા વ્યસ્થાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. રોડ બંદોબસ્તથી માડીને સભા બંદોબસ્ત માટેની તમામ તૈયારીઓ કરવા પોલીસતંત્ર લાગ્યુ છે. અલગ અલગ વૈકલ્પિક માર્ગોને લઈને પણ તે માર્ગો પર પણ સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવી રહી છે. ત્યારે ડોગ સ્કોડ, બોમ્બ સ્કોડ અને પોલિસની વિવિધ ટીમને હાલથી સુરક્ષા માટે તૈનાત કરાયા છે. પીએમ નરેન્દ્ર મોદી 19 એપ્રિલના રોજ બપોરે 1:20 વાગ્યે જામનગર પહોંચશે. ત્યારબાદ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનું ખાતમુહૂર્ત કરશે. જામનગરમાં પાંચ કલાક સુધીનું રોકાણ કરવાનું થાય તે મુજબનું આયોજન થયું છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાનું પ્રથમ આઉટ પોસ્ટ સેન્ટર જામનગરમાં

WHOનું ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિશિન સેન્ટર એ જામનગર માટે એક ઐતિહાસિક ઘટના બની રહેશે. સંયુકત રાષ્ટ્રનું પ્રથમ આઉટ પોસ્ટ સેન્ટર ભારતમાં તૈયાર થવા જઇ રહ્યું છે અને એ પણ જામનગરમાં જેના કારણે જામનગરનું નામ ફરી એક વખત વિશ્વસ્તરે ચમકશે.

આ પણ વાંચો :Gandhinagar: વિદ્યાર્થી નેતા યુવરાજસિંહના જામીન મંજૂર, ચાર્જશીટ રજૂ ન થાય ત્યાં સુધી ગાંધીનગરમાં પ્રવેશ પર પ્રતિબંધ

આ પણ વાંચો :Surat : લગ્ન સીઝનમાં આવકનો વધુ એક સ્ત્રોત ઊભો કરવા SMCનો પ્લાન, શહેરના કોમ્યુનિટી હોલમાં બનાવશે વધારાના રુમ

g clip-path="url(#clip0_868_265)">